ભારે કકળાટ બાદ કરજણ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ ફોર્મ ભર્યું
વડોદરાની કરજણ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ વિજય મુર્હૂતમાં ઉમેદવારી પત્ર ભર્યું. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ કિરીટસિંહ જાડેજાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, કરજણની પ્રજા પક્ષપલટુને પાઠ શીખવાડશે. મહત્વનું છેકે, ઉમેદવારી ફોર્મ ભરે એ પહેલા કિરીટસિંહ જાડેજાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. ભરથાણ ગામમાં સભા યોજ્યા બાદ રેલી કાઢવામાં આવી હતી.જેમાં જિલ્લા અને શહેર […]

વડોદરાની કરજણ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ વિજય મુર્હૂતમાં ઉમેદવારી પત્ર ભર્યું. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ કિરીટસિંહ જાડેજાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, કરજણની પ્રજા પક્ષપલટુને પાઠ શીખવાડશે. મહત્વનું છેકે, ઉમેદવારી ફોર્મ ભરે એ પહેલા કિરીટસિંહ જાડેજાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. ભરથાણ ગામમાં સભા યોજ્યા બાદ રેલી કાઢવામાં આવી હતી.જેમાં જિલ્લા અને શહેર કોંગ્રેસના હોદ્દેદારો, પદાધિકારીઓ, પૂર્વ કેન્દ્રીય પ્રધાન નારણ રાઠવા, સેવાદળના પ્રમુખ લાલજી દેસાઇ પણ ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે કરજણ બેઠકને લઇને કોંગ્રેસમાં ભારે કકળાટ થયો હતો. કોંગ્રેસના અસંતુષ્ટો દ્વારા સ્થાનિક ઉમેદવારને ટિકીટ આપવાની માંગ ઉઠી હતી.જોકે, આખરે કોંગ્રેસે કિરીટસિંહ જાડેજાને ઉમેદવાર તરીકે યથાવત રાખ્યા છે.