પોંડિચેરીમાં કોંગ્રેસના રાજમાં ભ્રષ્ટાચાર ચરમ પર, ભાજપ ચૂંટણી જીતશે: જે.પી.નડ્ડા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રવિવારે કહ્યું કે  BJP પોંડિચેરીની આગામી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર વિજય મેળવશે. તેની સાથે તેમણે  કેન્દ્રશાસિત પ્રદેશની જનતાએ ભ્રષ્ટાચાર મુક્ત તથા વિકાસલક્ષી સરકાર આપવાનું આશ્વાસન આપ્યું હતું.

પોંડિચેરીમાં કોંગ્રેસના રાજમાં ભ્રષ્ટાચાર ચરમ પર, ભાજપ ચૂંટણી જીતશે: જે.પી.નડ્ડા
J P Nadda (File Image)

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રવિવારે કહ્યું કે  BJP પોંડિચેરીની આગામી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર વિજય મેળવશે. તેની સાથે તેમણે  કેન્દ્રશાસિત પ્રદેશની જનતાએ ભ્રષ્ટાચાર મુક્ત તથા વિકાસલક્ષી સરકાર આપવાનું આશ્વાસન આપ્યું હતું. તેમણે ક્હ્યું કે પોંડિચેરીમાં મુખ્યમંત્રી વી. નારાયણસામીના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારમાં ભ્રષ્ટાચાર ચરમ પર છે. BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું કે ચૂંટણીમાં ભાજપ 30માંથી 23 બેઠકો પર વિજય મેળવશે. નડ્ડાએ કહ્યું કે છેલ્લા 35 વર્ષમાં કોંગ્રેસના રાજમાં કેન્દ્રશાસિત પ્રદેશની 52 ટકા વસ્તી ગરીબી રેખા નીચે જીવી રહી છે. તેમણે કહ્યું કે વ્યવસાયિક અભ્યાસક્રમ સંચાલિત કરતી કોલેજોમાં પણ ભ્રષ્ટાચાર ફેલાયેલો છે.

 

 

એક ચૂંટણી સભાને સંબોધિત કરતાં નડ્ડાએ કહ્યું કે કોંગ્રેસ સરકારે લાંબા સમય સુધી સ્થાનિક ચૂંટણીઓ નથી કરાવી અને ભ્રષ્ટાચારને કારણે પોંડિચેરીના વિદ્યાર્થીઓને કોલેજમાં કેન્દ્રીય બેઠકનો લાભ મળતો નથી. નડ્ડાએ કહ્યું કે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં પોંડિચેરીમાં કેન્દ્ર પાસેથી 70 ટકા ગ્રાન્ટ મળતી હતી. પરંતુ નારાયણસામીએ કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા બાદ તેને ઘટાડીને 30 ટકા કરી નાંખી છે. તેમણે કહ્યું કે પોંડિચેરી દેવામાં ડૂબી ગયું છે અને 76 ટકા યુવાનો બેરોજગાર થયા છે, તેમજ ખાદી જેવા સહ્કારી સેક્ટરના કર્મચારીઓને ચાર વર્ષ સુધી વેતન આપવામાં નથી આવ્યું.

 

 

તમને જણાવી દઈએ કે પોંડિચેરીમાં એપ્રિલ અથવા મે માસની શરૂઆતમાં ચૂંટણી યોજાઈ શકે છે. ભાજપ અધ્યક્ષે ક્હ્યું કે નારાયણસામી કેન્દ્રીય મંત્રી હતા, ત્યારે તેમણે ઝારખંડને 5 હજાર કરોડની લોન આપી હતી. પરંતુ પોંડેચરીનું દેવું માફ ના કર્યું.

 

આ પણ વાંચો: Syed Mushtaq Ali Trophy: વડોદરાને 7 વિકેટે હરાવીને દિનેશ કાર્તિકની ટીમ તમિલનાડુ બની ચેમ્પિયન

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati