ચીન સાથે સમજૂતી કરીને વડાપ્રધાન મોદીએ, ભારતની પવિત્ર જમીન ચીનને પધરાવી દીધીઃ રાહુલ ગાંધી

ચીન સાથે સમજૂતી કરીને વડાપ્રધાન મોદીએ, ભારતની પવિત્ર જમીન ચીનને પધરાવી દીધીઃ રાહુલ ગાંધી
rahul gandhi aicc

ચીન સામે મોદી (MODI) ઘુંટણીએ પડ્યા, લદ્દાખ LAC પર ફિગર 4 ભારતની, પણ સેનાને ફિગર 3 ઉપર રાખવાનું નક્કી કર્યુ હોવાનો આક્ષેપ રાહુલ ગાંધીએ કર્યો છે.

Bipin Prajapati

|

Feb 12, 2021 | 10:07 AM

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ, ભારત-ચીન સૈન્ય વચ્ચે લદ્દાખ એલએસી ( LAC ) ખાતે સર્જાયેલા ઘર્ષણ બાદ, સૈન્ય પરત ખેંચવા થયેલી સમજુતીને લઈને સવાલો કર્યા છે. સાથોસાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM NARENDRA MODI ) ઉપર વાકપ્રહાર પણ કર્યા છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, પૈગોગ તળાવના વિસ્તારમાં ફિગર 4 ભારતનો વિસ્તાર છે પણ ભારતીય સૈન્ય ફિગર 4ને બદલે ફિગર 3 પર રહેશે તેવી સમજૂતી કરી છે. તો શુ આપણે આપણો વિસ્તાર ચીનને સોપી દિધો છે ? LAC પર આપણો સરહદી વિસ્તાર ફિગર 4થી ઘટીને ફિગર 3 સુધીનો થઈ ગયો છે.

લદ્દાખ સરહદે ભારતીય અને ચીનના સૈન્યને પરત ફરવા માટે થયેલી સમજૂતી સામે પણ સવાલો ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આ સમજૂતીથી ભારતને શો ફાયદો ? ચીન સામે સખત મહેનત અને સૈન્ય ઘર્ષણ કરીને ભારતીય સૈન્યે લદાખ એલએસી પર જે કાંઈ પ્રાપ્ત કર્યું હતું તે સ્થિતિએથી કેમ ભારતીય સૈન્યને પરત ફરવા કહેવાયુ ? આ સમજૂતીથી ભારતને શો ફાયદો થયો છે. સૌથી વધુ મહત્વની વાત એ છે કે દેપસાંગ પ્લેન્સમાં કેમ ચીન પાછળ નથી હટ્યુ. ગોગરા અને હોટ સ્પ્રિન્ગથી કેમ ચીન પાછળ નથી ખસ્યુ. ભારતની પવિત્ર જમીન નરેન્દ્ર મોદીએ ચીનની પધરાવી દીધી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati