ગુજરાતની રાજ્યસભાની 4 સીટનું પરિણામ જાહેર, ભાજપે 3 તો કોંગ્રેસે 1 સીટ પર મેળવી જીત

|

Sep 28, 2020 | 1:24 PM

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે.  રાજ્યમાં 4 બેઠક પર રાજ્યસભા ચૂંટણી યોજાઈ હતી. આ 4 બેઠકમાંથી ભાજપને 3 બેઠક મળી છે જ્યારે કોંગ્રેસનો 1 બેઠક પર વિજય થયો છે.  ભાજપના ત્રણેય ઉમેદવારની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહેલની જીત થઈ છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો અને તેના લીધે અન્ય […]

ગુજરાતની રાજ્યસભાની 4 સીટનું પરિણામ જાહેર, ભાજપે 3 તો કોંગ્રેસે 1 સીટ પર મેળવી જીત

Follow us on

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે.  રાજ્યમાં 4 બેઠક પર રાજ્યસભા ચૂંટણી યોજાઈ હતી. આ 4 બેઠકમાંથી ભાજપને 3 બેઠક મળી છે જ્યારે કોંગ્રેસનો 1 બેઠક પર વિજય થયો છે.  ભાજપના ત્રણેય ઉમેદવારની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહેલની જીત થઈ છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો અને તેના લીધે અન્ય રાજ્ય કરતાં ગુજરાતનું પરિણામ મોડું આવ્યું છે. જો કે કેન્દ્રીય ચૂંટણી પંચે કોંગ્રેસના તમામ વાંધાઓને ફગાવી દીધા હતા.  ભાજપના ઉમેદવારમાં અભય ભારદ્રાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીનની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસના ભરતસિંહ સોલંકીને હારનો સામનો કરવો પડ્યો છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ચારમાંથી ત્રણ સીટ પર વિજય મેળવ્યો છે. કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહેલે નિવેદન આપતાં કહ્યું હતું કે ચૂંટણી જાહેર થઈ ત્યારે કોંગ્રેસ બે બેઠકો જીતે એ પ્રકારની તૈયારી હતી. ચૂંટણી જાહેર થયા બાદ ભાજપે 3 ઉમેદવાર મુકવાનું નક્કી કર્યું હતું. કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર તોડજોડનો આરોપ લગાવ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો કે કોંગ્રેસ અને ભાજપ બંનેએ તેમના ઉમેદવારો જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.  કુલ 4 બેઠક માટે ભાજપના ત્રણ અને કોંગ્રેસના 2 ઉમેદવાર મેદાને હતા અને તેના લીધે કોઈ એકની હાર સ્પષ્ટ હતી.  રાજ્યસભાની ચૂંટણીમાં આજે 4 વાગ્યા સુધી મતદાન થયું હતું. કુલ 170 મત પડ્યા હતા. જેના લીધે દરેક ઉમેદવારને જીત માટે 34 મતની જરૂર હતી.  જો કે ભાજપના 103 ધારાસભ્ય, કોંગ્રેસના 65 ધારાસભ્ય, એનસીપીના એક ધારાસભ્ય અને અપક્ષ તરીકે જિગ્નેશ મેવાણીએ મતદાન કર્યું હતું.  જ્યારે બીટીપીએ મતદાન કર્યું નહોતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોંંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને તેના લીધે કોંગ્રેસને એક બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં આ 4 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. જે 4 બેઠક ખાલી થઈ તેમાં કોંગ્રેસના સાંસદ મધુસુદન મિસ્ત્રી તો ભાજપના શંભુપ્રસાદ ટુંડિયા, લાલસિંહ  વડોદીયા અને ચુનીભાઈ ગોહેલનો કાર્યકાળ પૂર્ણ થયો છે.  ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 સીટ છે.

Published On - 4:48 pm, Fri, 19 June 20

Next Article