દિલીપ ઘોષે લહેરાવ્યો ઉંધો ત્રિરંગો, TMCએ કહ્યું ‘આ દેશ અને રાજ્ય ચલાવવા માટે સક્ષમ નથી’

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના વડા દિલીપ ઘોષ પ્રજાસત્તાક દિન પર ભૂલ કરી બેસ્યા. તેમણે બીરભૂમિમાં પાર્ટી કાર્યાલય પર ઉંધો તિરંગો લહેરાવ્યો હતો.

દિલીપ ઘોષે લહેરાવ્યો ઉંધો ત્રિરંગો, TMCએ કહ્યું 'આ દેશ અને રાજ્ય ચલાવવા માટે સક્ષમ નથી'
દિલીપ ઘોષ

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના વડા દિલીપ ઘોષ પ્રજાસત્તાક દિન પર ભૂલ કરી બેસ્યા. તેમણે બીરભૂમિમાં પાર્ટી કાર્યાલય પર ઉંધો તિરંગો લહેરાવ્યો હતો. જો કે ઘોષને તેની ભૂલની જાણ થતા જ તાત્કાલિક ત્રિરંગો ઉતાર્યો અને યોગ્ય રીતે લહેરાવ્યો. બંગાળ ભાજપ પ્રમુખની આ ભૂલ અંગે તૃણમૂલ કોંગ્રેસે કટાક્ષ કર્યો, તેમજ ટીએમસીએ આ ઘટનાને યોગ્ય ઠેરવી હતી.

BJP કાર્યાલયમાં ધ્વજારોહણ માટે પહોચેલા દિલીપ ઘોષે ધ્વજ ઉંધો લહેરાવ્યો હતો. ત્યારે લીલો રંગ આ ધ્વજની ટોચ પર અને કેસરી રંગ નીચે જોવા મળ્યો. આ ભૂલની જાણ થતાં જ તેણે ધ્વજ ઉતારી દીધો. પરંતુ આ ભૂલનો લાભ ટીએમસીએ લીધો છે અને ભાજપ પર કટાક્ષ કર્યો હતો. ટીએમસીએ કહ્યું છે કે ‘જે રાષ્ટ્રધ્વજ યોગ્ય રીતે લહેરાવી શકતા નથી, તે આ દેશ કે રાજ્ય ચલાવવા માટે સક્ષમ નથી.’

આ ઘટના પર ઘોષે કહ્યું કે ‘શરમિંદા કરવા વાળી આ પળ હતી અને આ ભૂલથી થયું હતું. રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરવાનું કોઈ વિચારી પણ ના શકે.’ બંગાળ બીજેપી પ્રમુખે કહ્યું ‘મેં પાર્ટીના સભ્યોને ભવિષ્યમાં આની કાળજી લેવાનું કહ્યું છે.’ જ્યારે ટીએમસીના જિલ્લા વડા અનુબ્રત મંડલે ભાજપ પર નિંદા કરતાં કહ્યું કે, જે લોકો રાષ્ટ્રધ્વજને યોગ્ય રીતે લહેરાવવાની ખાતરી આપી નથી શકતા, તેઓ દેશ કે રાજ્ય ચલાવવા માટે સક્ષમ નથી.’

Click on your DTH Provider to Add TV9 Gujarati