લિંબડી બેઠક પર કોંગ્રેસે ચેતન ખાચરને આપી ટિકિટ, ક્ષત્રિય વિરૂદ્ધ ક્ષત્રિય ઉમેદવારનો ખરાખરીનો જંગ
કોંગ્રેસે લાંબા મનોમંથન બાદ લિંબડી બેઠક પરથી ચેતન ખાચરને મેદાને ઉતાર્યા છે. લિંબડી બેઠક પર ક્ષત્રિય વિરુદ્ધ ક્ષત્રિય ઉમેદવારનો ખરાખરીનો જંગ જામશે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચેતન ખાચર શુક્રવારે સમર્થકો અને આગેવાનો સાથે ઉમેદવારી ફોર્મ ભરશે. સાયલા જિલ્લા પંચાયતની જુદી-જુદી ત્રણ બેઠક પરથી જીતેલા ચેતન ખાચર ગત ટર્મ કરતા વધુ લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત […]
કોંગ્રેસે લાંબા મનોમંથન બાદ લિંબડી બેઠક પરથી ચેતન ખાચરને મેદાને ઉતાર્યા છે. લિંબડી બેઠક પર ક્ષત્રિય વિરુદ્ધ ક્ષત્રિય ઉમેદવારનો ખરાખરીનો જંગ જામશે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચેતન ખાચર શુક્રવારે સમર્થકો અને આગેવાનો સાથે ઉમેદવારી ફોર્મ ભરશે. સાયલા જિલ્લા પંચાયતની જુદી-જુદી ત્રણ બેઠક પરથી જીતેલા ચેતન ખાચર ગત ટર્મ કરતા વધુ લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો