અલ્પેશ ઠાકોર અને આશા પટેલ કોંગ્રેસને ડરાવી રહ્યા છે કે, ગુજરાત કોંગ્રેસમાં હકિકતે આ ભૂકંપ આવી શકે છે?
લોકસભા ચૂંટણીમાં ખાતુ પણ ન ખોલાવી શકનાર કોંગ્રેસને વધુ ઝટકા મળશે. આ સ્ફોટક નિવેદન કોંગ્રેસના જ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આપ્યું. અલ્પેશ ઠાકોરે કહ્યું કે કોંગ્રેસના 17થી વધારે ધારાસભ્યો નારાજ છે. આ ધારાસભ્યો ગમે ત્યારે કોંગ્રેસનો હાથ છોડી શકે છે. ગુજરાતમાં કોંગ્રેસ આગામી દસ વર્ષ સુધી કોઈ ચૂંટણી નહીં જીતી શકે તેવી પણ અલ્પેશ ઠાકોરે […]
લોકસભા ચૂંટણીમાં ખાતુ પણ ન ખોલાવી શકનાર કોંગ્રેસને વધુ ઝટકા મળશે. આ સ્ફોટક નિવેદન કોંગ્રેસના જ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આપ્યું. અલ્પેશ ઠાકોરે કહ્યું કે કોંગ્રેસના 17થી વધારે ધારાસભ્યો નારાજ છે. આ ધારાસભ્યો ગમે ત્યારે કોંગ્રેસનો હાથ છોડી શકે છે. ગુજરાતમાં કોંગ્રેસ આગામી દસ વર્ષ સુધી કોઈ ચૂંટણી નહીં જીતી શકે તેવી પણ અલ્પેશ ઠાકોરે ભવિષ્યવાણી કરી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
અલ્પેશે સાથે કહ્યું કે, રાજ્યમાં જનાધાર વગરના નબળા લોકો પાર્ટીના નેતા બની બેઠા છે. કોંગ્રેસમાં પાર્ટીનું સંગઠન નબળું છે. અને લોકોની સમસ્યાઓ સમજવામાં અને તેને ઉઠાવવામાં પાર્ટી નબળી પડી રહી છે. ગુજરાત કોંગ્રેસમાં કાર્યકરો કરતા નેતાઓ વધુ થઈ ગયા છે. આ એસી ઓફિસમાં બેસીને પાર્ટી ચલાવતા લોકો કોંગ્રેસનું ભલુ નહીં કરી શકે તેવો પણ અલ્પેશે દાવો કર્યો. અલ્પેશ ઠાકોર બાદ ઊંઝાના ભાજપના ધારાસભ્ય આશા પટેલે પણ કોંગ્રેસ તૂટશે તેવું નિવેદન આપ્યું છે. આશા પટેલે કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસના 30 થી 34 ધારાસભ્યો નારાજ છે.