વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલની પાર્ક કરેલી ઇનોવા કારમાં રાત્રે આગ લાગી, શોર્ટ સર્કિટ થઈ હોવાનું પ્રાથિમક તારણ

વડોદરામાં જુબેલીબાગ પોલીસ ચોકી નજીક પાર્ક કરેલી કારમાં આગ લાગી હતી, આ કોર અન્ય કોઈ નહીં પણ વડોદરાના માંજલપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલની ઇનોવા કાર હતી

TV9 GUJARATI

| Edited By: kirit bantwa

Jan 27, 2022 | 11:37 AM

વડોદરામાં જુબેલીબાગ પોલીસ ચોકી નજીક પાર્ક કરેલી કારમાં આગ લાગી હતી. આ કોર અન્ય કોઈ નહીં પણ વડોદરાના માંજલપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલની ઇનોવા કરા હતી જેમાં મધરાત્રે આગ ફાટી નીકળી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને આગ કાબૂમાં લીધી હતી.

અગાઉ રાજ્ય સરકારમાં મંત્રી રહી ચૂકેલા યોગેશભાઇ પટેલ પોળમાં રહે છે ત્યાં પાર્કિંગની જગ્યાના અભાવના કારણે જ્યુબિલીબાગ સર્કલ પાસે પોતાની ઇનોવા કાર પાર્ક કરે છે. બુધવારે પણ તેઓએ પોતાની કાર ત્યાં પાર્ક કરી હતી. દરમિયાન રાત્રે કારમાં એકાએક ફાટી નીકળી હતી.

સ્થાનિક વ્યક્તિએ કારમાં આગ લાગી હોવાની જાણ ધારાસભ્યને કરતા તુરંત જ તેઓ સ્થળ પર દોડી ગયા હતા. કારમાં આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ, પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે. આગનું ચોક્કસ કારણ જાણવા માટે FSLની મદદ લેવામાં આવશે. કારમાં આગ લાગવાથી કાર બળીને ખાખ થઇ ગઇ છે. કારમાં કોઇ મહત્વના દસ્તાવેજ ન હતા.

આ પણ વાંચોઃ Ahmedabad : વિશ્વકર્મા કોલેજના ગુરુ-શિષ્યએ મચ્છરોને શોધી લેતી ડિવાઇસ તૈયાર કરી, જાણો ડિવાઇસની ખાસિયતો

આ પણ વાંચોઃ Bhavnagar: યુવા ક્રિકેટર અંશ ગોસાઇ અંડર-19 વર્લ્ડ કપ રમવા વેસ્ટ ઈન્ડિઝ જવા રવાના

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati