Karnataka : પૂર્વ સાંસદ જી. મેડગૌડાનું સારવાર દરમિયાન નિધન, CM યેદીયુરપ્પાએ શોક વ્યક્ત કર્યો

|

Jul 18, 2021 | 11:08 AM

કર્ણાટકનાં પૂર્વ સાંસદ જી મેડગૌડાનું 93 વર્ષની ઉંમરે નિધન થયું છે. ત્યારે કર્ણાટકનાં પ્રધાનમંત્રી બી.એસ. યેદીયુરપ્પા સહિતના નેતાઓએ પુર્વ સાંસદના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

Karnataka : પૂર્વ સાંસદ જી. મેડગૌડાનું સારવાર દરમિયાન નિધન, CM યેદીયુરપ્પાએ શોક વ્યક્ત કર્યો
Former MP G Medgauda (File Photo)

Follow us on

કર્ણાટકની (Karnataka) માંડ્યા બેઠકના પૂર્વ સાંસદ જી. મેડગૌડાનું (G Medgauda) સારવાર દરમિયાન નિધન થયું છે. જાણવા મળી રહ્યું છે કે, તેઓ છેલ્લાં ઘણા સમયથી ફેફસાના રોગથી પીડિત હતા.

કર્ણાટકના મુખ્યપ્રધાન બી.એસ. યેદીયુરપ્પાએ (B.S. Yeddyurappa) પૂર્વ સાંસદના અવસાન પર શોક વ્યક્ત કરતા લખ્યું હતું કે, મેડગૌડાએ હંમેશા ગાંધીજીના (Gandhiji) ઉપદેશોનું પાલન કર્યું હતું અને કાવેરી નદીના (Kaveri River) પાણી માટેના આંદોલનમાં તેઓની મહત્વની ભુમિકા હતી.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ સાંસદ (Former MP) જી મેડગૌડાની શનિવારે તબિયત લથડતા કર્ણાટકના માંડ્યા જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે સારવાર દરમિયાન તેમનું 93 વર્ષની ઉંમરે નિધન થયું છે. ત્યારે પૂર્વ પ્રધાનમંત્રી એસ.ડી. દેવગૌડાએ પણ સાંસદના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

કાવેરી નદીના આંદોલનમાં હતી મહત્વની ભુમિકા

કાવેરી નદીના પાણીની વહેંચણીને લગતા આંદોલનમાં પૂર્વે સાંસદ જી મેડગૌડાની મહત્વની ભુમિકા હતી. તેઓ કર્ણાટકના માંડ્યા બેઠકના મોટા નેતા હતા અને તેઓ કિરુગાવલ્લુથી છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

ઉપરાંત, વિદ્યાર્થી જીવન દરમિયાન તેમણે આઝાદીની લડતમાં પણ મહત્વનો ભાગ લીધો હતો. પૂર્વ સાંસદ જી મેડગૌડાએ મૈસુરની (Mysore) મહારાજા કોલેજ અને બેંગ્લોરની સરકારી લો કોલેજમાં અભ્યાસ કર્યો હતો.

જી મેડગૌડા સૌપ્રથમ 1989 માં માંડ્યા જિલ્લામાંથી (Mandya District) સાંસદ બન્યા હતા. ત્યારબાદ 1991 માં તેઓ ફરીથી સાંસદની ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. ઉપરાંત, સાંસદ (Member of Parliament) પહેલા તેઓએ 1980-83 ની વચ્ચે ગુંડુ રાવની સરકારમાં વન વિભાગના (Forest Department) મંત્રાલયનું પદ પણ સંભાળ્યું હતું.

મહત્વપૂર્ણ છે કે,તમિલનાડુમાં (Tamilnadu)કાવેરી નદીના પાણીના વિવાદ દરમિયાન ગૌડાએ ખેડૂતોના હિતમાં લાંબી લડત લડી હતી અને આ આંદોલન સમયે તેઓ કાવેરી ખેડૂત કલ્યાણ સમિતિના વડા તરીકે પણ કાર્યરત હતા.

 

આ પણ વાંચો : UttarPradesh : રાજય સરકારે કાવડ યાત્રાને રદ કરી, સતત બીજા વર્ષે યાત્રા રદ

આ પણ વાંચો : Mumbai : માયાનગરીમાં આસમાની આફત,ભારે વરસાદને કારણે ચેમ્બુર અને વિક્રોલીમાં થયેલી દુર્ઘટનામાં 15 લોકોનાં મોત

Next Article