Farmers Protest: હરિયાણાના 17 જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા પર રવિવાર સાંજ સુધી પ્રતિબંધ

હરિયાણા (Haryana) સરકારે રાજ્યના 17 જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધને વધારીને 31 જાન્યુઆરી સાંજે 5 વાગ્યા સુધી વધારી દીધો છે.

Farmers Protest: હરિયાણાના 17 જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા પર રવિવાર સાંજ સુધી પ્રતિબંધ

હરિયાણા (Haryana) સરકારે રાજ્યના 17 જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધને વધારીને 31 જાન્યુઆરી સાંજે 5 વાગ્યા સુધી વધારી દીધો છે. Haryana સરકારનું આ પગલું શાંતિ અને કાયદો વ્યવસ્થાને સ્થિતિને જાળવી રાખવા માટે લીધું છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓ વિરૂદ્ધ છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા આંદોલનમાં ગત સપ્તાહથી હિંસાની ઘટનાઓ સામે આવી છે.

 

એક સત્તાવાર નિવેદન મુજબ સરકારે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ અંબાલા, યમુનાનગર, કુરુક્ષેત્ર,કરનાલ, કૈથલ, પાનીપત, હિસાર, જિંદ, રોહતક, ભીવાની, ચરખી, દાદરી, ફતેહાબાદ, રેવાડી, સિરસા, સોનીપત અને પલવલ જિલ્લામાં વધારવામાં આવ્યો છે. નિવેદનમાં જણાવ્યા અનુસાર આ તત્કાલ પ્રભાવથી લાગુ કરવામાં આવશે. આ આદેશનો ભંગ કરનારા વ્યકિત સામે કાયદા મુજબ કડક કાયર્વાહી કરવામાં આવશે. વિપક્ષ કોંગ્રેસે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ રદ કરવાના સરકારના નિર્ણયની આલોચના કરી હતી.

 

ઉલ્લેખનીય છે કે હરિયાણા સરકારે ગણતંત્ર દિવસ પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમ્યાન દિલ્હીમાં હિંસા બાદ મંગળવારે હરિયાણાના અનેક જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. જેનો વ્યાપ વધારીને 14 જિલ્લા સુધી વધારી દેવામાં આવ્યો હતો, જે હાલ વધારીને 17 જિલ્લામાં લાગુ કરવામાં આવ્યો છે. હરિયાણામાં કુલ 22 જિલ્લા છે.

 

આ પણ વાંચો: રાજકોટ મનપાની ભરતીમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો, 122 જગ્યાઓ માટે 30 હજાર ફોર્મ ભરાયા

Click on your DTH Provider to Add TV9 Gujarati