દેશમાં રાજકીય રીતે ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી બનેલા 2019માં 10 મોટા ફેરફાર વિશે જાણો

વર્ષ 2019 રાજકીય દ્રષ્ટિએ ઐતિહાસીક રહ્યું. આ વર્ષ ચૂંટણીનું વર્ષ રહ્યું, નરેન્દ્ર મોદી ફરી એક વખત વડાપ્રધાન બન્યા અને રાજનૈતિક વિરોધીઓને ધરાશાયી કર્યા. ચૂંટણી જીત્યા બાદ ભાજપે પોતાના એજન્ડા લાગુ કર્યા અને જમ્મુ કાશ્મીર, રામ મંદિર અને નાગરિકતા બિલને લઇને 2019 યાદગાર રહેશે.  1) સત્તાના મહાનાયક નરેન્દ્ર મોદી Web Stories View more શું ફોન […]

દેશમાં રાજકીય રીતે ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી બનેલા 2019માં 10 મોટા ફેરફાર વિશે જાણો
Follow Us:
| Updated on: Dec 29, 2019 | 1:03 PM

વર્ષ 2019 રાજકીય દ્રષ્ટિએ ઐતિહાસીક રહ્યું. આ વર્ષ ચૂંટણીનું વર્ષ રહ્યું, નરેન્દ્ર મોદી ફરી એક વખત વડાપ્રધાન બન્યા અને રાજનૈતિક વિરોધીઓને ધરાશાયી કર્યા. ચૂંટણી જીત્યા બાદ ભાજપે પોતાના એજન્ડા લાગુ કર્યા અને જમ્મુ કાશ્મીર, રામ મંદિર અને નાગરિકતા બિલને લઇને 2019 યાદગાર રહેશે.

1) સત્તાના મહાનાયક નરેન્દ્ર મોદી

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

2014માં પૂર્ણ બહુમતી સાથે બનેલી ભાજપ સરકારે 23 મે 2019ની લોકસભા ચૂંટણમાં 300નો આંકડો પાર કર્યો. ભાજપે એકલા હાથે 300 બેઠક જીતી જ્યારે એનડીએને 352 બેઠક મળી.મોદી પ્રથમ એવા ગેર-કોંગ્રેસી વડાપ્રધાન બન્યા જેમણે સતત બે વખત પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી.

2) અમિત શાહ ચૂંટણી લડ્યા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચુકેલા અને ચાણક્ય કહેવાતા અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડ્યા. એલ. કે. અડવાણીની સીટ પર અમિત શાહ 5 લાખ મતથી જીત્યા. રાજ્યસભામાંથી શાહ લોકસભામાં આવ્યા અને ગૃહપ્રધાન બન્યા. શાહે કલમ 370, CAB જેવા મુદ્દા લોકસભામાં મુક્યા અને પસાર કરાવ્યા. વિપક્ષ પર શાહ પુરી રીતે હાવી રહે છે.

3) અમેઠીમાં રાહુલ ગાંધી હાર્યા

2014 અને 2019ની લોકસભા ચૂંટણી કોંગ્રેસ રાહુલ ગાંધીના દમ પર લડી, પરંતુ તેમને જીતનો સ્વાદ ચાખવા ન મળ્યો. એટલું જ નહીં રાહુલ પોતાની પરંપરાગત સીટ અમેઠીથી સ્મૃતિ ઇરાની સામે હારી ગયા. જો કે રાહુલ ગાંધી વાયનાડથી પણ ચૂંટણી લડ્યા હોવાથી ત્યાં જીત મેળવી. અમેઠી ગાંધી પરિવારની પરંપરાગત સીટ માનવામાં આવે છે, અહીં સંજય ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી ચૂંટણી જીતી ચુકયા છે. 2004થી જ રાહુલ ગાંધી અમેઠીથી સાંસદ હતા.

4) પ્રિયંકાની રાજનીતિમાં એન્ટ્રી

ચૂંટણી પરિણાને લઇને કૉંગ્રેસ માટે 2019 ભલે સારું ન રહ્યું પરંતુ ગાંધી પરિવારની વધુ એક પેઢી પ્રિયંકા ગાંધી વાડ્રા આ વર્ષે રાજનીતિમાં સામેલ થઈ. પ્રિયંકાને લોકસભા ચૂંટણીમાં પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી. જો કે કૉંગ્રેસને જોઇએ તેટલી સફળતા ન મળી, પ્રિયંકા રાહુલ અને સોનિયા ગાંધી માટે પ્રચાર કરતી હતી, હાલ તે સોશિયલ મીડિયા દ્વારા મોદી સરકાર પર પ્રહાર કરી રહી છે.

5) કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરી

દેશની આઝાદીથી લઇને 2019 સુધી કાશ્મીરનો મુદ્દો સૌથી ઉપર રહ્યો. મોદી સરકારે 5 ઓગસ્ટે લોકસભામાં પ્રસ્તાવ રજૂ કરી કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરી. રાજ્યનું વીલિનીકરણ કર્યું અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યો.

6) નાગરિકતા બિલ પાસ થયું

શિયાળુ સત્રમાં મોદી સરકારે CAB બિલ પાસ કરાવ્યું. આ બિલ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા હિંદૂ, જૈન, બૌદ્ધ, શિખ અને ઇસાઈ શરણાર્થીઓને ભારતની નાગરિક્તા આપવામાં આસાની રહે છે. વિપક્ષે લોકસભામાં વિરોધ કર્યો પરંતુ સરકારે બંને ગૃહમાં બિલ પાસ કરાવી દીધું. CAB હવે CAA બની ગયું છે, શાહે લોકસભામાં કહ્યું કે એનઆરસીને પણ દેશભરમાં લાગુ કરવામાં આવશે.

7) બંગાળમાં પણ ખિલ્યું કમળ

2014માં સમગ્ર દેશમાં મોદી લહેર હતી પરંતુ એક જ રાજ્ય હતું જ્યાં તેની અસર ન હતી તે હતું પશ્ચિમ બંગાળ. પરંતુ 2019માં આ તસવીર પણ બદલાઇ. કેમ કે બંગાળ આ વખતે ભગવા રંગે રંગાઇ ગયું. બંગાળની 42 સીટમાંથી 18 સીટ ભાજપે જીતી અને મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી 22 સીટ પર સમેટાઈ ગઈ. ભાજપનો વોટ શેર પણ વધ્યો, આવનારી વિધાનસભા ચૂંટણી માટે મમતા બેનર્જી માટે સૌથી મોટો પડકાર છે.

8) કર્ણાટકમાં ઓપરેશન લોટસ

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની સરકાર બની, કુમાર સ્વામી મુખ્યપ્રધાન બન્યા પરંતુ 6 મહિના બાદ જ સરકાર પડી ગઈ અને ભાજપે ફરી એક વખત સરકાર બનાવી. બી. એસ. યેદિયુરપ્પા મુખ્યપ્રધાન બન્યા. કૉંગ્રેસ-જેડીએસના 17 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું. હમણાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં 15 સીટ પર ભાજપ જીતી અને હાલમાં કર્ણાટકમાં ભાજપ પાસે પૂર્ણ બહુમત છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

9) મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર

સત્તામાં રહીને ભાજપ પર આરોપ લગાવનારા તેના સાથી પક્ષ શિવસેનાએ બધાને 2019માં ચોંકાવ્યા. અઢી વર્ષની માગ પર શિવસેના અડગ રહ્યું જેથી ભાજપ અને શિવસેનાનું ગઠબંધન તુટી ગયું અને શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી. પ્રથમ વખત ઠાકરે પરિવારનો સભ્ય મુખ્યપ્રધાન બન્યો. ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના મુખ્યપ્રધાન પદના શપથ લીધા અને સરકારની કમાન સંભાળી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

10) રાફેલ વિમાનનો વિવાદ

કૉંગ્રેસ દ્વારા 2019ની લોકસભા ચૂંટણીમાં રાફેલને મુદ્દો બનાવાયો, રાહુલે વડાપ્રધાન મોદી પર સીધુ નિશાન સાધ્યું. રાહુલે ચોકીદાર ચોર હે ના નારા પણ ચૂંટણી રેલીમાં લગાવ્યા. રાહુલનો આરોપ હતો કે મોદીએ અનિલ અંબાણીને ફાયદો કરાવ્યો છે અને ડીલમાં ગડબડ કરી છે, પરંતુ સુપ્રીમ કોર્ટે મોદી સરકારને રાહત આપી અને વિમાનની ખરીદ પ્રક્રિયાને યોગ્ય ગણાવી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">