મુસ્લિમ મતદારોને અપીલ કરવા બદલ ચૂંટણી પંચે મમતા બેનર્જીને મોકલી નોટિસ, 48 કલાકમાં જવાબ આપવા કહ્યું

ટીએમસીના વડા મમતા બેનર્જીને આચારસંહિતાના ભંગ બદલ નોટિસ ફટકારી છે. ચૂંટણી પંચે મમતા બેનર્જીને આગામી 48 કલાકમાં નોટિસનો જવાબ આપવા કહ્યું છે.

મુસ્લિમ મતદારોને અપીલ કરવા બદલ ચૂંટણી પંચે મમતા બેનર્જીને મોકલી નોટિસ, 48 કલાકમાં જવાબ આપવા કહ્યું
મમતા બેનર્જી
Follow Us:
| Updated on: Apr 08, 2021 | 9:38 AM

ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને ટીએમસીના વડા મમતા બેનર્જીને આચારસંહિતાના ભંગ બદલ નોટિસ ફટકારી છે. ચૂંટણી પંચે મમતા બેનર્જીને આગામી 48 કલાકમાં નોટિસનો જવાબ આપવા કહ્યું છે. જણાવી દઈએ કે ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીની આગેવાની હેઠળના ભાજપના પ્રતિનિધિમંડળે મંગળવારે ચૂંટણી પંચને મળીને મમતાની ફરિયાદ કરી હતી.

ભાજપે પોતાની ફરિયાદમાં મમતા બેનર્જી સામે આરોપ લગાવ્યો હતો કે તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન મુસ્લિમ મતદારોને એક થવાની અને ટીએમસીને પોતાનો મત આપવાની અપીલ કરી હતી. નોટિસ જાહેર કરતી વખતે ચૂંટણી પંચે કહ્યું હતું કે મમતા બેનર્જીની ટિપ્પણીએ આદર્શ આચારસંહિતાની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે. મમતા બેનર્જીએ હૂંગલી જિલ્લાના તારકેશ્વરમાં આ ટિપ્પણી કરી હતી.

ચૂંટણી પંચને મળ્યા બાદ મુખ્તાર અબ્બાસ નવકીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં આચારસંહિતાનું ઉલ્લંઘન થયું છે. ટીએમસીના ચીફ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નિવેદન આપ્યું છે કે મુસ્લિમોએ એક થઈને ટીએમસીને મત આપવો જોઈએ. અમે ચૂંટણી પંચને મમતા બેનર્જી વિરુદ્ધ કેસ નોંધીને કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

પીએમ મોદીએ પણ નિશાન સાધ્યું હતું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પર પ્રહાર કર્યા હતા અને દાવો કર્યો હતો કે મતોનું કોઈ વિક્ષેપ ન થાય એટલા માટે મુસ્લિમોને એક થવાની તેમની વિનંતીથી સ્પષ્ટ થાય છે કે તૃણમૂલ કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી હારી ગઈ છે. રાજ્યમાં બે ચૂંટણી રેલીયો સંબોધન કરતી વખતે વડા પ્રધાને દાવો કર્યો હતો કે જો તેમણે હિન્દુઓને એક થઈને ભાજપને મત આપવાની અપીલ કરી હોત તો તેમણે ચૂંટણી પંચ તરફથી આઠ-દસ નોટીસ મળી ગઈ હોત. અને દેશભરના સમાચાર પત્રકોમાં તેના વિષે એડીટોરીયલ છપાઈ જાત.

મમતા બેનર્જીએ શું કહ્યું હતું?

ચૂંટણી પંચની નોટિસ મુજબ મમતા બેનર્જીએ કહ્યું હતું કે ‘હું મારા લઘુમતી ભાઈઓ અને બહેનો સાથે હાથ જોડીને આજીજી કરું છું, ભાજપ પાસેથી પૈસા લેનારા શેતાનની વાત સાંભળીને લઘુમતી મતોનું વિભાજન ના કરો. તેઓ ભાજપના પ્રેરિતોમાંથી એક છે, જે ભાજપના ભાગીદાર છે. લઘુમતી મતોના ભાગલા પાડવા ભાજપ દ્વારા અપાયેલા પૈસા સાથે સીપીએમ અને બીઆઈપી લોકો આગળ વધી રહ્યા છે.

આ પણ વાંચો: મુકેશ અંબાણી બન્યા એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ, ભારતમાં બીજા નંબરે અદાણી, જાણો તેમની સંપતી વિશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">