ચૂંટણી પંચે સરકારને કરી એક ભલામણ, સરકારે જો માની લીધી આ વાત તો સોશિયલ મીડિયા પર ચૂંટણીના 48 કલાક પહેલા નેતાઓની બોલતી થઈ જશે બંધ
કોઈ પણ ચૂંટણી હોય, મતદાનના 48 કલાક પહેલા નિયમ મુજબ જાહેર પ્રચાર ઝુંબેશ સમાપ્ત થઈ જાય છે, પણ સોશિયલ મીડિયા અત્યાર સુધી આ નિયમમાંથી બહાર છે. એટલે જ ચૂંટણી પંચ (EC) કાયદા મંત્રાલયને પત્ર લખી લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 126માં સંશોધન કરી તેનો દાયરો સોશિયલ મીડિયા, ઇંટરનેટ, કેબલ ચૅનલ્સ અને પ્રિંટ મીડિયાની ઑનલાઇન આવૃત્તિઓ સુધી […]

કોઈ પણ ચૂંટણી હોય, મતદાનના 48 કલાક પહેલા નિયમ મુજબ જાહેર પ્રચાર ઝુંબેશ સમાપ્ત થઈ જાય છે, પણ સોશિયલ મીડિયા અત્યાર સુધી આ નિયમમાંથી બહાર છે.
એટલે જ ચૂંટણી પંચ (EC) કાયદા મંત્રાલયને પત્ર લખી લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 126માં સંશોધન કરી તેનો દાયરો સોશિયલ મીડિયા, ઇંટરનેટ, કેબલ ચૅનલ્સ અને પ્રિંટ મીડિયાની ઑનલાઇન આવૃત્તિઓ સુધી વધારવા વાત કહી છે. કલમ 126 ઇલેક્શન સાયલંસની વાત કહે છે કે જેના મુજબ જ્યાં મતદાન થવાનું છે, ત્યાં મતદાનના 48 કલાક પહેલા પ્રચાર પર પ્રતિબંધ લાગી જાય છે, પરંતુ સોશિયલ મીડિયા પર આ પ્રતિબંધ લાગુ થતો નથી. તેથી જ ચૂંટણી પંચે લોક પ્રતિનિધિત્વ અધિનિયમમાં કલમ 126(2) પણ ઉમેરવાની વાત કરી છે કે જેના હેઠળ ઇલેક્શન સાયલંસનો દાયરો વધ્યા બાદ તેના ભંગ સામે કાર્યવાહી થઈ શકશે.
ઈસીએ સરકારને ત્રણ અઠવાડિયા પહેલા ગત 17 જાન્યુઆરીએ આ પત્ર લખ્યો છે કે જેને લોકસભા ચૂંટણી 2019માં લાગૂ કરી શકાય, પરંતુ હજી સુધી આ દિશામાં કોઈ સરકાર તરફથી કોઈ પહેલ કરાઈ નથી. સંસદનું છેલ્લુ સત્ર પણ 13 ફેબ્રુઆરીએ ખતમ થઈ રહ્યું છે.
કાયદા સચિવને લખાયેલા પત્રમાં ઈસીએ પ્રિંટ મીડિયાને પણ તેના દાયરામાં લાવવની વાત કહી હતી. ઈસીએ કલમ 126ની સમીક્ષા માટે રચાયેલી સમિતિના રિપોર્ટના આધારે આ વાત કહી છે. આ સમિતિએ ગત 10 જાન્યુઆરીએ 48 કલાક પૂર્વે પ્રચાર પર પ્રતિબંધનો દાયરો વધારવાની ભલામણ કરી હતી.
પરંતુ મહત્વની વાત એ છે કે સત્તારૂઢ ભાજપ અને મુખ્ય વિપક્ષ કૉંગ્રેસ સહિત દેશના તમામ નાના-મોટા રાજકીય પક્ષોને ઈસીના આ સુચનમાં રસ નથી, કારણ કે તમામ પક્ષો આજ-કાલ ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરે છે. તેમાં પણ મતદાનના 48 કલાક પહેલા જ્યારે જાહેર પ્રચાર ઝુંબેશ ખતમ થઈ જાય છે, ત્યારે રાજકીય પક્ષો સોશિયલ મીડિયા પર જ પ્રચારનો મારો ચલાવે છે.
[yop_poll id=1238]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]