હાર્દિકે ફરી આંદોલન કરવાની વાત કરી છે પણ લોકો સાથ આપશે તેવી પુરેપુરી ખાતરી તેને પણ નથી
ગત વિધનસભા ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના પગલે ભાજપ માંડ માંડ સરકાર બનાવી શકી હતી અને કોંગ્રેસને અણધાર્યો ફાયદો થયો હતો, હવે ફરી ચૂંટણી આવી રહી છે ત્યારે ફરી આંદોલનને યાદ કરવામાં આવ્યું છે
હાર્દિક પટેલ (Hardik patel) સરકારને ફરીથી આંદોલનની ચીમકી આપી દીધી છે. તે કહી રહ્યો છે કે તે કોંગ્રેસ (Congress) ના નેતા તરીકે નહીં પણ સમાજિક કાર્યકર તરીકે આંદોલન કરવાનો છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જેવડું મોટું સ્થાન ધરાવતો હોવા થતાં તેણે કોંગ્રેસને બાજુએ રાખીને આંદોલન કરવાનું કહેતાં રાજકીય વર્તુળોમાં જાતજાતની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
ગત વિધનસભા ચૂંટણી (Assembly elections) માં પાટીદાર અનામત આંદોલનની ખુબ જ અસર જોવા મળી હતી અને તેના પગલે ભાજપ માંડ માંડ સરકાર બનાવી શકી હતી અને કોંગ્રેસને અણધાર્યો ફાયદો થયો હતો. હવે ફરી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ફરી આંદોલનને યાદ કરવામાં આવ્યું છે.
હાર્દિક પટેલે આજે આપેલા ઇન્ટર્વ્યુમાં કબુલ્યું હતું કે તે સમાજના નેતા તરીકે આંદોલન કરવાનો છે. જોકે તે સામાજિક નેતાની વાત કરી રહ્યો છે પણ વાસ્તવમાં તે કોંગ્રેસનો નેતા છે તેથી તેને આ વખતે પહેલાં જેવો લોકોનો સહકાર મળશે કે કેમ તે અંગે તે પોતે પણ ખોંખારીને કશું કહી શકતો નથી.
હાર્દિકને પુછવામાં આવ્યું કે અત્યારે જ કેમ આંદોલન કરવાનું સુજ્યું? ત્યારે હાર્દિકે કહ્યું કે અમે બે વર્ષથી બોલીએ છીએ. મેં 15 દિવસના ઉપવાસ કર્યા છે. મને આશા હતી કે સમાજના આગેવાનો કોશિશ કરી રહ્યા છે, મને એમ હતું કે સરકાર કંઈક કરશે પણ નથી કર્યું તેથી બોલું છું.
હાર્દિક પટેલને પુછ્યું કે તમે કોંગ્રેસના જાહેર કાર્યક્રમોમાં કેમ દેખાતા નથી? ત્યારે તેમણે કહ્યું કે હાર્દિક પટેલ બીજા રાજ્યમાં હોય ત્યારે જાહેરમાં જોવા નથી મળતો, બાકી હું હોઉં છું. થોડા દિવસ પહેલાં રાજકોટમાં કાર્યક્રમમાં હતો જ. મને ઉત્તરપ્રદેશ અને પંજાબની જવાબદારી પણ સોંપવામાં આવી છે. તેથી હુ ત્યાં હોઉ તો અહીં કઈ રીતે આવું. હું ઉડીને તો ન આવી શકું.
હાર્દિકને પુછ્યું કે તમે કોંગ્રેસના નેતા તરીકે આંદોલન કરશે કે સામાજિક નેતા તરીકે? ત્યારે હાર્દિક પટેલ વારંવાર આ સવાલને ટાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેણે અંતે સ્વીકાર્યું હતું કે હું રાજકીય નેતા છું પણ સમાજનું આંદોલન સામાજિક રીતે થશે.
આ પણ વાંચોઃ હાર્દિકે સ્વીકાર્યું કે તે કોંગ્રેસના નેતા તરીકે નહીં પણ સામાજિક નેતા તરીકે આંદોલન કરશે