CM ભૂપેન્દ્ર પટેલ સહિત 25 સભ્યોના મંત્રીમંડળની રચના, 10 કેબિનેટ, 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રીએ લીધા શપથ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ રાજભવન ખાતે યોજાઈ હતી. જેમાં નો-રીપિટ થીયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યું છે. જેઓએ આજે શપથ લીધા.
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ 1.30 કલાકે રાજભવન ખાતે યોજાઈ હતી. જેમાં નો-રીપિટ થીયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રીપદ સોંપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળનું કદ કુલ 25નું રાખવામાં આવ્યું છે. જેમા 10 કેબિનેટ કક્ષાના મંત્રી અને 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રી તરીકે રાખવામાં આવ્યા છે. મંત્રીમંડળની રચના બાદ સાંજે 4:30 વાગે મંત્રીમંડળની પ્રથમ બેઠક મળશે. જેમા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલે રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના 10 અને રાજ્ય કક્ષાનાસ્વતંત્ર હવાલો ધરાવતા 5 અને રાજ્ય કક્ષાના 9 પદનામિત મંત્રીઓને પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં.
રાજેન્દ્ર ત્રિવદી, જીતુ વાધાણી, રાધવજી પટેલ, ઋષિકેશ પટેલ અને પૂર્ણેશ મોદી કેબિનેટકક્ષાના પ્રધાન તરીકે હોદ્દા અને ગુપ્તતાના લીધા શપથ. ત્યાર બાદ, કનુભાઈ દેસાઈ, કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, પ્રદિપ પરમાર, અર્જૂનસિંહ ચૌહાણે લીધા પ્રધાનપદના શપથ. ત્યાર બાદ હર્ષ સંધવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનિષા વકિલે રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા.
ત્યાર બાદ, મુકેશ પટેલ, નિમિષા સુથાર, અરવિંદ રૈયાણી, કુબેર ડિંડોળ, કિર્તીસિંહ વાઘેલાએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા. ગજેન્દ્ર પરમાર, રાધવ મકવાણા, વિનોદ મોરડીયા, દેવા માલમે પણ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા.
10 + 1 કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઘાટલોડિયા (મુખ્યમંત્રી) રાજેન્દ્ર ત્રિવેદી, રાવપુરા જીતુ વાઘાણી, ભાવનગર પશ્ચિમ ઋષિકેશ પટેલ, વીસનગર પૂર્ણેશ મોદી, સુરત પશ્ચિમ રાઘવજી પટેલ, જામગનર ગ્રામ્ય કનુભાઇ દેસાઈ, પારડી કિરીટસિંહ રાણા, લીંબડી નરેશ પટેલ, ગણદેવી પ્રદીપ પરમાર, અસારવા અર્જુનસિંહ ચૌહાણ, મહેમદાવાદ
5 રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) હર્ષ સંઘવી, મજૂરા જગદીશ પંચાલ, નિકોલ બ્રિજેશ મેરજા, મોરબી જીતુ ચૌધરી, કપરાડા મનીષા વકીલ, વડોદરા
9 રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ, ઓલપાડ નિમિષાબેન સુથાર, મોરવા હડફ અરવિંદ રૈયાણી, રાજકોટ કુબેરસિંહ ડિંડોર, સંતરામપુર કીર્તિસિંહ વાઘેલા, કાંકરેજ ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ આર. સી. મકવાણા, મહુવા વીનુ મોરડિયા, કતારગામ દેવા માલમ, કેશોદ
આ શપથગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ભાજપાના રાષ્ટ્રીય અગ્રણી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય અગ્રણી બી. એલ. સંતોષ, ગુજરાત વિધાનસભાના પ્રોટેમ્પ સ્પીકર ડૉ. નીમાબેન આચાર્ય, પૂર્વ મંત્રીઓ દંડક પંકજભાઇ દેસાઈ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવો, પોલીસ મહાનિદેશક તેમજ ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય સચિવ પંકજકુમારે આ શપથવિધિ સમારોહનું સંચાલન કર્યું હતું.