Keral Election: કેરલમાં ચુંટણી પૂર્વે કોંગ્રસને મોટો આંચકો, પીસી ચાકોએ આપ્યું કોંગ્રેસમાંથી રાજીનામું

|

Mar 10, 2021 | 3:33 PM

કેરળ કોંગ્રેસના મજબુત નેતા પીસી ચાકોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામામાં તેમણે પાર્ટીમાં જૂથવાદનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે પાર્ટીની અંદર જૂથવાદનું વર્ચસ્વ છે. તેની સામે ઘણી વખત ઉભા થયા. પરંતુ કોઈએ ધ્યાન આપ્યું નહીં. કેરળ કોંગ્રેસમાં બાબતો બરાબર નથી તે સ્વતંત્ર રીતે કામ કરી શકતા નથી.

Keral Election: કેરલમાં ચુંટણી પૂર્વે કોંગ્રસને મોટો આંચકો, પીસી ચાકોએ આપ્યું કોંગ્રેસમાંથી રાજીનામું

Follow us on

Keral Election: કેરળ કોંગ્રેસના મજબુત નેતા P C Chaco એ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામામાં તેમણે પાર્ટીમાં જૂથવાદનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે પાર્ટીની અંદર જૂથવાદનું વર્ચસ્વ છે. તેની સામે ઘણી વખત ઉભા થયા. પરંતુ કોઈએ ધ્યાન આપ્યું નહીં. કેરળ કોંગ્રેસમાં બાબતો બરાબર નથી તે સ્વતંત્ર રીતે કામ કરી શકતા નથી.

પાર્ટીમાં જૂથવાદનો ઉલ્લેખ

કેરળ કોંગ્રેસમાં ઉમેદવારોનાં નામ ફક્ત ઓમાન ચાંડી અને રમેશ ચેનિતાલા દ્વારા જ નક્કી કરાયાં હતાં.સમિતિને ઉમેદવારોને નામ આપવામાં આવ્યાં નથી.નામો ફક્ત ઓમોન ચાંડી અને રમેશ ચેનીતાલા જ નક્કી કરે છે. કેરળમાં માત્ર કોંગ્રેસ નથી. પરંતુ કેરળમાં ગ્રુપ એ અને ગ્રુપ આઈ છે. અહીં માત્ર કેરળના ટોચના નેતાઓ જ નિર્ણય લે છે ઉમેદવારોની પસંદગી માટે રચાયેલી સમિતિનો કોઈ અર્થ નથી. હું સતત ટોચની નેતાગીરીને અનુરોધ કરી રહ્યો છે કે હું ચૂંટણી સમિતિનો સભ્ય છે. પરંતુ પેનલમાંથી પસાર થયેલા ઉમેદવારોના નામ માત્ર ઓમન ચાંડી અને સી રમેશ જ જાણે છે કે કયા ઉમેદવારોને ટિકિટ મળશે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

P C Chaco એ કહ્યું કે મને નથી લાગતું આ અન્ય રાજ્યમાં પ્રબળ હશે. મે હાઇ કમાન્ડને હસ્તક્ષેપની માંગ કરી હતી. પરંતુ તેનો કોઇ ફાયદો થયો ન હતો. જ્યારે અમે 40-50 વર્ષ પૂર્વે કોંગ્રેસમાં સામેલ થયા હતા  તે કોંગ્રેસ હવે  નથી રહી.  જે રીતે કોંગ્રેસમાં જુથવાદને લઇને કોંગ્રેસ હાઇકમાન્ડ મૌન છે તેને શું કહેવું. તેના લીધે આગળ હવે ખોટું થવાની શક્યતા છે.

ભાજપને ફાયદો થશે નહીં
કેરળમાં ભાજપનો કોઈ ફાયદો નહીં થાય. 1-2 બેઠકો અલગ નહીં થાય, કમનસીબે કોંગ્રેસ ડાબેરીઓ સામે લડી રહી છે. જ્યારે રાહુલ ગાંધીએ વાયનાડમાં ડાબેરીઓ સામે લડવાનું નક્કી કર્યું, ત્યારે હું તેમની પાસે પુનર્વિચારણા કરવા તેમની પાસે ગયો અને કહ્યું કે ડાબેરીઓ અને કોંગ્રેસ વૈચારિક રીતે સમાન છે.

Next Article