Karnataka: CM બોમ્માઇએ મંત્રી આનંદ સિંહ સાથે કરી મુલાકાત,કહ્યુ “ટૂંક સમયમાં નાગરાજ સાથે પણ કરીશ વાત”

|

Aug 08, 2021 | 3:52 PM

મંત્રીઓમાં અસંતોષ અંગે મુખ્યપ્રધાન બાસવરાજ બોમ્માઇએ જણાવ્યું હતુ કે, "આનંદ સિંહ સાથે મંત્રીમંડળના અસંતોષને લઈને વાત કરી છે અને નાગરાજ સાથે પણ આ બાબતે મુલાકાત કરીશ."

Karnataka: CM બોમ્માઇએ મંત્રી આનંદ સિંહ સાથે કરી મુલાકાત,કહ્યુ ટૂંક સમયમાં નાગરાજ સાથે પણ કરીશ વાત
Basavraj Bommbai (File Photo)

Follow us on

કર્ણાટક મંત્રીમંડળમાં કરવામાં આવેલા વિતરણને લઈને કેટલાક કેબિનેટના મંત્રીઓમાં (Cabinet Minister) અસંતોષ જોવા મળી રહ્યો છે. કેટલાક મંત્રીઓ તેમને આપેલા વિભાગથી ખુશ નથી કારણ કે, તેમને માંગણી કરેલ વિભાગ મળ્યો નથી. કેટલાક પ્રધાનોએ નારાજગી વ્યક્ત કર્યા બાદ મુખ્યમંત્રી બોમ્માઈએ જણાવ્યું હતુ કે, “દરેક વ્યક્તિને જોઈતો વિભાગ મળી શકે નહિ.”

ઉલ્લેખનીય છે કે, આનંદ સિંહ અને નાગરાજે મંત્રીમંડળના (Cabinet)  વિભાજન પર ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી. તેમના મંત્રીઓમાં અસંતોષ અંગે મુખ્યમંત્રી બાસવરાજ બોમ્માઇએ (CM Basavaraj Bommai )જણાવ્યું હતુ કે, “આનંદ સિંહ સાથે વાત કરી છે અને આનંદ સિંહનો મુદ્દો બહુ જલદી ઉકેલાઈ જશે.ઉપરાંત વધુમાં ઉમેર્યું કે, નાગરાજ સાથે પણ મુલાકાત કરીશ.”

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

 

કર્ણાટક કેબિનેટમાં 29 મંત્રીઓને સ્થાન મળ્યું

મુખ્યમંત્રી બોમ્માઇએ નવા મંત્રીમંડળમાં 29 મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે.આપને જણાવવું રહ્યું કે, ભૂતપૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા (Yeddyurappa)સરકારમાં 23 મંત્રીઓને પણ નવા મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમાં મોટાભાગના મંત્રીઓ તેમના અગાઉના મંત્રાલયને જાળવી રાખે છે. ઉપરાંત CM બોમ્માઇએ નાણા મંત્રાલય, કર્મચારી અને વહીવટી સુધારા વિભાગ(DAPR),બેંગલોર વિકાસ અને મંત્રીમંડળ બાબતોની જવાબદારી પોતાની પાસે જાળવી રાખી છે.

યેદિયુરપ્પા સરકારમાં નાગરાજ પાસે મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન મંત્રાલય હતું અને આ વખતે પણ તેમને આ જ મંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત નાના ઉદ્યોગો અને જાહેર ક્ષેત્રના (Industries Filed)ઉદ્યોગોની વધારાની જવાબદારી પણ તેમને સોંપવામાં આવી છે. જ્યારે આનંદ સિંહને પર્યાવરણ અને પ્રવાસન વિભાગ (Tourism Department)આપવામાં આવ્યો છે.

નાગરાજે વ્યક્ત કરી નારાજગી

નાગરાજે ટ્વિટ કર્યું હતું કે, પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા અને વર્તમાન મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઇએ પોતાનું વચન પાળ્યું નથી. ઉપરાંત જણાવ્યું કે,મને આપવામાં આવેલા વિભાગથી હું ખુશ નથી. હું આગામી 2-3 દિવસમાં આ અંગે નિર્ણય લઈશ.તેની સાથે જ આનંદ સિંહે કહ્યું કે, તેઓ આ બાબતે મુખ્યમંત્રીને મળશે પણ એવું કોઈ પગલું નહીં ભરે કે જેનાથી પક્ષ નારાજ થાય.

 

આ પણ વાંચો: Bihar: RJDના પ્રમુખનું વિવાદાસ્પદ નિવેદન કહ્યું “RJDમાં જીન્સ પહેરનારા માટે નો એન્ટ્રી!

આ પણ વાંચો: રાહુલ ગાંધીનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ, કોંગ્રસે કહ્યું ‘મોકલવામાં આવ્યો જવાબ’

Published On - 3:49 pm, Sun, 8 August 21

Next Article