રાજીવ બેનર્જી સહિત અન્ય પૂર્વ TMC નેતા ભાજપમાં સામેલ, ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત

|

Jan 31, 2021 | 12:04 AM

કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shahનો પશ્ચિમ બંગાળ પ્રવાસ ભલે રદ થયો હતો. પરંતુ દિલ્હીમાં બેસીને પણ તેમણે પોતાના દાવથી મમતા બેનર્જીને એક વાર ફરી આંચકો આપી દીધો છે.

રાજીવ બેનર્જી સહિત અન્ય પૂર્વ TMC નેતા ભાજપમાં સામેલ, ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત

Follow us on

કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shahનો પશ્ચિમ બંગાળ પ્રવાસ ભલે રદ થયો હતો. પરંતુ દિલ્હીમાં બેસીને પણ તેમણે પોતાના દાવથી મમતા બેનર્જીને એક વાર ફરી આંચકો આપી દીધો છે. જેમાં કોલકત્તાથી વિશેષ ફ્લાઈટથી દિલ્હી પહોંચેલા ટીએમસીના ત્રણ બાગી ધારાસભ્યો સહિત પાંચ નેતા ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપમાં સામેલ થયા હતા. તેમજ આ તમામ પાંચ નેતા રવિવારે હાવડામાં સ્મૃતિ ઈરાનીની રેલીમાં મંચ પર જોવા મળશે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

અમિત શાહ 30 અને 31 જાન્યુઆરીના રોજ પશ્ચિમ બંગાળના પ્રવાસે જવાના હતા. આ દરમ્યાનના ટીએમસી સરકારમાંથી મંત્રીપદેથી રાજીનામું આપી ચુકેલા રાજીવ બેનર્જી સહિત પાંચ નેતાઓ ભાજપમાં સામેલ થવાના હતા. પરંતુ દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ અને ખેડૂત આંદોલનના પગલે ગૃહમંત્રી અમિત શાહે આખરી સમયે પોતાનો પ્રવાસ રદ કરી દીધો હતો. તેમ છતાં આ પાંચ નેતાને દિલ્હી બોલાવીને તેમણે ભાજપમાં જોઈન કરાવવામાં આવ્યા હતા.

 

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યના પ્રભારી કૈલાસ વિજયવર્ગીય અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોય ટીએમસીના પાંચ નેતાઓને કોલક્ત્તાથી સાંજે ચાર વાગ્યે વિશેષ ફલાઈટમાં લઈને દિલ્હી પહોંચ્યા હતા. તેની બાદ તમામ નેતા ગૃહમંત્રી અમિત શાહના નિવાસે ગયા હતા અને ભાજપમાં સામેલ થયા હતા. આ નેતાઓમાં મમતા સરકારના મંત્રી પદ પરથી રાજીનામું આપનારા ધારાસભ્ય, રાજીવ બેનર્જી, પ્રવીર ધોષાલ અને વૈશાલી ડાલમિયા મુખ્ય છે. જ્યારે હાવડાના પૂર્વ મેયર રથીન ચક્રવર્તી અને પાર્થસારથી પણ ભાજપમાં સામેલ થયા હતા.

 

આ પણ વાંચો: Farmers Protest: હરિયાણાના 17 જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા પર રવિવાર સાંજ સુધી પ્રતિબંધ

Next Article