અમરેલીમાં કૃષિપ્રધાન આર.સી.ફળદુએ નવા કૃષિ કાયદા અંગે ખેડૂતોને જાગૃત કર્યા, ખેડૂતોના આંદોલનને ખોટું ઠેરવ્યું

અમરેલીમાં કૃષિપ્રધાન આર.સી.ફળદુએ નવા કૃષિ કાયદા અંગે ખેડૂતોને જાગૃત કર્યા, ખેડૂતોના આંદોલનને ખોટું ઠેરવ્યું

કેન્દ્રની મોદી સરકારે ખેડૂતો માટે પસાર કરેલા ત્રણ કાયદા વિરુદ્ધ દિલ્લી ખાતે જુદા જુદા ખેડૂત સંગઠનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ ખેડૂતોને કાયદા અંગે યોગ્ય માર્ગદર્શન અને જાણકારી મળે તે માટે ગુજરાત પ્રદેશ ભાજપે આજથી કૃષિ સંમેલનોની શરૂઆત કરી ખેડૂતોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. જેના ભાગરૂપે અમરેલીમાં કૃષિપ્રધાન આર.સી.ફળદુએ નવા કૃષિ કાયદા અંગે […]

Utpal Patel

|

Dec 17, 2020 | 6:54 PM

કેન્દ્રની મોદી સરકારે ખેડૂતો માટે પસાર કરેલા ત્રણ કાયદા વિરુદ્ધ દિલ્લી ખાતે જુદા જુદા ખેડૂત સંગઠનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ ખેડૂતોને કાયદા અંગે યોગ્ય માર્ગદર્શન અને જાણકારી મળે તે માટે ગુજરાત પ્રદેશ ભાજપે આજથી કૃષિ સંમેલનોની શરૂઆત કરી ખેડૂતોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. જેના ભાગરૂપે અમરેલીમાં કૃષિપ્રધાન આર.સી.ફળદુએ નવા કૃષિ કાયદા અંગે ખેડૂતોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો. જોકે દિલ્લી બોર્ડર પર ચાલી રહેલા આંદોલનને પૂર્વઆયોજિત ષડયંત્રનો ભાગ ગણાવ્યો.

ખેડૂત જાગૃતિ અભિયાનની સુરતના બારડોલીથી શરૂઆત કરવામાં આવી. જ્યાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મોરચો સંભાળ્યો. તો પંચમહાલ ખાતે નાયબ મુખ્યપ્રધાને ખેડૂતો સાથે સંવાદ કર્યો. આ તરફ વડોદરામાં ઉર્જાપ્રધાન સૌરભ પટેલ, રાજકોટમાં કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાએ ખેડૂત અગ્રણીઓને કૃષિ કાયદાથી વાકેફ કર્યા. સાથે જ બનાસકાંઠામાં ભાજપ નેતા ગોરધન ઝડફીયાએ ખેડૂતોમાં જાગૃતિનો પ્રયાસ કર્યો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati