LJP નેતા Chirag Paswan ગુજરાતની મુલાકાતે, ભાજપના સિનિયર નેતા સાથે ગુપ્ત બેઠક કરી : સૂત્ર

બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને જેડીયુથી અલગ લડેલા ચિરાગ પાસવાને હવે ગુજરાતમાં આવી ભાજપના સિનિયર નેતા સાથે ગુપ્ત બેઠક કરી હોવાની ચર્ચાએ રાજકીય વર્તુળોમાં કૌતુક ઉભું કર્યું છે.

LJP નેતા Chirag Paswan ગુજરાતની મુલાકાતે, ભાજપના સિનિયર નેતા સાથે ગુપ્ત બેઠક કરી : સૂત્ર
FILE PHOTO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2021 | 11:40 PM

બિહારના રાજકારણમાં લોકજન શક્તિ પાર્ટી (LJP) ને કારણે એક બાદ એક રાજકીય વળાંકો આવી રહ્યાં છે. ચિરાગ પાસવાન (Chirag Paswan)ની અધ્યક્ષપદેથી હકાલપટ્ટી થયા બાદ અકે બાજુ તે હજી પણ પોતાને અધ્યક્ષ મને છે. તો બીજી બાજુ હવે બિહારના વિરોધપક્ષમાં ચિરાગ પાસવાનની બોલબાલા વધી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે એક એવી રાજકીય ઘટના ઘટી છે જેની કોઈએ કલ્પના પણ નહિ કરી હોય.

ચિરાગે ગુજરાતમાં ભાજપના સિનિયર નેતા સાથે ગુપ્ત બેઠક કરી સૂત્રોના જણાવ્યા પ્રમાણે LJP નેતા ચિરાગ પાસવાન (Chirag Paswan) ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને ભાજપના સિનિયર નેતા સાથે ગુપ્ત બેઠક કરી હતી. ઉલ્લેખનીય છે કે બિહારમાં ભાજપ અને JDU ના નેતૃત્વ વાળી NDA ગઠબંધનની સરકાર છે. ગત બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને જેડીયુથી અલગ લડેલા ચિરાગ પાસવાને હવે ગુજરાતમાં આવી ભાજપના સિનિયર નેતા સાથે ગુપ્ત બેઠક કરી હોવાની ચર્ચાએ રાજકીય વર્તુળોમાં કૌતુક ઉભું કર્યું છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ચિરાગ પાસવાનની LJP ના અધ્યક્ષપદેથી હકાલપટ્ટી LJP ની રાષ્ટ્રીય કારોબારીની બેઠક 15 જૂન, મંગળવારે સંસદીયદળના નેતા પશુપતિ કુમાર પારસના ઘરે મળી હતી. બેઠકમાં સર્વસંમતિથી ચિરાગ પાસવાન (Chirag Paswan ) ને રાષ્ટ્રીય અધ્યક્ષપદ પરથી મુક્ત કરવામાં આવ્યા હતા. તેમની જગ્યાએ સૂરજભાણસિંહની રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.LJPના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષને 5 દિવસની અંદર રાષ્ટ્રીય પરિષદની બેઠક બોલાવવા નિર્દેશ આપવામાં આવ્યો હતો.

LJPના પાંચ સાંસદોએ કર્યો હતો બળવો LJPના 6 માંથી 5 સાંસદોએ અધ્યક્ષ ચિરાગ પાસવાન સામે બળવો કર્યો હતો. ચિરાગ પાસવાન (Chirag Paswan)ના કાકા પશુપતિ કુમાર પારસ (Pashupati Kumar Paras), પિતરાઈ ભાઈ પ્રિન્સ રાજ, ચંદન સિંહ, વીણા દેવી અને મહબૂબ અલી કેસરે બળવો કર્યો હતો. LJP ના કુલ 6 સાંસદોમાંથી આ 5 સાંસદોએ પશુપતિ પારસ પાસવાનને સંસદીયદળના નેતા તરીકે વરણી કરી ચિરાગ પાસવાનની હકાલપટ્ટી કરી હતી.

માતાને અધ્યક્ષ બનાવવા માંગતા હતા ચિરાગ પક્ષ ઉપર પોતાનું પ્રભુત્વ જાળવી રાખવાના પ્રયાસોના ભાગ રૂપે ચિરાગ પાસવાન (Chirag Paswan) 14 જૂન સોમવારે દિલ્હીમાં તેના કાકા પશુપતિ કુમાર પારસના ઘરે ગયા. મીડિયા અહેવાલો પ્રમાણે ચિરાગ પાસવાન તેમની માતા રીના પાસવાનને LJP ના અધ્યક્ષ બનાવવાની શરત સાથે પોતે રાજીનામું આપશે તેવી દરખાસ્ત લઈને આવ્યા હતા. ચિરાગ પાસવાને લગભગ દોઢ કલાક રાહ જોઈ. પણ પશુપતિ કુમાર પારસના ઘરના દરવાજા ન ખુલ્યા.

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">