ખંભાળિયામાં ઉદ્યોગપતિના દીકરાના લગ્ન રિસેપ્શનમાં ગીતા રબારીના ડાયરામાં કોરોનાના નિયમોનો ભંગ, સાંસદ પૂનમ માડમ પણ હતા હાજર

ખંભાળિયાના ઉદ્યોગપતિના દિકરાના લગ્નના રિસેપ્શનમાં ગીતા રબારીના ડાયરામાં લોકોના ટોળા ઉમટ્યા તો સાંસદ પુનમ માડમ માસ્ક વગર જોવા મળ્યાં હતા. ખંભાળિયાના મોવાણ ગામના ઉદ્યોગપતિના દિકરાના રિસેપ્શનમાં 1 ડિસેમ્બરની રાત્રે ગીતા રબારીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ નીહાળવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ હતી. ગોજીયા પરિવારના દિકરાના લગ્નના રિસેપ્શનમાં જામનગરના સાંસદ પુનમ માડમ પણ […]

ખંભાળિયામાં ઉદ્યોગપતિના દીકરાના લગ્ન રિસેપ્શનમાં ગીતા રબારીના ડાયરામાં કોરોનાના નિયમોનો ભંગ, સાંસદ પૂનમ માડમ પણ હતા હાજર
Follow Us:
| Updated on: Dec 02, 2020 | 11:06 PM

ખંભાળિયાના ઉદ્યોગપતિના દિકરાના લગ્નના રિસેપ્શનમાં ગીતા રબારીના ડાયરામાં લોકોના ટોળા ઉમટ્યા તો સાંસદ પુનમ માડમ માસ્ક વગર જોવા મળ્યાં હતા. ખંભાળિયાના મોવાણ ગામના ઉદ્યોગપતિના દિકરાના રિસેપ્શનમાં 1 ડિસેમ્બરની રાત્રે ગીતા રબારીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ નીહાળવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ હતી. ગોજીયા પરિવારના દિકરાના લગ્નના રિસેપ્શનમાં જામનગરના સાંસદ પુનમ માડમ પણ હાજર રહ્યા હતા. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સાંસદ જ ખુદ માસ્ક વગર જોવા મળ્યા હતા. માસ્ક મામલે નારાજ હાઈકોર્ટે માસ્ક વિના જોવા મળતા લોકોને કોરોના સેન્ટરમાં કોમ્યુનિટી સારવાર માટે મુકવા સરકારને નિયમ બનાવવા કહ્યું છે. આમ છતાં આપણા નેતાઓમાં કોઈ જાતની ગંભીરતા નથી. તંત્રને નજર સમક્ષ આવા કાર્યક્રમો થઈ રહ્યાં હોવા છતાં તંત્ર મૂક પ્રેકક્ષ બનીને તમાશો જોઈ રહ્યું છે. દરરોજ દિવસ ઉગે અને નેતાઓ માસ્ક વિના કે ભીડ કરતા જોવા મળે છે. તો બીજી બાજુ પ્રજાને આકરા દંડ ફટકારવામાં આવી રહ્યાં છે.

આ પરિવારે ભાણવડ તાલુકાના સણખલા ગામમાં સોમવારે હેલીકોપ્ટરમાં જાન લઈને ગયો હતો. આ પંથકમાં સૌ પ્રથમ વખત હેલિકોપ્ટરમાં જાનનું આગમન થતા બહોળી સંખ્યામાં ગ્રામજનો પણ જોવા ઉમટી પડ્યા હતા. ખંભાળિયા તાલુકાના મોવાણ ગામના ગોજિયા પરિવારે હેલીકોપ્ટર મારફતે ભાણવડના સણખલા ગામે જાન પહોંચાડી હતી. વરરાજા હેલિકોપ્ટરમાં બેસી સણખલા ગામે પહોંચ્યા હતા. શાહી ઠાઠ સાથે કોરોના મહામારીમાં ભવ્ય લગ્ન થતા હજારોની સંખ્યામાં મહેમાન ઉમટી પડ્યા હતા. જેમાં કોરોનાની ગાઈડલાઈનનો સરેઆમ ઉલાળ્યો થતો જોવા મળ્યો હતો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">