AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં ભાજપને ફરી તમામ 26 બેઠકો જિતાડવા ઓમ માથુર ‘સ્પેશિયલ ઑન ડ્યુટી’, 9 બેઠકો પર કરી રહ્યા છે ડૅમેજ કંટ્રોલની કવાયત

ગુજરાત બીજેપીના પ્રદેશ પ્રભારી ઓમ માથુર આ વખતે સતત સાત દિવસના ગુજરાત પ્રવાસ ઉપર છે, સૂત્રોની માનીએ તેમણે ગુજરાતમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠકોનો દોર શરુ કર્યો છે. TV9 Gujarati   ઓમ માથુર તમામ લોકસભા સીટોમા આવતા વિધાનસભા સીટોની મુલાકાત લઇ રહ્યા છે, જ્યા પાર્ટીએ 2017ના વિધાનસભા ઇલેક્શનમાં નબળો પરફોરમંસ કર્યુ હતુ. ગુજરાતમાં ભાજપે લોકસભા […]

ગુજરાતમાં ભાજપને ફરી તમામ 26 બેઠકો જિતાડવા ઓમ માથુર ‘સ્પેશિયલ ઑન ડ્યુટી’, 9 બેઠકો પર કરી રહ્યા છે ડૅમેજ કંટ્રોલની કવાયત
Anil Kumar
| Edited By: | Updated on: Feb 18, 2019 | 9:54 AM
Share

ગુજરાત બીજેપીના પ્રદેશ પ્રભારી ઓમ માથુર આ વખતે સતત સાત દિવસના ગુજરાત પ્રવાસ ઉપર છે, સૂત્રોની માનીએ તેમણે ગુજરાતમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠકોનો દોર શરુ કર્યો છે.

TV9 Gujarati

ઓમ માથુર તમામ લોકસભા સીટોમા આવતા વિધાનસભા સીટોની મુલાકાત લઇ રહ્યા છે, જ્યા પાર્ટીએ 2017ના વિધાનસભા ઇલેક્શનમાં નબળો પરફોરમંસ કર્યુ હતુ. ગુજરાતમાં ભાજપે લોકસભા ચૂંટણી 2014માં તમામ 26 બેઠકો જીતી હતી. એટલે જ ઓમ માથુર લોકસભા ચૂંટણી 2019માં પુનઃ આ ટાર્ગેટ હાસલ થાય, તેની કવાયતમાં જોતરાયા છે. આ સાથે જ સિનિયર્સ અને જુનિયર નેતાઓની નારાજગી કેટલાક વિસ્તારોમાં છે, તો તેના ઉપર ડેમેજ કંટ્રોલ કરવાની કવાયત પણ સાથે ચાલી રહી છે, પાર્ટીને નવ લોકસભા સીટો ઉપર વધુ મહેનત કરવાની સલાહ હાલ બુથ સ્તરે આપવામાં આવી રહી છે, ત્યારે પાર્ટીને આ વખતે ડેમેજ કંટ્રોલ કરી શકે તેવા નેતાઓની અછતનો સમાનો કરી રહી છે.

ગુજરાતમાં 2014ના લોકસભા ઇલેક્શન પહેલા કોગ્રેસની ઓછામાં ઓછા દસથી 12 સીટો તો આવતી રહી છે, પણ 2014 પછી જ્યારથી નરેન્દ્રમોદીને સીએમમાંથી પીએમ બનાવવાની વાત શરુ ત્યારથી ગુજરાતમાં ગામડાઓથી લઇને શહેરોમાં બીજેપીને મત આપાયો, 2014 પછી બીજેપીએ ગુજરાતની 26 સીટો ઉપર કબ્જો જમાવી લીધો,અને 2019માં પણ ગુજરાતમાં લોકસભા ઇલેક્શન કોગ્રેસ સહિતના વિપક્ષ માટે આ ચક્રવ્યુહના સાત કોઠા સમાન સાબિત થશે તેવો બીજેપી નેતાઓના દાવાઓ છે.

હવે આ દાવાઓને ધરાશાહી ન થઇ જાય તેને ધ્યાનમાં રાખીને ગુજરાત બીજેપીના પ્રભારી ઓમ માથુર આઠવાડીયા માટે ખાસ અભિયાન ઉપર ગુજરાત આવ્યા છે. ઓમ માથુરને એ વાતનો અહેસાસ છે કે 2017ના વિધાનસભા પછી ગુજરાતમાં હવે સ્થિતિ બદલાઇ છે, કોગ્રેસ મજબુત થઇ છે,જેથી માત્ર આ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લહેરથી કામ નહી ચાલે. આ 10 બેઠકો ભાજપ માટે બની શકે છે પડકારજનક

બીજેપીએ હાલમાં જ પોતાના વિસ્તારોના માધ્યમથી અને પોતાની ભગની સંસ્થાઓના માધ્યમથી મળેલી ઇનપુટ મુજબ દસ સીટો એવી છે જ્યાં પાર્ટીને ઇચ્છિત સમફળતા નહી મળી શકે,જેમા અમરેલી, પાણટ, જુનાગઢ,સાબરકાઠા બનાસકાઠા કચ્છ આણંદ સુરેન્દ્રનગર વલસાણ અને મહેસાણા બેઠકમાં વિધાનસભા પ્રમાણે જોઇએ તો અનેક બુથો ઉપર બીજેપી મઇનસ રહી હતી જેથી હવે ઓમ માથુર 21 તારીખ સુધી પ્રવાસ કરશે અને બુથોને કાર્યકર્તાઓના માધ્યમથી મજબુત કરવાનો પ્રયાસ કરશે,

CM સહિત પ્રધાનોને સોંપાઈ જવાબદારી

બીજેપીએ હવે લોકસભા સીટોની જવાબદારી સ્થાનિક સંગઠનને તો કામે લગાડ્યા છે, તે સિવાય સાત સાત ધારાસભ્યોને એક લોકસભા સીટોની જવાબદારી સોપાઇ છે, સાથે કેબીનેટ કક્ષાના પ્રધાનોને બેથી ત્રણ લોકસભા સીટો, તો કુવરજી બાવળીયા અને સીએમને સમગ્ર સૌરાષ્ટ્રની જવાબદારી સોપાઇ છે, આ તમામ પ્રધાનો અને ધારાભ્યોને એટલુ કામ સોપાયુ છે કે તેઓ સરકાર અને સંગઠનના કાર્યક્રમોને જમીની હકીકત બનાવવમાં તાલમેલ રાખે, કારણ કે સરકાર અને સંગઠનના પ્રતિનિધિઓ વચ્ચે તાલમેલના અભાવ એક મોટી ફરિયાદ થાય છે, ત્યારે ઓમ માથુરે હવે સ્ટ્રીકલી તમામ સાસદો ધારાસભ્યો અને પ્રધાનોને પણ હવે કાર્યક્રમો દરમિયાન હાજર રહેવા સુચના આપી છે, જેનું વખતો વખત રિપોર્ટીંગ થાય તે પણ સુનિશ્ચિત કરવા આદેશ કરાયો છે,

નારાજ સીનિયર્સને મનાવવાની ઝુંબેશ

બીજેપી સુત્રોની માનીએ તો ઓમ માથુર પોતાના આ પ્રવાસ દરમિયાન જિલ્લા સ્તરના કાર્યકર્તાઓ,, પુર્વ સાસંદો, પુર્વ ધારાભ્યો,માજી જિલ્લા પ્રમુખો, સંધના વરિષ્ઠ કાર્યકર્તાઓ, સંધની ભગીની સંસ્થાઓના કાર્યકર્તાઓ સાથે પણ બેઠક કરી રહ્યાછે, તેમનો સંપર્ક કરીને કોરાણે મુકાઇ ચુકેલા તમામને લોકસભા ઇલેક્શન દરમિયાન મુખ્ય ટીમના લોકો સાથે જોડવાવા માટે મનાવી રહ્યા છે,જેથી બીજેપીનો રેકોર્ડ બ્રેક માર્જીનથી વિજય થઇ શકે,, કારણ કે વિધાનસભા ઇલેક્શનમા આવા તમામ નારાજ લોકો નિષ્ક્રિય રહેવાના કારણે પાર્ટીનો 150 સીટોનો લક્ષ્ય માત્ર 99 સુધી જ પહોચી શક્યો હતો, ત્યારે આ વખતે સીટો ઉપર માત્ર જીત નહી પણ રેકોર્ડ બ્રેક માર્જીનથી જીત મેળવાનો કાર્યકર્તાઓને અપાયો છે લક્ષ્ય, જેના માટે નારાજ અને વરિષ્ઠોને મનાવવાના થઇ રહ્યા છે પ્રયાસો,,

પાર્ટી પાસે હાલ નથી કોઈ ખેડુત નેતા કે ઠાકોર નેતા

બીજેપીની ગુજરાતમાં મુશ્કેલી એ છે કે પાર્ટી પાસે હાલ કોઇ ખેડુત નેતા નથી, જે ખેડુતો વચ્ચે જઇને તેમની નારાજગી દુર કરી શકે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં,, અને બીજેપીને અસલ પડકાર ગ્રામીણ વિસ્તારોમાંથી મળી રહી છે, તે સિવાયપાર્ટી પાસે અનેક સીટો જેમ કે બનાસકાઠા પાટણ અને સુરેન્દ્રનગરમાં પાર્ટી પાસે જાતિગત રીતે સેટ થાય તેવા કદ્દાવર નેતાઓની અછત છે, તો પાર્ટી પાસે હવે કોઇ પણ સમાજમાં જઇને ડેમેજ કંટ્રોલ કરી શકે તેવા નેતાઓનથી,જેઓ હાર્દીક પટેલ, જીગ્નેશમેવાણી અને અલ્પેશ ઠાકોર જેવા નેતાઓનુ સામનો કરી શકે, દેશભક્તિની અસર પૂર્ણ થશે પછી શુ તેના માટે પાર્ટીએ શરુ કરી તૈયારી

હાલ જે રીતે દેશમાં કાશ્મીરમા આતંકવાદી ગતિવિધિઓ ચાલી રહી છે,અને સીઆરપીએફ સહિત હવે આર્મીના જવાનો શહીદ થયા છે, ત્યારે દેશ સહિત ગુજરાતમા પણ દેશભક્તિની લહેર છે,ત્યારે એક વાત હકીકત છે, પાર્ટીના સિનિયર નેતાઓ માનતા થયા છે કે હવે સર્જીકટ સ્ટ્રાઇક કરવા કે પાકિસ્તાન ઉપર હુમલો કરવોએ જેટલી સરળતાથી બોલી શકાય છે તેટલુ સરળ નથી, જેથી થોડા દિવસોમાં આ મુદ્દો પણ શાંત પડી જશે તો તેના પછી શુ કરી શકાય કે પાર્ટી પ્રચારની રણનિતિ બનાવી રહી છે,,તમામ કાર્યક્રમોમાં શહીદો અને પાકિસ્તાન ઉપર પ્રહારો કરવાની રણનિતિ બનાવાઇ છે જેથી મતદારોમાં આ મુદ્દો જીવીત રાખવામાં આવશે,બાઇક રેલી અને ત્રિરંગા યાત્રાઓ કાઢવાની યોજના પણ છે.

[yop_poll id=1561]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">