સંજય ગાંધીના મિત્ર કમલનાથ બનશે મધ્યપ્રદેશના નવા મુખ્યપ્રધાન! માત્ર ઔપચારિક જાહેરાત બાકી?

કોંગ્રેસના ધારાસભ્યોએ કમલનાથને પોતાના નેતા પસંદ કર્યા છે, પરંતુ કોંગ્રેસની પરંપરા મુજબ, તેમના નામની ઔપચારિક જાહેરાત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કરશે. કેન્દ્રિય સુપરવાઈઝર એ.કે.એન્ટનીની હાજરીમાં મળેલી કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં કમલનાથ ઉપરાંત, દિગ્વિજય સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને દીપક બાબરિયા સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત હતા. જેમાં ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ જ્યોતિરાદિત્ય સિંધિંયાએ જ કમલનાથનું નામ આગળ […]

સંજય ગાંધીના મિત્ર કમલનાથ બનશે મધ્યપ્રદેશના નવા મુખ્યપ્રધાન! માત્ર ઔપચારિક જાહેરાત બાકી?
Follow Us:
Khushbu Majithia
| Edited By: | Updated on: Dec 14, 2018 | 12:34 PM

કોંગ્રેસના ધારાસભ્યોએ કમલનાથને પોતાના નેતા પસંદ કર્યા છે, પરંતુ કોંગ્રેસની પરંપરા મુજબ, તેમના નામની ઔપચારિક જાહેરાત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કરશે. કેન્દ્રિય સુપરવાઈઝર એ.કે.એન્ટનીની હાજરીમાં મળેલી કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં કમલનાથ ઉપરાંત, દિગ્વિજય સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને દીપક બાબરિયા સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત હતા. જેમાં ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ જ્યોતિરાદિત્ય સિંધિંયાએ જ કમલનાથનું નામ આગળ વધાર્યું હતું. અન્ય નેતાઓએ બાદમાં સમર્થન કર્યું હતું.

આ તમામ નેતાઓ આજે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે ચર્ચા કરશે. રાજસ્થાન અને છત્તીસગઢની સાથે જ મધ્ય પ્રદેશના સીએમ તરીકે કમલનાથના નામની જાહેરાત રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત પહેલી મેના રોજ કેન્દ્રિય નેતૃત્વએ કમલનાથને મધ્ય પ્રદેશ કૉંગ્રેસની કમાન સોંપી હતી. કમલનાથની આગેવાનીમાં જ ભાજપના 15 વર્ષના શાસનને હટાવવામાં કૉંગ્રેસને સફળતા મળી છે.

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાનની આજે થશે સત્તાવાર જાહેરાત કૉંગ્રેસના ધારાસભ્યોએ કમલનાથને પોતાના નેતા તરીકે કર્યા છે પસંદ પક્ષની પરંપરા મુજબ કમલનાથના નામની ઔપચારિક જાહેરાત આજે થશે

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કોણ છે કમલનાથ?

હાલ મધ્ય પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથ સીએમની રેસમાં સૌથી આગળ છે. ઇંદિરા ગાંધીના એક સમયના અત્યંત વિશ્વાસુ એવા કમલનાથને રાહુલ ગાંધીએ સંગઠન મજબૂત બનાવવાની જવાબદારી સોંપી મધ્ય પ્રદેશ મોકલી આપ્યા હતા. તેમના અથાક પ્રયાસોને કારણે આજે મધ્ય પ્રદેશમાં સરકાર રચવા જઈ રહી છે તેમ કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય. ધારાસભ્ય, સાંસદ, કેન્દ્રીય મંત્રી તરીકેનો તેમનો વહીવટી અનુભવ મજબૂત પાસું ગણાય છે.

જ્યોતિરાદિત્ય સિંધિંયાએ જ કમલનાથનું નામ આગળ વધાર્યું તેવી ચર્ચા!

પણ આખરે મુખ્યમંત્રી રેસમાં જેનું નામ પણ ચર્ચાતું રહ્યું કોણ છે તે જ્યોતિરાદિત્ય સિંધિયા?

ગ્વાલિયરના રાજવી પરિવારથી આવે છે જ્યોતિરાદિત્ય સિંધિયા. આકર્ષક વ્યક્તિત્વ અને લોકચાહના ધરાવતા નેતાઓમાં તેમની ગણના થાય છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની યુવા બ્રિગેડમાં જોડાયા બાદ તેઓ લાઇમલાઇટમાં આવ્યા. અદ્ભુત વાક્છટાના માલિક એવા સિંધિયા યુપીએ સરકારમાં રાજ્યમંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. હાલ તેઓ લોકસભામાં કોંગ્રેસના ચીફ વ્હીપ તરીકે નિયુક્ત છે. કહેવાય છે કે તેમને જ્યારે મુખ્યમંત્રી બનવા પર સવાલ કરાયો ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે પાર્ટી જે જવાબદારી સોંપશે તે સ્વીકારવા તૈયાર છે.

[yop_poll id=217]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
g clip-path="url(#clip0_868_265)">