પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ નથી આપી રહ્યાં તપાસમાં સહકાર, ED કરશે હાઈકોર્ટમાં અપીલ

મની લોન્ડરિંગ કેસમાં ઇડી દ્વારા સંભવીત ધરપકડ ટાળવા સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી અંગે કોર્ટ શું નિર્ણય લે છે તે પણ મહત્વનું છે. પરંતુ, ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે ભ્રષ્ટાચારના આરોપસર દેશમુખ વિરુદ્ધ સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆર રદ કરવાનો ઇનકાર કર્યો હતો.

પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ નથી આપી રહ્યાં તપાસમાં સહકાર, ED કરશે હાઈકોર્ટમાં અપીલ
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 7:31 PM

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(Enforcement Directorate- ED) આવતીકાલે (26 જુલાઈ, સોમવારે) સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે કે મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને કોઈ રાહત આપવામાં ના આવે.

સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે 26 જુલાઈ એ, ઇડી ઉચ્ચ અદાલતને જાણ કરશે કે અનિલ દેશમુખ અને તેમનો પરિવારને સમન્સ પાઠવવામાં  આવ્યા છે  છતાં પણ તેઓ તપાસમાં હાજર થતાં નથી. અનિલ દેશમુખને ત્રણ વાર સમન્સ પાઠવવામાં  આવ્યા છે, પરંતુ તેઓ એક વાર પણ હાજર થયાં નથી.

આ સાથે જ ઈડી એ પણ જાહેર કરશે કે, સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજેએ તલોજા જેલમાં નોંધાયેલા નિવેદનમાં એ પુષ્ટિ આપી છે કે તેમણે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન વતી પૈસા એકઠાં કર્યા હતા.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ઇડીએ ગેરકાયદેસર આવક તરીકે અનિલ દેશમુખ અને તેના પરિવારની કુલ 4.7 કરોડની સંપત્તિ શોધી કાઢી છે. ઈડી કોર્ટને જણાવશે કે,  બાર માલીકો પાસેથી જબરજસ્તીથી વસુલવામાં આવેલા નાણાંને ખોટી અને ઉભી કરેલી મોટી કંપનીઓને આપવામાં આવ્યા અને પછી નાગપુર સ્થિત એક ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરાયા હતાં.

આવી પરિસ્થિતિમાં ઇડી કોર્ટને અપીલ કરશે કે દેશમુખ અથવા તેના પરિવારને કોઈ રાહત ન આપવામાં આવે.

ઈડી દ્વારા સંભવિત ધરપકડ ટાળવા અનિલ દેશમુખ પહોચ્યાં કોર્ટ

આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે ત્રણ અઠવાડિયા પહેલા ઇડી દ્વારા સંભવિત ધરપકડ ટાળવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

તેણે મની લોન્ડરિંગ કેસમાં તેમની વિરુદ્ધ ચાલી રહેલી તપાસમાં કોઈપણ કાર્યવાહીને રોકવા અદાલતને વિનંતી કરી હતી. ઇડીએ દેશમુખને ત્રણ વખત પૂછપરછ માટે બોલાવ્યા હતા પરંતુ દેશમુખે તેની તબિયતનું બહાનું આપીને તે ટાળી હતી.

કોર્ટે મહારાષ્ટ્ર સરકારે કરેલી બીજી અપીલ અંગે નિર્ણય લેવાનો છે. સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆરમાંથી મહારાષ્ટ્ર સરકારે બે ફકરાઓને દૂર કરવાની અપીલ કરી છે. સરકારનું માનવું છે કે સરકારને અસ્થિર કરવાના હેતુથી આ ફકરા ઉમેરવામાં આવ્યા છે. આ એફઆઈઆર પછી અનિલ દેશમુખે નૈતિક કારણોસર મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું.

આ પછી, બોમ્બે હાઈકોર્ટે પરબીરસિંહે આરોપ લગાવેલા 100 કરોડ રૂપિયાની ખંડણી કેસની પ્રાથમિક તપાસ કર્યા બાદ સીબીઆઈને યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો. સીબીઆઈએ અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધી.

અગાઉ હાઇકોર્ટે સીબીઆઈ(CBI) દ્વારા દાખલ એફઆઈઆર(FIR) રદ કરવાનો કર્યો હતો ઇનકાર 

મની લોન્ડરિંગ કેસમાં ઇડી દ્વારા સંભવીત ધરપકડ ટાળવા સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી અંગે કોર્ટ શું નિર્ણય લે છે તે પણ મહત્વનું છે. પરંતુ, ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે ભ્રષ્ટાચારના આરોપસર દેશમુખ વિરુદ્ધ સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆર રદ કરવાનો ઇનકાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, દેશમુખે કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં તેમની ઉપર ચાલી રહેલી સીબીઆઈ તપાસને રદ કરવાની માંગ કરી છે.

હાઈકોર્ટે અપીલ દાખલ કરવા માટે સમય આપવા માટે ચુકાદા પર રોક લગાવવાની દેશમુખની વિનંતી પણ ફગાવી દીધી હતી. દેશમુખે એવી દલીલ પણ કરી હતી કે તેમની વિરુદ્ધ ચાલી રહેલી સીબીઆઈ તપાસ ગેરકાયદેસર છે કારણ કે કેન્દ્રીય એજન્સીએ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે મહારાષ્ટ્ર સરકારની પૂર્વ મંજૂરી લીધી ન હતી.

મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે દેશમુખ ઉપર ભ્રષ્ટાચારના આરોપો બાદ વકીલ જયશ્રી પાટિલની ફરિયાદ પરથી તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Budget 1991: 30 વર્ષ પહેલા ભારત સરકારે મહત્વનો નિર્ણય લીધો અને દેશના અર્થતંત્રને આપ્યો હતો આર્થિક વેગ

Latest News Updates

આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">