Gujarat local body polls 2021 : સમગ્ર રાજ્યમાં 12 વાગ્યા સુધી સરેરાશ 15 ટકા મતદાન નોંધાયુ

Gujarat local body polls 2021 :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને મતદાન ચાલી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 15 ટકા મતદાન થયું છે.

Niyati Trivedi
| Edited By: | Updated on: Feb 28, 2021 | 1:15 PM

Gujarat local body polls 2021 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને સવારે સાત વાગ્યથી જ મતદાન ચાલી રહ્યું છે . સમગ્ર રાજયમાં અત્યારસુધી થયેલા મતદાનની કુલ ટકાવારી પર નજર નાખીએ તો સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 15 ટકા મતદાન થયું છે. જ્યારે તાલુકા પંચાયતમાં 12 વાગ્ય સુધી 10.32 ટકા મતદાન નોંધાયું છે. કચ્છમાં 12 વાગ્યા સુધી 15થી18 ટકા મતદાન નોંધાયું છે. કચ્છ પાલિકામાં સૌથી વધુ મતદાન મુન્દ્રામાં 25 ટકા મતદાન થયું છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">