જમ્મુ કાશ્મીરનો પૂર્ણ રાજ્યનો દરજ્જો પુન: સ્થાપિત થાય પછી યોજાય ચૂંટણી : ગુલાબનબી આઝાદ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું, પીએમ મોદી સાથે બેઠકમાં અમે અમારી વાત સ્પષ્ટ કરી છે. અમે ઇચ્છીએ છીએ કે પહેલા જમ્મુ કાશ્મીરનો પૂર્ણ રાજ્યનો દરજ્જો પુન: સ્થાપિત કરવામાં આવે અને ત્યારબાદ ચૂંટણીઓ યોજાવી જોઈએ.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે(Ghulam Nabi Azad) રવિવારે આશા વ્યક્ત કરી હતી કે કેન્દ્ર સરકાર(Central Government) ચૂંટણી પૂર્વે પૂર્ણ રાજ્યનો દરજ્જો પુન: સ્થાપિત કરવાની જમ્મુ-કાશ્મીરના મુખ્ય રાજકીય પક્ષોની માંગને અસ્વીકાર કરશે નહીં. તેમજ પૂર્ણ રાજ્યને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવાનો નિર્ણય કોઇને સ્વીકાર્ય નથી.
બધા નેતાઓએ ખૂબ પોતાનો મુદ્દો જણાવ્યો હતો
પીએમ મોદી(PM Modi)સાથે ગુરુવારે મીટિંગમાં જમ્મુ-કાશ્મીરના 14 સભ્યોના પ્રતિનિધિ મંડળના સભ્ય ગુલાબનબી આઝાદે કહ્યું હતું કે સંવાદની પ્રક્રિયાની શરૂઆત છે. તેમજ હવે વિશ્વાસ વધારવાની જવાબદારી કેન્દ્રની છે.પૂર્વ મુખ્ય પ્રધાન આઝાદે કહ્યું, એક વાત એવી હતી કે દરેકને ખૂલીને બોલવાનું કહેવામાં આવ્યું. મને લાગે છે કે બધા નેતાઓએ ખૂબ પોતાનો મુદ્દો જણાવ્યો હતો અને મહત્ત્વની વાત એ છે કે કોઈને લઇને કોઈ ખરાબ હેતુ નહોતો.
કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો જમ્મુ-કાશ્મીરને સ્વીકાર્ય નથી
આઝાદે કહ્યું કે અમે બેઠકમાં એ બાબત સ્પષ્ટ કરી કે કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો જમ્મુ-કાશ્મીરને સ્વીકાર્ય નથી. જેને ત્યાં હાજર રહેલા તમામ રાજકારણીઓએ ટેકો આપ્યો હતો. આઝાદ સિવાય ત્રણ વધુ પૂર્વ મુખ્ય પ્રધાનો ફારૂક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી પણ આ પ્રતિનિધિમંડળમાં હતા.
સંપૂર્ણ રાજ્યનો દરજ્જો અને ત્યારબાદ ચૂંટણી યોજાવી જોઈએ
આઝાદે કહ્યું, અમે અમારી વાત સ્પષ્ટ કરી છે. અમે ઇચ્છીએ છીએ કે પહેલા જમ્મુ કાશ્મીરનો પૂર્ણ રાજ્યનો દરજ્જો પુન: સ્થાપિત કરવામાં આવે અને ત્યારબાદ ચૂંટણીઓ યોજાવી જોઈએ. સ્વાભાવિક રીતે કેન્દ્ર સરકારે કોઇ પ્રતિક્રિયા આપી ન હતી પરંતુ તમામ રાજકીય પક્ષોનું સંયુક્ત વલણ એ હતું કે પહેલા સંપૂર્ણ રાજ્યનો દરજ્જો અને ત્યારબાદ ચૂંટણી યોજાવી જોઈએ.
બેઠક લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી
પૂર્ણ રાજ્યના દરજ્જા માટે કેન્દ્ર સરકાર કેટલી સહમત છે તે અંગે પૂછતાં આઝાદે કહ્યું હતું કે તેઓ આશાવાદી છે તેમણે તેનો ઇનકાર કર્યો નથી. તેમણે કહ્યું, મને લાગે છે કે હવે વસ્તુઓ બદલાઈ ગઈ છે. વડા પ્રધાને જેટલો સમય આપ્યો, તેમણે ભૂતકાળને ભૂલી જવા જેવા શબ્દોનો ઉપયોગ કર્યો. આ મીટિંગમાં ચિંતાઓ અને મુદ્દાઓને સમજાવવાની મહત્વપૂર્ણ તક મળી. વડા પ્રધાન સાથે આ નેતાઓની બેઠક લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી.
ભૂતકાળને ભૂલી જાઓ અને આપણે શાંતિ લાવવી પડશે
આઝાદે કહ્યું, મને લાગે છે કે પીએમ મોદી(PM Modi) કહ્યું કે ભૂતકાળને ભૂલી જાઓ અને આપણે શાંતિ લાવવી પડશે અને દિલ્હી અને જમ્મુ-કાશ્મીર વચ્ચે વિશ્વાસના નવા પુલ બનાવવાનો છે. પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કર્યું કે તેઓ ઇચ્છે છે કે રાજકારણ ત્યાં હાજર રાજકીય પક્ષો કરે અને તેઓ સહકાર આપે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે મને નથી લાગતું કે વડા પ્રધાન અથવા ગૃહ પ્રધાન એવું કંઈ કરશે જે તેમને (જમ્મુ કાશ્મીરના નેતાઓ) સ્વીકારવામાં વિરોધાભાસી હોય.