પ્રિયંકા ગાંધીને કેમ ‘ભૈયાજી’ કહીને બોલાવાય છે? ક્યારે પહેલી વખત પ્રિયંકા જાહેર મંચ પર દેખાયા હતા? પ્રિયંકા ગાંધી વિશે આ વાતો નહીં ખબર હોય તમને…
વર્ષ 1988. ઈન્દિરા ગાંધીની હત્યાને 4 વર્ષ થઈ ચૂક્યા હતા અને ત્યારે જ એક મંચ પર લોકોએ પ્રિયંકા ગાંધીને જોયા. ત્યારે પ્રિયંકાની ઉંમર હતી માત્ર 16 વર્ષ. આ પ્રિયંકાનું સૌપ્રથમ સાર્વજનિક ભાષણ હતું. આ ભાષણ બાદ 31 વર્ષ સુી કોંગ્રેસ સમર્થકો અવારનવાર જે માગ ઉઠાવતા રહ્યાં તે હવે પૂરી થઈ છે. પ્રિયંકા ગાંધી સક્રિય રાજકારણમાં […]

વર્ષ 1988.
ઈન્દિરા ગાંધીની હત્યાને 4 વર્ષ થઈ ચૂક્યા હતા અને ત્યારે જ એક મંચ પર લોકોએ પ્રિયંકા ગાંધીને જોયા.
ત્યારે પ્રિયંકાની ઉંમર હતી માત્ર 16 વર્ષ. આ પ્રિયંકાનું સૌપ્રથમ સાર્વજનિક ભાષણ હતું. આ ભાષણ બાદ 31 વર્ષ સુી કોંગ્રેસ સમર્થકો અવારનવાર જે માગ ઉઠાવતા રહ્યાં તે હવે પૂરી થઈ છે. પ્રિયંકા ગાંધી સક્રિય રાજકારણમાં પ્રવેશી રહ્યાં છે. લોકસભા ચૂંટણી પહેલા પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવીને પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપાઈ છે.
જોકે 2014ની ચૂંટણી પહેલા પણ એમ મનાઈ રહ્યું હતું કે આ પ્રિયંકા વારાણસીથી ચૂંટણી લજશે. પરંતુ મોદી વિરૂદ્ધ લડવામાં જોખમ જોઈને આ નિર્ણય પર મહોર ન લગાવાઈ.
ગયા વર્ષે જ્યારે સોનિયા ગાંધીને પણ પ્રિયંકાના સક્રિય રાજકારણમાં પ્રવેશ અંગે પૂછાયું તો તેમણે પણ જવાબ આપ્યો હતો કે તે નિર્ણય પ્રિયંકા જ લેશે.
પ્રિયંકાને લોકો પ્રેમથી કહે છે ‘ભૈયાજી’
પ્રિયંકા ગાંધી જ્યારે નાના હતા ત્યારે પિતા રાજીવ અને સોનિયા સાથે રાયબરેલી જતા ત્યારે તેમના વાળ હંમેશાં નાના જ રહેતા. અમેઠી અને રાયબરેલીની મુલાકાત દરમિયાન ત્યાંના લોકો રાહુલની જેમ પ્રિયંકાને પણ ભૈયા જ બોલાવતા હતા. અને થોડા વર્ષોમાં તે બદલાઈને ભૈયાજી થઈ ગયું.
ઉત્તર પ્રદેશમાં પ્રિયંકાની લોકપ્રિયતાને તમે એમ સમજો કે લોકો તેમને ઘણાં જ પસંદ કરે છે. તેનું એક મુખ્ય કારણ છે પ્રિયંકાની હેરસ્ટાઈલ, કપડાની પસંદગી અને વાત કરવાની રીતમાં ઈન્દિરા ગાંધીની છાપ જોવા મળવી.
પ્રિયંકા જ્યારે પણ યૂપીની મુલાકાત લે છે ત્યારે તેમના દિવસની શરૂઆત સવારે 6 વાગ્યે થઈ જાય છે. ટ્રેડમિલ પર થોડી મહેનત કર્યા બાદ પ્રિયંકા યોગ કરે છે.
કહેવાય ચે કે જ્યારે પ્રિયંકા યૂપીની મુલાકાત પર હોય છે ત્યારે તે રોટલી કે પરાઠાની સાથે શાક અને દાળ ખાવાનું પસંદ કરે છે અને સાથે કેરી કે લીંબુનું અથાણું. જોકે પ્રિયંકા અને તેમના પતિ રૉબર્ટ વાડ્રાને મોઘલાઈ ભોજન ઘણું પસંદ છે.
પ્રિયંકાએ ચૂંટણી પ્રચાર વર્ષ 2004માં શરૂ કર્યો હતો. ત્યારે પ્રિયંકા એક મહેમાનની જેમ જ રાયબરેલી નિવાસી રમેશ બહાદુર સિંહના ઘરે એક મહિના સુધી રહ્યાં હતા.
આ અંગે રમેશે મીડિયામાં કહ્યું હતું કે,
“પ્રિયંકા પ્રચાર માટે એકલા જ જતા અને મોડી રાત્રે પરત ફરતા. બંને બાળકો ઘરે આયા સાથે રહેતા. એક દિવસ જ્યારે તેઓ જલ્દી પાછા આવી ગયા ત્યારે મને કહ્યું કે બાળકોને રિક્ષાની સફર કરાવી છે એટલે શું 2 રીક્ષાઓ મળી શકે. જેમ રીક્ષા આવી તેમ તરત બાળકો સાથે એક રીક્ષામાં સવાર થઈ બહાર જતા રહ્યા અને એસપીજીવાળા પાછળ ભાગ્યા. અડધા કલાક પછી તે પરત આવ્યા અને રીક્ષાવાળાને 50 રપિયાની નોટ આપી હસતા હસતા અંદર આવી ગયા.”
24 અકબર રોડ પુસ્તક લખનારા રશીદ કિદવઈએ પ્રિયંકાની કોંગ્રેસમાં જરૂરિયાતની એક રસપ્રદ વાત કહે છે,
વર્ષ 2004ની ચૂંટણી વખતે અંદાજો આવી ગયો કે કોંગ્રેસની હાલત ખરાબ છે. પાર્ટીએ એક પ્રોફેશનલ એજન્સીની સેવા લીધી તેમણે તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને કહ્યું કે તેઓ એકલા જ ભાજપના મોટા નેતા અને તત્કાલિન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને ટક્કર નહીં આપી શકે.
ત્યારબાદ રાહુલ ગાંઘી બ્રિટનની પોતાની નોકરી છોડીને સક્રિય રાજકારણમાં જોડાયા. આ ચૂંટણીના જ્યારે પરિણામો આવવાના શરૂ થયા ત્યારે અમેઠીમાં ટીવી જોઈ રહેલા પ્રિયંકાના ચહેરા પર સ્માઈલ દર 10 મિનિટે વધી રહી હતી. એકાએક પ્રિયંકા બોલી ઉઠી, ‘મમ્મી હેઝ ડન ઈટ…’.
રશીદ વધુમાં કહે છે કે આ એજન્સીની સલાહ ફરી સોનિયાએ માગી. ત્યારે જે સલાહ મળી તે હતી કે જોરદાર વાપી માટે રાહુલ અને પ્રિયંકાની સંયુક્ત જોડીની જરૂરિયાત હશે.
જ્યારે પ્રિયંકા 10 મિનિટ સુધી નેતાઓને વઢતા રહ્યા
વર્ષ 2012.
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી હતી. પ્રિયંકા રાયબરેલીની બછરાવા સીટ પર પ્રચાર કરી રહ્યાં હતા.
એક ગામમાં તેમના સ્વાગત માટે અહીંના સૌથી મોટા કોંગ્રેસી નેતા અને પૂર્વ ધારાસભ્ય ઉભા રહેલા દેખાયા. પ્રિયંકાના ચહેરા પરના હાવભાવ બદલાયા, ગાડીમાં બેઠેલા લોકોને ઉતરવાનું કહ્યું અને એ નેતાને ગાડીમાં બેસાડ્યા.
પોતાની આગળની સીટ પરથી પાછળ ફરીને ગુસ્સામાં લાલચોળ થયેલી પ્રિયંકાએ એ નેતાને 10 મિનિટ સુધી વઢ્યા અને કહ્યું કે હવેથી મારા સુધી આવી કોઈ વાત પહોંચવી ન જોઈએ. મને બધી ખબર છે. હવે ગાડીથી હસતા હસતા નીચે ઉતરો.
ત્યારબાદ પાર્ટી કાર્યકર્તાઓની એક બેઠક થઈ. આ દરમિયાન મીટિંગ રોકીને એક સ્થાનિક નેતાને પ્રિયંકાએ પાછળ બોલાવીને એક રૂમમાં લઈ ગયા. 5 મિનિટ બાદ જ્યારે તેઓ રૂમની બહાર આવ્યા તો તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા.
થોડા મહિનાઓ બાદ પ્રિયંકા ગાંધીએ ટિકિટની વહેંચણી કરીત વખતે કૉર બેઠકમાં આ નેતાનો અભિપ્રાય ધ્યાનપૂર્વક સાંભળ્યો હતો.
પ્રિયંકા ગાંધીની સફર પર એક નજર
12 જાન્યુઆરી, 1972ના રોજ જન્મ
મોડર્ન સ્કૂલમાં ભણતર
દિલ્હી યૂનિવર્સિટીમાં જીસસ એન્ડ મેરી કોલેજથી મનોવિજ્ઞાનનું ભણતર
1997માં બિઝનેસમેન રૉબર્ટ વાાડ્રા સાથે લગ્ન
2004માં સોનિયા ગાંધી માટે પ્રચાર
પ્રિયંકા ગાંધીને 2 બાળકો છે, એક દીકરો અને એક દીકરી
[yop_poll id=770]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]