Kiritsinh Rana Profile : જાણો કિરીટસિંહ રાણાની સંપતિ વિશે, શું મંત્રી કૃષિવિષયક જમીન ધરાવે છે ?

|

Sep 16, 2021 | 3:25 PM

કિરીટ સિંહનું મૂળ ગામ ભલગામડા છે લીંબડી તાલુકામાં આવેલુ છે.તમને જણાવવુ રહ્યુ કે,કિરીટસિંહના (Kiritsinh)પિતા જીતુભા રાણા ભાજપના કાર્યકર તરીકે રહી ચૂક્યા હતા અને 1990 ની ચૂંટણીમાં તેઓ લીંબડી વિધાનસભામાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

Kiritsinh Rana Profile : જાણો કિરીટસિંહ રાણાની સંપતિ વિશે, શું મંત્રી કૃષિવિષયક જમીન ધરાવે છે ?
KiritSinh Rana (File Photo)

Follow us on

Kiritsinh Rana Profile :  કિરીટસિંહજી રાણાનો જન્મ 7 જુલાઈ 1964ના રોજ થયો હતો. ગુજરાતના લીંબડી વિધાનસભા મતવિસ્તારમાંથી તેઓ વિધાનસભાના સભ્ય (MLA) છે. તેમણે 1998 થી 2002 સુધી પશુપાલન મંત્રી અને 2007 થી 2012 સુધી વન અને પર્યાવરણ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. તેઓ 2003 થી 2006 સુધી ગુજરાત રાજ્ય (ભાજપ) ના સચિવ પણ હતા. ઉલ્લેખનીય છે કે તેમનું ગામ ભલગામડા છે.

કિરીટસિંહના પિતા જીતુભા રાણા પણ ભાજપના કાર્યકર તરીકે રહી ચૂક્યા હતા

કિરીટ સિંહનું મૂળ ગામ ભલગામડા છે લીંબડી તાલુકામાં આવેલુ છે.તમને જણાવવુ રહ્યુ કે,કિરીટસિંહના (Kiritsinh)પિતા જીતુભા રાણા ભાજપના કાર્યકર તરીકે રહી ચૂક્યા હતા અને 1990 ની ચૂંટણીમાં તેઓ લીંબડી વિધાનસભામાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જાણો કિરીટ સિંહ રાણા વિશે

કિરીટ સિંહની વાત કરવામાં આવે તો તેઓ 1998 થી 2002 સુધી પશુપાલન મંત્રી તરીકે રહી ચૂક્યા છે.ઉપરાંત 2007 માં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.તેમજ 2007 થી 2012 સુધી વન અને પર્યાવરણ મંત્રી તરીકે તેઓ કાર્યરત હતા.ઉલ્લેખનીય છે કે,તેઓ 2021 માં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના (BJP)પ્રભારી તરીકે નિમાયા હતા.કિરીટ સિંહ કુલ 6,79 કરોડની સંપતિ ધરાવે છે, જેમાં પોતાના નામે 2,41 કરોડ છે.જ્યારે અન્ય તેની પત્ની અને બાળકોના નામે છે.

મ્યુઅલ ફંડ અને અન્ય શેર ડિબેન્ચરમાં કરેલા રોકાણો

તમને નવાઈ લાગશે પરંતુ મંત્રી કિરીટ સિંહ રાણાએ મ્યુઅલ ફંડ (Mutual fund)અને અન્ય શેર ડિબેન્ચરમાં કોઈ પણ પ્રકારનું રોકાણ કરેલુ નથી.

નેશનલ સેવિંગ અને પોસ્ટલ સેવિંગમાં  રોકાણ

કિરીટ સિંહ નેશનલ સેવિંગ અને પોસ્ટલ સેવિંગમાં માત્ર 56,000નું રોકાણ ધરાવે છે.

સોના- ઝવેરાતમાં કેટલુ કર્યુ છે રોકાણ ?

સોના ઝવેરાતમાં કરેલા રોકાણની (Investment)  વાત કરવામાં આવે તો કુલ 675000 જેટલુ છે. જેમાં પોતાના નામે 3,60,000 જેટલુ છે.

વાહનો અંગેની માહિતી

વાહનોની વાત કરવામાં આવે તો મંત્રી ઈનોવા અને ફોર્ચયુનર ધરાવે છે.

કુલ જવાબદારી (દેવુ)

નવા નિમાયેલા મંત્રી કિરીટ સિંહે કોઈ પણ પ્રકારની લોન (Loan) તેમજ દેવુ લીધેલુ નથી.

શું કૃષિ વિષયક જમીન ઘરાવે છે ?

મંત્રી કિરીટ સિંહ 79.83 એકર જેટલી કૃષિ વિષયક જમીન (Farming Land)ઘરાવે છે, જેની બજારકિંમત આશરે 36 લાખ જેટલી છે.ઉપરાંત બિન કૃષિ વિષયક જમીન પણ તેઓ ઘરાવે છે, જેની અંદાજીત બજારકિંમત 48 લાખ જેટલી છે.

ખાસ નોંધ: તમામ માહિતી 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચને આપેલા એફિડેવિટમાંથી લેવામાં આવી છે.

 

આ પણ વાંચો: Manisha Vakil Profile : નવા મંત્રી મનીષા વકીલ છે કરોડોની સંપતિના માલિક, જાણીને તમે પણ ચોંકી જશો

આ પણ વાંચો:  Harsh Sanghvi Profile : CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સ્થાન પામેલા હર્ષ સંઘવી ધરાવે છે અધધ……..સંપતિ !

Published On - 3:12 pm, Thu, 16 September 21

Next Article