શું કેતન ઈનામદારનું રાજીનામું ભાજપમાં ભંગાણની શરૂઆત છે? આ નેતાઓ પણ પરેશાન

|

Jan 22, 2020 | 4:14 PM

કેતન ઈનામદારના રાજીનામા સાથે ભાજપમાં ચાલી રહેલો વિવાદ ચરમસીમાએ છે તેવું  લાગી રહ્યું છે.  જયાં એક તરફ સરકાર અને સંગઠન વચ્ચ્ચે સંકલનનો અભાવ છે. તો આ  બીજી બાજુ સંગઠન સંરચનાના કાર્યવાહી પણ અધ્ધર તાલે છે.  આ બધાની વચ્ચે રાજીનામાથી  વિવાદનો મધપુ઼ડો છંછેડાયો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

શું કેતન ઈનામદારનું રાજીનામું ભાજપમાં ભંગાણની શરૂઆત છે? આ નેતાઓ પણ પરેશાન

Follow us on

કેતન ઈનામદારના રાજીનામા સાથે ભાજપમાં ચાલી રહેલો વિવાદ ચરમસીમાએ છે તેવું  લાગી રહ્યું છે.  જયાં એક તરફ સરકાર અને સંગઠન વચ્ચ્ચે સંકલનનો અભાવ છે. તો આ  બીજી બાજુ સંગઠન સંરચનાના કાર્યવાહી પણ અધ્ધર તાલે છે.  આ બધાની વચ્ચે રાજીનામાથી  વિવાદનો મધપુ઼ડો છંછેડાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

આ પણ વાંચો :   BIG Breaking: પ્રજાના કામ નથી થતા કહીને ભાજપના આ ધારાસભ્યે આપ્યું રાજીનામું

ગુજરાતએ ભાજપનું ગઢ માનવમાં આવે છે સાથે જ મોદી શાહના હોમ ટાઉન પણ છે.  જો કે આ જ ગઢમા આગામી દિવસમા ભંગાણના એંધાણ મળી રહ્યાં છે . કેતન ઈનામદારના રાજીનામાએ સરકારના સબ સલામત અને સબકા સાથ સબકા વિકાસના સ્લોગનનો છેદ ઉડાડી દીધો છે.  સાથે સાથે સમગ્ર મામલે સરકાર અને સંગઠન ઉંઘતા ઝડપાયા છે.  જો કે સરકાર અને સંગઠનમા નેતાઓથી માંડીને કાર્યકર્તાઓની નારાજગી ચરમ સીમાએ છે.  જેનું સૌથી મોટુ કારણ કોંગ્રેસમાંથી ભાજપમાં રેડ કાર્પેટ સાથે બોલાવવામા આવતા નેતાઓ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પક્ષપલટો કરીને આવેલાં નેતાઓને માટે સરકાર અને સગઠનમાં મોટા હોદ્દાઓ પર ગોઠવવામા આવે છે.  સાથે સાથે સંગઠન હોય કે સરકાર જે રીતે નેતાઓનું ગ્રુપીઝમ ચાલે છે જે રીતે આંતરિક વિખવાદ થઇ રહ્યો છે.  એ તમામનુ પરિણામ હવે ભાજપની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યો છે. રૂપાણી સરકારમાં ખુદ ભાજપના MLAએ અધિકારીઓ તેમને સાંભળતા ન હોવાની ફરીયાદ સરકારમા કરી ચૂક્યા છે.  ખુદ સરકારના મંત્રીઓ પણ MLAની અવગણના કરતા હોવાની સતત વાત કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કેબિનેટની બેઠકમાં કુવરજી બાવળીયા હોય કે જયેશ રાદડીયા હોય પછી ડેપ્યુટી સીએમ નીતિન પટેલ હોય તેમને પણ પોતાના મત વિસ્તારના કામ ન થતા હોવાની નારાજગી CM સમક્ષ વ્યક્ત કરી છે.  જો કે અત્યાર સુઘી તમામ મુદ્દાઓ પર સરકાર હોય કે સંગઠન બંનેએ આંખ આડા કાન કર્યા છે. વડોદરાના સાવલી વિધાનસભાના ધારાસભ્ય કેતન ઈનામદારનું રાજીનામું એ ભાજપ માટે અર્લામ સમાન છે.  હાલમા તો સરકાર અને સંગઠન સમગ્ર મામલો થાળે પાડવા મથામણ કરી રહી છે.  પરંતુ આજની ઘટનાએ ભાજપનો આંતરીક કલહ કેટલી હદે ચરમ સીમાએ પહોંચ્યો છે એનું ઉદાહરણ છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article