શું શંકર ચૌધરી માટે છે કપરા ચઢાણ? જાણો રાજનીતિમાં ENTRY થશે કે EXIT

શંકર ચૌધરી ગુજરાતની રાજનીતિના સશક્ત નેતાઓમાંના એક માનવામા આવે છે.  જો કે 2017 વિધાનસભાની ચૂંટણીની હાર બાદ ધીમે ધીમે તેમનું વર્ચસ્વ ઘટી રહ્યું છે.  થરાદ બેઠક માટે તેમને આશાવાદ હતો જો કે પાર્લામેન્ટ્રી બોર્ડમા મળેલી બેઠકમાં આ નામ પર ખુબ વિવાદ થયો છે.  ચૌધરીને ફરી એકવાર ચૂંટણીની રાજનીતિમાંથી પડતા મૂકવામાં આવે એવા એંધાણ મળી રહ્યા […]

શું શંકર ચૌધરી માટે છે કપરા ચઢાણ? જાણો રાજનીતિમાં ENTRY થશે કે EXIT
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Sep 26, 2019 | 2:29 PM

શંકર ચૌધરી ગુજરાતની રાજનીતિના સશક્ત નેતાઓમાંના એક માનવામા આવે છે.  જો કે 2017 વિધાનસભાની ચૂંટણીની હાર બાદ ધીમે ધીમે તેમનું વર્ચસ્વ ઘટી રહ્યું છે.  થરાદ બેઠક માટે તેમને આશાવાદ હતો જો કે પાર્લામેન્ટ્રી બોર્ડમા મળેલી બેઠકમાં આ નામ પર ખુબ વિવાદ થયો છે.  ચૌધરીને ફરી એકવાર ચૂંટણીની રાજનીતિમાંથી પડતા મૂકવામાં આવે એવા એંધાણ મળી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

આ પણ વાંચો :  મુંબઈ હુમલાના આતંકવાદીને પાકિસ્તાને કરી મદદ, ઉપાડી શકશે બેંકમાંથી પૈસા

રાજકીય વર્તુળોમાં શંકર ચૌધરીને પડતા મુકાવવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે ચૌધરી માટે દિલ્હી દૂર જેવી સ્થિતનો ઘાટ સર્જાયો છે. પૂર્વ કેબિનેટ મંત્રી શંકર ચૌધરીની વિધાનસભા ચૂંટણીમા થયેલી હાર હજુ પણ તેમની  વર્તમાન સમયની રાજનીતિ માટે નડતર રૂપ સાબિત થઇ રહી છે. લોકસભાની ચૂટણીમાં થરાદના MLA પરબત પટેલને ટીકીટ મળતા શંકર ચૌધરીએ હાશકારો જરૂર અનુભવ્યો હતો અને પરબત પટેલ સાસંદ તરીકે જીતેએ માટેના પૂરતા પ્રયાસ પણ કર્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તે પોતે પણ ઈચ્છતા હતા કે થરાદ બેઠક ખાલી પડે તો તેમને પાર્ટી ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાન ના ઉતારશે. છેલ્લાં 6 મહિનાથી થરાદના કાર્યક્રમોમા હાજરી આપવાની પણ શરૂ કરી દીધી હતી.  બનાસ ડેરી જે તેમનું ગઢ માનવામા આવે છે એ ડેરીના માધ્યમથી પણ વિવિઘ કાર્યક્રમો દ્વારા પ્રજા વચ્ચે રહેવાનો પ્રયાસ કર્યો હતો.  જો કે શરૂઆત થી જ પરબત પટેલ ઇચ્છતા હતા કે તેમના પુત્ર ને જ આ બેઠક પર ટીકીટ મળે અને એ માટે એમને લોબિંગ પણ કર્યુ હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યાં જ બેઠક પર સ્થાનિક નેતાની જ ઉમેદવારીને લઈને માંગ ઉઠી તો આ બેઠક માટે પાર્લામેન્ટ્રી બોર્ડમાં પણ લાંબી ચર્ચા ચાલી. જો કે સ્થાનિક નેતાની માંગ એ આડકરતી રીતે શંકર ચૌધરીના નામનો વિરોધ હતો. સુત્રોની માનીએ તો શંકર ચૌધરીનું નામ પેનલમાં તો મૂકવામા આવ્યુ છે  પરંતુ તેમના નામ પર મહોર લાગશે તે નહી તે ખૂબ મોટો સવાલ છે.

પ્રદેશ નેતૃત્વ એ સમગ્ર બાબતે મોવડી મંડળ નિર્ણય લેશે એમ કહી બોલ દિલ્હીના ગોલમાં નાખી દીધો છે..આમ તો  6 વિધાનસભામાં આ વખતે સ્થાનિક ઉમેદવારને ટીકીટ આપવા માટે રજૂઆત થઇ છે.  જો કે ભાજપે ક્યારે આંતરિક વિરોધની ચિંતા કરી નથી. અલ્પેશ ઠાકોર અને ધવલસિહ ઝાલા સામે ઉગ્ર વિરોધ વચ્ચે પણ ભાજપે આ બંને બેઠકો પર આ જ નામ પર મહોર મારવાનુ નક્કી કર્યુ છે.

શંકર ચૌધરીને લઈને સ્થાનિક ન હોવાનો મુદ્દો સામે ધરવામા આવ્યો છે.  સૂત્રો એમ પણ માની રહ્યા છે કે કેન્દ્રીય નેતૃત્વ તેમનાથી નારાજ છે અને એ જ કારણ છે તેમને 2017 પછી કોઇ મહત્વની જવાબદારી સોંપવામા નથી આવી.  આ વખતે પણ તેમને પડતા મકાય એવી શક્યતા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">