સોનિયા, રાહુલ અને પ્રિયંકાનું mission 2022: વિધાનસભાની ચૂંટણી માટે આ રાજ્યોમાં બેઠક, જાણો પ્લાનિંગ

દેશના ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે યોજાશે. જેને જીતવા માટે કોંગ્રેસ અત્યારથી કમર કસી રહી છે. જી હા રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધી એક પછી એક બેઠક યોજી રહ્યા છે.

સોનિયા, રાહુલ અને પ્રિયંકાનું mission 2022: વિધાનસભાની ચૂંટણી માટે આ રાજ્યોમાં બેઠક, જાણો પ્લાનિંગ
Congress is planning for 2022 assembly elections
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2021 | 8:09 AM

2022 ની વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ (Congress) પાર્ટી સતર્ક થતી જોવા મળી રહી છે. કોંગ્રેસની આગોતરી તૈયારીઓ જોઇને લાગી રહ્યું છે કે ચૂંટણી માટે હવે એડીચોટીનું જોર લગાવવા પાર્ટી તૈયાર થઇ રહી છે. સોમવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ઉત્તરાખંડમાં કોંગ્રેસના નેતાઓની મુલાકાત લીધી. એજ સમયે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) ઉત્તરપ્રદેશના વરિષ્ઠ નેતાઓ સાથે ડીજીટલી વાતચીત કરી. આ ડીજીટલ બેઠકમાં આગામી ચૂંટણીને લઈને રણનીતિ પર ચર્ચા થઇ.

ઉત્તર પ્રદેશ પર નજર

સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સલાહકાર સમિતિ અને વ્યૂહરચના ગ્રુપની બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી, જેમાં મુખ્યત્વે ફુગાવો, કોરોના વાયરસ, પંચાયતની ચૂંટણીઓ, સંગઠન તાલીમ શિબિરો વિશે વાત કરવામાં આવી. પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) મીટિંગમાં કહ્યું, “વધતી મોંઘવારીથી જનતા પરેશાન છે. પેટ્રોલ-ડીઝલ, સરસવનું તેલ, ફળો અને શાકભાજીના ભાવ આસમાને છે. હરાયા ઢોરથી ખેડુતો મુશ્કેલી ભોગવી રહ્યા છે. ખેડૂતોનો ખર્ચો બમણો થયો છે અને આવક ઘટી છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ભાજપ પર આરોપ

પ્રિયંકાએ UP ભાજપ (BJP) પર આરોપ લગાવતા કહ્યું કે, ‘“પંચાયતની ચૂંટણીઓમાં ખુલ્લી હિંસા થઈ હતી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા હિંસા, બોમ્બ, પથ્થર અને ગોળીઓ ચલાવવામાં આવી. યુપી કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારી અને જંગલરાજની વિરુદ્ધ મજબુતીથી રસ્તાઓ પર ઉતરશે.

લખનૌ જશે પ્રિયંકા ગાંધી

મળેલી માહિતી પ્રમાણે હવે 14 જુલાઈએ પ્રિયંકા લખનૌ જઈ રહ્યા છે. સુત્રો અનુસાર ‘પ્રિયંકા ગાંધી ત્યાં 3-4 દિવસ રોકાશે, કોંગ્રેસના તમામ કમેટી સદસ્યો, જિલ્લા અને શહેર અધ્યક્ષોને મળશે. તેમજ ખેડૂત સંગઠનના નેતાઓ સાથે પણ બેઠક કરશે’

રાહુલની ઉત્તરાખંડમાં બેઠક

બીજી તરફ રાહુલ ગાંધીએ ઉત્તરાખંડ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી. સુત્રો અનુસાર તેમણે 10 નેતાઓ સાથે અલગ અલગ વાતચીત કરી. જેમાં CLP કોંગ્રેસ વિધાનસભા પક્ષ) નેતા કોણ બનશે, પીસીસી (રાજ્ય કોંગ્રેસ સમિતિ) માં શું ફેરફાર કરવા જોઈએ અને 2022 ની વિધાનસભાની ચૂંટણીઓ કેવી રીતે જીતી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

પંજાબ સરકારમાં નવા ચહેરાઓને મળી શકે છે સ્થાન

આ તરફ વિધાનસભા પહેલા પંજાબમાં પણ બદલાવ થવાની સંભાવના છે. પંજાબ કોંગ્રેસના નેતાઓના જણાવ્યા મુજબ, પાર્ટીએ પંજાબમાં વિન-વિન ફોર્મ્યુલા તૈયાર કર્યો છે અને સરકાર અને સંગઠનમાં મોટા ફેરફારની ઔપચારિક જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પંજાબ સરકારમાં ઘણા નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે.

ગુજરાતના નેતાઓ સોનિયા ગાંધીને મળશે

ગુજરાતમાં પણ 2022માં (Gujarat Election 2022) ચૂંટણી યોજાશે. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ સોનિયા ગાંધીને લખેલા પત્રના અનુસંધાને સોનિયા ગાંધીએ 14 જુલાઈએ મળવાનો સમય આપ્યો હોવાની વાત સામે આવી રહી છે, જેને લઈને ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં ધામા નાખ્યાં છે. કેટલાક નેતાઓ બારોબાર અન્ય સ્થળેથી તેમજ બીજા નેતાઓ આવતીકાલે દિલ્હી જવા રવાના થશે.

આ પણ વાંચો: Gujarat : ગુજરાત કોંગ્રેસમાં નવાજુની થવાના એંધાણ, 14 જુલાઈએ સોનિયા ગાંધીને મળશે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">