જામનગરના કાલાવડ તાલુકામાં ભાજપના નિરીક્ષકોએ કાર્યકર્તાઓ પાસેથી ઉમેદવાર બાબતે લીધી સેન્સ

જામનગર (JAMNAGAR) જિલ્લાના કાલાવડ (KALAVAD) તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની ચાર અને તાલુકા પંચાયતની 18 બેઠકો માટે ઉમેદવાર નક્કી કરવા ભાજપના (BJP) નિરીક્ષકોએ કાર્યકર્તાઓ પાસેથી અભિપ્રાય લીધો. તાલુકા અને જિલ્લા પંચાયતની કુલ 18 બેઠક માટે 90 લોકોએ ટિકીટની માંગણી કરી છે.

| Updated on: Jan 28, 2021 | 4:47 PM

જામનગર (JAMNAGR) જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને, ભાજપે (BJP) કાર્યકર્તાઓનો મત લેવાની કામગીરી વધુ તેજ બનાવી છે.  કાલાવડ તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાને લઈને ભાજપના નિરીક્ષકોએ, કાર્યકર્તાઓને મળીને ઉમેદવાર અંગે પ્રતિભાવ મેળવ્યા હતા. કાલાવડ તાલુકામાં આવતી,  જામનગર જિલ્લાની ચાર બેઠક અને તાલુકા પંચાયતની અઢાર બેઠક માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. જિલ્લા અને તાલુકા પંચાયતની કુલ બાવીસ બેઠક સામે 90 જેટલા કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે.  જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવવા, કાલાવડના ગામે ગામથી ટેકેદારો સાથે દાવેદારો ઉમટી પડ્યા હતાં. તાલુકા જિલ્લાના આગેવાનો સાથે પરામર્શ કરીને દાવેદારી નોંધવામાં આવી. પક્ષના હોદેદારો અને સિનિયર આગેવાનો એ પણ ચૂંટણી લડવાની દાવેદારી નિરીક્ષકો સમક્ષ કરેલ છે. ભાજપના યુવાન કાર્યકર્તા તથા સામાજિક રીતે જોડાયેલ ઉમેદવારો પણ ટિકીટની માંગણી કરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">