સમજો EVMની કામ કરવાની સંપૂર્ણ સિસ્ટમ અને જાણો કેમ તેને હૅક નથી કરી શકાતું

અમેરિકી સાઈબર એક્સપર્ટ સૈયદ શુજાએ સોમવારે લંડનમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ને લઈને ઘણાં સનસનીખેજ દાવાઓ કર્યા. શુજાએ દાવો કર્યો કે 2014 લોકસભા ચૂંટણીમાં ઈવીએમ હેક કરવામાં આવ્યું અને તેના જ આધારે ભાજપની જીત થઈ. બીજી બાજુ ભારત ચૂંટણી આયોગનું કહેવું છે કે તેઓ જે ઈવીએમનો ઉપયોહ કરે છે તે સંપૂર્ણ રીતે સુરક્ષિત […]

સમજો EVMની કામ કરવાની સંપૂર્ણ સિસ્ટમ અને જાણો કેમ તેને હૅક નથી કરી શકાતું
Follow Us:
| Updated on: Jan 22, 2019 | 10:46 AM

અમેરિકી સાઈબર એક્સપર્ટ સૈયદ શુજાએ સોમવારે લંડનમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ને લઈને ઘણાં સનસનીખેજ દાવાઓ કર્યા. શુજાએ દાવો કર્યો કે 2014 લોકસભા ચૂંટણીમાં ઈવીએમ હેક કરવામાં આવ્યું અને તેના જ આધારે ભાજપની જીત થઈ.

બીજી બાજુ ભારત ચૂંટણી આયોગનું કહેવું છે કે તેઓ જે ઈવીએમનો ઉપયોહ કરે છે તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. પરંતુ હેકરના વાદાઓથી ભાજપ વિરોધી દળ સક્રિય થઈ ગયા છે. ખાસ કરીને જેઓ લાંબા સમયથી ઈવીએમ પર સવાલ ઉઠાવી રહ્યાં હતા.

19 જન્યુઆરીને પશ્વિમ બંગાળમાં મમતા બેનર્જીએ કરેલી રેલીમાં જમ્મૂ-કશ્મીરના પૂર્વ સીએન ફારૂક અબ્દુલ્લાએ ઈવીએમને ચોર મશીન કરહ્યું. તો આ દરમિયાન હેકરના વાદાઓથી સામાન્ય મતદાતાઓના મનમાં પણ સવાલ ઉઠી રહ્યાં છે કેશું ખરેખર ઈલેક્શન કમિશનના ઈવીએમને હેક કરવામાં આવ્યા હતા.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

સતત હારનો સામનો કરી રહેલા દળ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં છેડછાડ અને હેકિંગના ઓરોપ લગાવીને ઈલેક્શન કમિશન પર ઘણાં સવાલો ઉઠાવી રહ્યાં છે. આમ આદમી પાર્ટીએ તો દિલ્હી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને દાવો કર્યો કે ઈવીએમની છેડછાડ શક્ય છે. ત્યારે પણ ચૂંટણી આયોગે પોતાના એક નિવેદનમાં કહ્યું કે આ શક્ય જ નથી.

હાલ, લંડન ઈવીએમ હેકેથોનમાં એમેરિકી હેકરના દાવાઓ બાદ 2019ની લોકસભા ચૂંટણીમાં ઈવીએમ હટાવીને બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માગે જોર પકડ્યું છે. બીજી બાજુ ચૂંટણી આયોદે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ઈવીએમ ફૂલપ્રૂફ છે અને તેને ટેમ્પર ન કરી શકાય. આયોગ તપાસી રહ્યું છે કે શું લંડનમાં આયોજિત આ કાર્યક્રમમાં કોઈ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરી શકાય કે નહીં.

EVMની સુરક્ષા વિશેષતાઓ

ઈલેક્શન કમિશન પ્રમાણે ઈવીએમ કમ્પ્યૂટર નિયંત્રિત નથી, તે પોતે જ સ્વતંત્ર મશીન છે. તે ઈન્ટરનેટ કે કોઈ અન્ય નેટવર્ક સાથે કોઈ પણ સમયે કનેક્ટેડડ નથી હોતું. એટલે જ કોઈ રિમોટ ડિવાઈસ દ્વારા ઈવીએમને હેક કરવાની કોઈ શક્યતા નથી.

વધુમાં આયોગે કહ્યું કે ઈવીએમમાં કોઈ વાયરલેસ કે કોઈ પણ બહારના હાર્ડવેર પોર્ટ માટે કોઈ ફ્રીકવન્સી રિસીવર નથી. એટલે હાર્ડવેર પોર્ટ, વાયરલેસ, વાઈફાઈ કે બ્લુટૂથ ડિવાઈસના માધ્યમથી કોઈ પ્રકારનું ટેમ્પરિંગ કે છેડછાડ શક્ય નથી.

EVMની ABCD

  • દેશમાં ભારત ઈલેક્ટ્રોનિંક લિમિટેડ અને ઈલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જ EVM બનાવે છે. 
  • EVM મુખ્યત્વે 2 ભાગમાં વહેંચાયેલું હોય છે. એક તો કન્ટ્રોલ યુનિટ અને બીજું બેલેટ યુનિટ.
  • પસંદ કરાયેલા ચોક્કસ એન્જિનિયર્સ જ તેનો સ્ત્રોત કૉડ જાણે છે. બાકી સૌ લોકોથી તે ખાનગી રખાય છે.
  • 1 મશીન માત્ર 15 વર્ષ ઉપયોગમાં લેવાય છે. 2001 સુધીના તમામ મશીન્સ બંધ થઈ ગયા છે.
  • 2013 બાદ બનેલા મશીન, જાતે જ કાર્યરત નથી થતા.
  • કોઈ પણ વાયરલેસ ડિવાઈસ દ્વારા EVM સાથે છેડછાડ નથી થઈ શકતી.
  • દરેક મતને પ્રિન્ટ કરવા માટે બેલેટ મશીનમાં ઘડિયાળ લગાવવામાં આવે છે.
  • કન્ટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ માત્ર એન્ક્રિપ્ટેડ કે ડાયનામિકલી કૉડેડ ડેટા જ સ્વીકારવામાં આવે છે. સીયૂ દ્વારા કોઈ પણ પ્રકારનો ડેટા નથી સ્વીકારાતો.

ચૂંટણી આયોગ પ્રમાણે, પબ્લિક સેક્ટરની બે કંપનીઓ ભારત ઈલેક્ટ્રોનિંક્સ લિમિટેડ બેંગાલૂરુંમાં તેમજ ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, હૈદરાબાદમાં આ મશીન બનાવે છે.

તેના સોફ્ટવેર પ્રોગ્રામ કૉડ આ બંને કંપનીઓ આંતરિક રૂપે તૈયાર કરે છે. તેને આઉટસોર્સ નથી કરાતા. પ્રોગ્રામને મશીન કૉડમાં કન્વર્ટ કરવામાં આવે છે. ત્યારબાદ જ વિદેશોની ચીપ મેન્યૂફેક્ચરરને આપવામાં આવે છે કારણ કે આપણા દેશમાં આંતરિક સેમીકંડક્ટર માઈક્રોચિપ બનાવવાની ક્ષમતા નથી.

દરેક માઈક્રોચીપ પાસે મેમરીમાં એક ઓળખ સંખ્યા હોય છે. તેના પર નિર્માણ કરનારના ડિજિટલ હસ્તાક્ષર હોય છે. માઈક્રોચીપ હટાવવાના કોઈ પણ પ્રયાસને માલૂમ કરી શકાય છે. સાથે જ ઈવીએમને નિષ્ક્રિય પણ બનાવી શકાય છે.

ત્યારે હવે એવા સવાલ પણ ઉઠી રહ્યાં છે કે શું ઈવીએમ નિર્માણ કરતા લોકો તેમાં કોઈ હેરાફેરી કરી શકે છે કે નહીં. તેના પર આયોગનું કહેવું છે કે આમ થવું સંભવ નથી. સોફ્ટવેરની સુરક્ષા વિશે નિર્માણના સ્તર પર સખત સુરક્ષા પ્રોટોકોલ છે.

નિર્માણ બાદ ઈવીએમને કોઈ પણ રાજ્ય કે રાજ્યના કોઈ પણ જિલ્લામાં મોકલી શકાય છે. નિર્માતા એ સ્થિતિમાં ન હોઈ શકે કે કયો ઉમેદવાર કયા વર્ષે કઈ સીટથી ચૂંટણી લડશે અને બેલેટ યુનિટમાં સિક્વન્સ શું હશે.

દરેક ઈવીએમનો હોય છે એક સીરિયલ નંબર

ચૂંટણી આયોગે કહ્યું કે દરેક ઈવીએમનો એક સીરિયલ નંબર હોય છે. ચૂંટણી આયોગ ઈવીએમ-ટ્રેકિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરીને પોતાના ડેટા બેઝથી એ માલૂમ કરી શકે છે કયું ઈવીએમ મશીન ક્યાં છે. એટલે તેમાં ગરબડ થવાની કોઈ સંભાવના નથી.

VVPAT

ઈવીએમની વિશ્વસનીયતા જાળવી રાખવા આયોગ વીવીપેટ (વોટર વેરાફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ એટલે કે વીવીપેટ) મશીનની મદદ લઈ રહ્યું છે. ઈવીએમ પર ઉઠી રહેલા સવાલોએ જ વીવીપેટને જન્મ આપ્યો છે. તેને ઈવીએમ મશીન સાથે જોડવામાં આવે છે. વીવીપેટ વ્યવસ્થા અંતર્ગત વોટ આપ્યા બાદ તરત કાગળની એક ચબરખી તૈયાર થાય છે. તેના પર જે ઉમેદવારને વોટ અપાયો છે તેનું નામ, અને ચૂંટણી ચિહ્ન છુપાયેલું હોય છે. આ વ્યવસ્થા એટલે છે કારણ કે જો ક્યારેય કોઈ વિવાદ સર્જાય તો ઈવીએમમાં પડેલા વોટ્સની સાથે આ ચબરખીઓને મેળવીને ચેક કરી શકાય.

કેવી રીતે કામ કરે છે VVPAT?

  • વૉટર વેરીફાએબલ પેપર ઑડિટ છે આખું નામ
  • આ મતદાતાઓની ચૂંટણીનો રેકોર્ડ રાખે છે.
  • કોઈ પણ વિવાદ સમયે ઈવીએમ અને VVPATની કાગળની ચબરખીને મેળવી શકાય.
  • BEL અને ECILએ આ મીશનને 2013માં ડિઝાઈન કર્યું હતું.
  • ઈવીએમ સ્ક્રીન પર 7 સેકન્ડમા ંદેખાય છે ચબરખી.
  • VVPATનો સૌથી પહેલો ઉપયોગ નાગાલેન્ડ ચૂંટણી, 2013ના સમયે થયો.

શું કહેવું છે ભાજપનું?

ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું છે કે ઈવીએમ દરેક કસોટી પર ખરું ઉતર્યું છે. 10 વર્ષ સુધી કોંગ્રેસે દેશ પર રાજ કર્યું ત્યારે પણ ઈવીએમથી ચૂંટણી યોજાઈ હતી. અત્યારે 3 રાજ્યોમાં કોંગ્રેસે ચૂંટણી જીતી ત્યારે પણ આ જ ઈવીએમનો ઉપયોગ થયો. કોંગ્રેસના મગજને દેશદ્રોહી તાકાતે હેક કરી લીધું છે. દેશમાં કોઈ વાત સાંભળવાવાળું ન મળ્યું તો લંડન પહોંચી ગયા. કપિલ સિબ્બલને જાણીજોઈને રાહુલ, સોનિયા ગાંધીએ મોકલ્યા હશે.

કોંગ્રેસે શું માગ કરી?

કોંગ્રેસ નેતા અભિષેક મનુ સંઘવીનું કહેવું છે કે તમામ દાળ ઈવીએમ પર ચિંતિત છે. એટલે જ અમે બેલેટ પેપરની માગ કરીએ છીએ. વિશ્વમાં બહુ ઓછા દેશો છે જે આજે ઈવીએમનો ઉપયોગ કરે છે. આ પ્રકારની ચૂંટણી પરથી વિશ્વાસ ઓછો થયો છે, 50 ટકા કેસમાં સેમ્પલ ચેકની જરૂર છે.

પેપર પર ચૂંટણી થવાથી પરિણામમાં વાર લાગશે પરંતુ લોકતંત્ર પર જે સવાલ ઉઠી રહ્યાં છે તે શું યોગ્ય છે. ઈવીએમથી જોડાયેલી શંકા-કુશંકાઓનો ખાતમો બોલાવવા ચૂંટણી આયોગ આગામી લોકસભા ચૂંટણીમાં 50 ટકા વીવીપેટ ચબરખીઓ મેળવે અને સુનિશ્વિત કરે.

[yop_poll id=736]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">