હેલ્મેટ ન પહેરવા લઈને ભોપાલ ટ્રાફિક પોલીસની સજાના દેશભરમાં થઈ રહ્યાં છે વખાણ
ઘણી વખત કહેવામાં આવે છે કે કડક કાયદો પણ દરેક વાતનો ઉકેલ લાવી શકતો નથી. આ વાત ભોપાલ ટ્રાફિક પોલીસે સાબિત કરી બતાવી છે. હેલ્મેટને લઈને મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન કરવામાં આવ્યું છે અને આ કાયદાનું પાલન ન કરનારા સામે ભારે દંડ અને કડક સજાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. જો કે ભોપાલ પોલીસે એક નવી […]
ઘણી વખત કહેવામાં આવે છે કે કડક કાયદો પણ દરેક વાતનો ઉકેલ લાવી શકતો નથી. આ વાત ભોપાલ ટ્રાફિક પોલીસે સાબિત કરી બતાવી છે. હેલ્મેટને લઈને મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન કરવામાં આવ્યું છે અને આ કાયદાનું પાલન ન કરનારા સામે ભારે દંડ અને કડક સજાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. જો કે ભોપાલ પોલીસે એક નવી તરકીબ હેલ્મેટ લોકો પહેરે તે માટે પહેલ શરૂ કરી છે. જે લોકો હેલ્મેટ વિના વાહન ચલાવતા પકડાય તેને 100 શબ્દોમાં હેલ્મેટ શા માટે નહોતું પહેર્યું અને હેલ્મેટ ના પહેરવાના શું ફાયદા છે તે અંગ નિબંધ લખવાનું કહેવામાં આવે છે. પોલીસની આ ડ્રાઈવના દેશભરમાં વખાણ થઈ રહ્યાં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : વિશાલ ગોસ્વામી ખંડણી ક્યારેક છોટા શકીલ અને રવિ પૂજારી બનતો હતો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો