Delhi: જંતર મંતર પર થયેલા ભડકાઉ નારેબાજી મામલે અશ્વિની ઉપાધ્યાય સહિત 4 લોકોની ધરપકડ, પોલીસ સ્ટેશનની બહાર લોકોનું વિરોધ પ્રદર્શન

|

Aug 11, 2021 | 9:37 AM

દિલ્હીના જંતર મંતર પર ભડકાઉ નારેબાજી મામલે ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયની (Aswini Upadhyay) ધરપકડ સામે પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધને કારણે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.બાદમાં પોલીસે (Delhi Police) પ્રદર્શનકારીઓને આ વિસ્તારમાંથી દુર કર્યા હતા.

Delhi: જંતર મંતર પર થયેલા ભડકાઉ નારેબાજી મામલે અશ્વિની ઉપાધ્યાય સહિત 4 લોકોની ધરપકડ, પોલીસ સ્ટેશનની બહાર લોકોનું વિરોધ પ્રદર્શન
Ashwani Upadhyay (File Photo)

Follow us on

Delhi: જંતર મંતર પર ભડકાઉ નારેબાજી કરવાના આરોપમાં ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાય (Ashwini Upadhyay) અને અન્ય પાંચ લોકોની ધરપકડ કરવામાં આવતા ઘણા લોકોએ કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

અશ્વિની ઉપાધ્યાયની ધરપકડના વિરોધમાં  રાગિણી તિવારી (Ragini Tiwari) સહિત 40 થી 50 વિરોધીઓએ કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનની બહાર રસ્તો રોકીને વિરોધ નોંધાવ્યો હતો. જેના કારણે આ વિસ્તારમાં વાહનોની લાંબી કતારો લાગી હતી.બાદમાં પોલીસે વિરોધીઓને આ વિસ્તારમાંથી દૂર કરવા કવાયત હાથ ધરી હતી.

જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આરોપી અશ્વિની ઉપાધ્યાય સહિત તમામ આરોપીઓને 2 દિવસની ન્યાયિક કસ્ટડીમાં (Custody) મોકલ્યા છે. ઉપરાંત કોર્ટે (Court) તમામ આરોપીઓને 12 ઓગસ્ટના રોજ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે,પટિયાલા હાઉસ કોર્ટે અશ્વિની ઉપાધ્યાયની જામીન અરજી પર દિલ્હી પોલીસ (Delhi Police)પાસેથી બુધવાર સુધીમાં જવાબ માંગ્યો છે.જેથી પટિયાલા હાઉસ કોર્ટ (Patiyala House Court)આજે એટલે કે બુધવારે અશ્વિની ઉપાધ્યાયની જામીન અરજી પર સુનાવણી હાથ ધરશે.

વીડિયો વાયરલ થયા બાદ કરવામાં આવી કાર્યવાહી

જંતર મંતર પર વિરોધ દરમિયાન મુસ્લિમ વિરોધી નારા લગાવતો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો હતો. બાદમાં દિલ્હી પોલીસે આ મામલે FIR નોંધાવી હતી. આપને જણાવવું રહ્યું કે, દિલ્હી કેસમાં ધરપકડ કરાયેલા ભાજપના પૂર્વ પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાય સહિત 4 લોકોને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

કોર્ટે પોલીસ પાસે જવાબ માંગ્યો

કોર્ટે પોલીસને જણાવ્યું હતું કે, પ્રાથમિક તબક્કે પુરાવા સાથે ચેડા થવાની શક્યતાને નકારી શકાય નહીં.તેથી કોર્ટ બુધવાર સુધીમાં પોલીસ પાસેથી જવાબ માંગ્યો છે.ઉલ્લેખનીય છે કે, આજે કોર્ટ દ્વારા જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.

આપને જણાવવું રહ્યું કે,રવિવારે જંતર મંતર ખાતે ‘હિંદ છોડો આંદોલન’ (Quit India Movement) દ્વારા આયોજિત પ્રદર્શનમાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો. ‘હિંદ છોડો આંદોલન’ કાર્યક્રમના પ્રવક્તા શિપ્રા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ઉપાધ્યાયની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતુ. જો કે, તેમણે સમાજ વિરોધી નારા લગાવનારાઓ સાથે કોઇપણ પ્રકારના જોડાણ અંગે ઇનકાર કર્યો છે.

 

આ પણ વાંચો: રેલ્વે દ્વારા લેવાયો મોટો નિર્ણય, આવનારા સમયમાં 50 ટકા સુધી ઘટાડવામાં આવશે કોચનું ઉત્પાદન

આ પણ વાંચો: લોકસભામાં OBC અનામત માટે બંધારણ સુધારણા બિલ વિના વિરોધે પસાર, 385 સભ્યોએ આપ્યો ટેકો

Next Article