જાણો, લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં UPની કૈરાના સીટ કેમ મહત્ત્વની છે?

પશ્વિમી ઉત્તરપ્રદેશની 8 લોકસભા સીટો પર 11 એપ્રિલે મતદાન થશે. જેમાથી એક કૈરાના લોકસભા સીટ છે. જેમાં કુલ 13 ઉમેદવાર પોતાની કિસ્મત અજમાવી રહ્યાં છે. લોકસભા ચૂંટણી 2019ના પ્રથમ તબક્કામાં ગુરૂવારે 20 રાજ્યની કુલ 91 સીટો પર મતદાન થવાનું છે. પહેલા તબક્કામાં નિતિન ગડકરી, મહેશ શર્મા, કેન્દ્રિય મંત્રી વી. કે. સિંહ, હરીશ રાવત અને લોકદળના […]

જાણો, લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં UPની કૈરાના સીટ કેમ મહત્ત્વની છે?
Follow Us:
jignesh.k.patel
| Edited By: | Updated on: Apr 10, 2019 | 3:41 PM

પશ્વિમી ઉત્તરપ્રદેશની 8 લોકસભા સીટો પર 11 એપ્રિલે મતદાન થશે. જેમાથી એક કૈરાના લોકસભા સીટ છે. જેમાં કુલ 13 ઉમેદવાર પોતાની કિસ્મત અજમાવી રહ્યાં છે.

લોકસભા ચૂંટણી 2019ના પ્રથમ તબક્કામાં ગુરૂવારે 20 રાજ્યની કુલ 91 સીટો પર મતદાન થવાનું છે. પહેલા તબક્કામાં નિતિન ગડકરી, મહેશ શર્મા, કેન્દ્રિય મંત્રી વી. કે. સિંહ, હરીશ રાવત અને લોકદળના અધ્યક્ષ અજિત સિંહ જેવા મોટા નેતાઓનુ ભવિષ્ય ઈવીએમમાં બંધ થઈ જશે.

પશ્રિમી ઉત્તર પ્રદેશની 8 લોકસભા સીટો પર  11 એપ્રિલે મતદાન થશે. કૈરાના લોકસભા સીટ પર 13 ઉમેદવારો પોતાની કિસ્મત અજમાવી રહ્યાં છે.  2018ની પેટાચૂંટણીમાં મળેલી હાર પછી ભાજપ માટે આ સીટ જીતવી એ અહંમનું કારણ બની ગઈ છે. તો સપા- બસપા ગઠબંધન આ સીટને જીતીને યૂપીમાં પોતાનો ગઢ મજબૂત કરવા માંગે છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

કોના- કોના વચ્ચે છે જંગ?

બીજેપીએ આ સીટ પર પ્રદીપ ચૌધરી તો સપાએ તબસ્સુમ હસનને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે હરેન્દ્ર મલિક પર જુગાર ખેલ્યો છે. 2018માં આરએલડીની ટિકિટ પર તબસ્સુમ હસને આ સીટ પર જીત મેળવી હતી. જોકે હવે તે આરએલડી છોડી સપામાં જોડાઈ ગયા છે. 2014મા આ સીટ બીજેપીના હુકુમ સિંહ જીત્યા હતાં. જોકે તેમના મોત પછી થયેલી પેટા ચૂંટણીમાં સપાના ઉમેદવારે આ સીટ પર જીત મેળવી હતી.

શું છે જાતીય સમીકરણ?

જાટ અને મુસ્લિમ જાતીના સમીકરણ ધરાવતી આ સીટ દરેક પાર્ટી માટે મહત્વની છે. 1962માં અસ્તિત્વમાં આવી અને લાંબા સમય સુધી સોશ્યાલીસ્ટ પાર્ટી, જનતા પાર્ટી અને કોંગ્રેસનાં પાસે રહી છે.  1996માં સપા તો 1998માં બીજેપી, 2 વખત આરએલડી, 2009માં બસપા અને 2014માં બીજેપી આ સીટ જીત્યુ હતું. 2014ના આંકડા પર નજર કરીએ તો કુલ 15,31,755 મતદારો છે. જેમાં 8,40,623 પુરુષ અને 6,91,132 મહિલા વોટર છે. મહત્વનું છે કે, 2018માં થયેલી પેટા ચૂંટણીમાં આ સીટ પર 4389 વોટ નોટામાં પડ્યા હતાં.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">