કોંગ્રેસે ચૂંટણી કવાયત શરૂ કરી દીધી, પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી ડો. રઘુ શર્મા ગુજરાતના પ્રવાસે
ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી ડો. રઘુ શર્મા આજથી ચાર દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે, આજે કોંગ્રેસ ભવન ખાતે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા જિલ્લા અને શહેરના આગેવાનો સાથે બેઠક કરશે
વિધાનસભા ચૂંટણી (Assembly elections) માટે કોંગ્રેસ કવાયત શરૂ કરી દીધી છે. પાટિદાર અનામત આંદોલન સમિતીના અલ્પેશ કથિરિયાને કોંગ્રેસમાં જોડવાની કવાયતો અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલને ફરીથી કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપવાની વચ્ચે હવે ચાર દિવસના પ્રવાસે ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી ડો. રઘુ શર્મા રાજ્યમાં આવી રહ્યા છે. તે રાજ્યમાં ચૂંટણીલક્ષી સ્થિતિની સમિક્ષા કરવાની સાથે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ કાર્યકર્તાઓને મળશે.
ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) ના સંગઠન પ્રભારી ડો. રઘુ શર્મા (Raghu Sharma) આજથી ચાર દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે કોંગ્રેસ ભવન ખાતે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા જિલ્લા અને શહેરના આગેવાનો સાથે બેઠક કરશે. 28મી જાન્યુ.એ એસ.સી. સેલના ચેરમેન હિતેન્દ્ર પીઠડીયાનો પદભાર સમારંભ પણ હાજરી આપશે.
28 જાન્યુ . કોંગ્રેસ દ્વારા કોરોના પગલે ઇન્દીરા ગાંધી આઇસીયુ વિથ એમ્બ્યુલન્સ વાન અને મોબાઇલ ક્લનિક વાન અર્પણ વિધિ કાર્યક્રમમાં ભાગ લેશે. 29 મી જાન્યુ.એ સુરત સચિન જી.આઈ.ડી.સી. માં કેમિકલન બ્લાસ્ટ લઈને બનેલી ઘટના અંગે કોંગ્રેસની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી બેઠક મળશે.
29મી કોંગ્રેસના સિનિયર લીડર સાથે પ્રદેશ સંગઠન પ્રભારી ડો. રઘુ શર્મા મહત્વની બેઠક કરશે. 30 મીએ ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે ગાંધી પ્રાર્થના સભાનું આયોજન થશે, જેમાં પણ ડો. રઘુ શર્મા રહેશે હાજર રહેશે.
આ પણ વાંચોઃ સુરત મનપાનું 2022-23નું 6970 કરોડનું બજેટ રજૂ: મેટ્રોના કામ પર સૌથી વધુ ભાર મૂકાયો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
