ભારતીય સેનાને ‘મોદીજી કી સેના’ કહીને CM યોગી ફસાયા, ચૂંટણી પંચે ફટકારી નોટિસ
લોકસભાની ચૂંટણી લઈને વિવાદીત નિવેદનો આપીને નેતાઓ લોકોને રિઝવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ક્યારેક આવા નિવેદનોની ફરિયાદ ચૂંટણી પંચ સુધી પહોંચી જતા નેતાઓની મુશ્કેલી વધી જતી હોય છે આવું જ યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે થયું છે. લોકસભા ચૂંટણીના પ્રચાર પ્રસારમાં નેતાઓ લોકોને પોતાના પક્ષ તરફ આકર્ષત કરવા માટે જેમ-તેમ નિવેદનો આપી રહ્યા છે. દેશની […]

લોકસભાની ચૂંટણી લઈને વિવાદીત નિવેદનો આપીને નેતાઓ લોકોને રિઝવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ક્યારેક આવા નિવેદનોની ફરિયાદ ચૂંટણી પંચ સુધી પહોંચી જતા નેતાઓની મુશ્કેલી વધી જતી હોય છે આવું જ યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે થયું છે. 
લોકસભા ચૂંટણીના પ્રચાર પ્રસારમાં નેતાઓ લોકોને પોતાના પક્ષ તરફ આકર્ષત કરવા માટે જેમ-તેમ નિવેદનો આપી રહ્યા છે. દેશની સેના અને કાનુન વ્યવસ્થા જેના પર કોઈનો પણ હક દાવો હોઈ શકે નહી, ત્યારે પોતાના પક્ષને મહાન દર્શાવવા માટે યોગી આદિત્યનાથે એક સભામાં ભારતીય લશ્કરને ‘મોદીની સેના’ ગણાવી હતી.
આથી ચૂંટણી પંચે (EC) ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તેમના એક નિવેદનને પગલે નોટિસ ફટકારી છે. જેને લીધે વિપક્ષે તેના પર તીખી પ્રતિક્રિયા આપી હતી અને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી દીધી હતી. હવે ચૂંટણી પંચે આ મામલે યોગી આદિત્યને નોટિસ પાઠવી છે અને 5 એપ્રિલ સુધી જવાબ માંગ્યો છે.
ગાઝિયાબાદમાં એક ચૂંટણી સભામાં ભાજપ માટે પ્રચાર પ્રસાર કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભારતીય લશ્કરને ‘મોદીજીની સેના’ કહી હતી. યોગી આદિત્યનાથે કહ્યું કે, ‘કોંગ્રેસના લોકો આતંકવાદીઓને બિરીયાની ખવરાવે છે અને મોદીની સેના આતંકવાદીઓને ગોળી અને ગોળા આપે છે. કોંગ્રેસ અને ભાજપમાં તફાવત છે.’
યોગી આદિત્યનાથ દ્વારા મોદીની સેનાના નિવેદનના પગલે રાજકાણ ગરમાયું હતું. વિપક્ષે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી કે, આદિત્યનાથનું નિવેદન આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે અને ચૂંટણી પંચે આ ઘટનાને ધ્યાનમાં લેવી જોઇએ. ચૂંટણી પંચને આવી 30થી વધુ ફરિયાદો મળેલી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]