ગુજરાતમાં થયેલું પરિવર્તન રાજનીતિની નવી ફિલોસોફી : ભૂપેન્દ્ર યાદવ

|

Sep 28, 2021 | 1:11 PM

ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે કહ્યુ કે આ ભારતીય રાજનીતિનો નવો પ્રયોગ છે. નવા નેતૃત્વનો ઉદય છે.

ગુજરાતમાં થયેલું પરિવર્તન રાજનીતિની નવી ફિલોસોફી : ભૂપેન્દ્ર યાદવ
Change in Gujarat New Philosophy of Politics Said Bhupendra Yadav (File Photo)

Follow us on

ગુજરાતમાં(Gujarat)  સરકારના સંપૂર્ણ મંત્રીમંડળને( Cabinet) બદલવાનો નિર્ણય  ભાજપની (BJP)  કેન્દ્ર અને રાજ્ય નેતાગીરીનો સામૂહિક નિર્ણય હતો. જેના થકી નવા નેતાગીરીને આગળ ધપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બાબત કેન્દ્રીય મંત્રી અને ભાજપના મહામંત્રી ભૂપેન્દ્ર યાદવે(Bhupendra Yadav)  એક સમાચાર પત્રના કાર્યક્રમમાં કહી હતી.

ભારતીય રાજનીતિની નવી ફિલોસોફી

ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે કહ્યુ કે  જેમાં નવા નેતાઓ સરકારને સંભાળશે અને સિનિયર નેતાઓ ગુજરાત વિધાનસભાની આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચુંટણી પૂર્વે પક્ષના સંગઠનમાં કામ કરશે. આ પ્રયોગને ભારતીય રાજનીતિની નવી ફિલોસોફી ગણાવતા તેમણે કહ્યું કે આ અન્ય પક્ષો માટે પણ એક મોડેલ છે અને તેનાથી લોકતંત્ર વધુ મજબૂત બનશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ક્રાઇસીસ મેનેજમેન્ટ અને કેપીસીટી બિલ્ડિંગ પણ વધશે

તેમણે કહ્યું કે આ પરિવર્તનને અલગ દ્રષ્ટિકોણથી પણ જોવાની જરૂર છે. જેના લીધે વિધાનસભા ક્ષેત્રની અસ્થિરતા ઓછી થશે. તેનાથી ક્રાઇસીસ મેનેજમેન્ટ અને કેપીસીટી બિલ્ડિંગ પણ વધશે અને તેમજ તેમના ઉદેશમાં પણ બદલાવ આવશે. દેશમાં અનેક ચુંટણીઓ જોઇ ચૂકેલા સિનિયર નેતાએ જણાવ્યું કે પક્ષમાં કોઇ પણ પદ મેળવવા માટે 75 વર્ષથી વધારેની ઉંમરને ધ્યાનમાં રાખવી અને તેમના કુટુંબના સભ્યને તેની બદલે પોસ્ટ આપવી એ બધુ આ પ્રયોગનો એક ભાગ છે. તેમજ દરેક પક્ષ આ પ્રકારના નિયમો સમયાંતરે બદલે છે.

ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે એ આક્ષેપને રદિયો આપ્યો હતો કે કોરોનાની બીજી લહેરના સરકારના ગેરવહીવટના લીધે ઉભા થયેલા આક્રોશ અને વિરોધને ખાળવા માટે આ પરિવર્તન કરવામાં આવ્યું છે.

વડા પ્રધાન રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા અને પ્રાદેશિક આકાંક્ષામાં વિશ્વાસ રાખે છે

મોદી સરકાર પર વારંવાર કેન્દ્રમાં સત્તાને એકીકૃત કરવાનો આરોપ લાગ્યો હતો. જેમાં પક્ષના પ્રાદેશિક નેતાઓનો પણ સાઈડ લાઇન કરવાનો સમાવેશ થાય છે. જેના જવાબમાં યાદવે કહ્યું હતું કે વડા પ્રધાન રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા અને પ્રાદેશિક આકાંક્ષા માં વિશ્વાસ રાખે છે.

ભાજપની સહયોગી એનપીપીના સંદર્ભમાં બોલતા તેમણે કહ્યું કે કોનરાડ સંગમાના નેતૃત્વમાં આગામી મણિપુર ચૂંટણીમાં તમામ બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. પીએમ મોદી પ્રાદેશિક શક્તિઓ અને નેતૃત્વને મજબૂત કરવામાં વિશ્વાસ રાખે છે.

ગુજરાતમાં લાંબા સમયથી સત્તામાં છીએ

ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ગુજરાતના કરેલા નવા પ્રયોગને પંજાબમાં કોંગ્રેસે કરેલા નેતૃત્વ પરિવર્તનને અલગ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં વર્ષ 1977 થી 1990 સુધી બિહારમાં દર આઠ-નવ મહિનામાં મુખ્યમંત્રી બદલાયા છે.

પરંતુ અમારો બદલાવ અલગ છે. અમે ગુજરાતમાં લાંબા સમયથી સત્તામાં છીએ, તેથી કેટલાક વરિષ્ઠ નેતાઓ લાંબા સમયથી મંત્રી હતા. તેઓએ નવા ચહેરાઓને તક આપવાનું નક્કી કર્યું. સમગ્ર મંત્રી મંડળે પક્ષ માટે કામ કરવાનું અને સરકારમાં નવા ચહેરાઓ સાથે ચૂંટણીમાં જવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચો : Zojila Tunnel : એશિયાની સૌથી લાંબી ટનલ, સામાન્ય લોકો સાથે આર્મી માટે પણ સુવિધાજનક, જાણો તેની ખાસ વાતો

આ પણ વાંચો: કિસાન યુનિયનના ભારત બંધના નિર્ણય પર ઉઠ્યા સવાલો, જાણો કેવી રીતે થયું અર્થવ્યવસ્થાને નુક્સાન

Published On - 1:07 pm, Tue, 28 September 21

Next Article