AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BIGGEST BUDGET NEWS : આઝાદ ભારતમાં TAX SLABમાં સૌથી મોટો સુધારો, 6.50 લાખ રૂપિયા સુધીની આવક પર નહીં લાગે કોઈ TAX !

મોદી સરકારે ચૂંટણી વર્ષમાં રજૂ થયેલા પોતાના છેલ્લા વચગાળાના બજેટમાં મધ્યમ વર્ગ માટે સૌથી મોટી રાહત આપી છે. મોદી સરકારના આ નિર્ણયથી દેશના 3 કરોડ ટૅક્સ પેયર્સને ફાયદો થશે. નાણા પ્રધાન પીયૂષ ગોયલે જાહેરાત કરી કે વર્તમાન આવકવેરા મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયા કરવામાં આવશે. હાલમાં 2.50 લાખથી વધુ આવક ધરાવતા લોકોએ ટૅક્સ ચુકવવો પડતો […]

BIGGEST BUDGET  NEWS : આઝાદ ભારતમાં TAX SLABમાં સૌથી મોટો સુધારો, 6.50 લાખ રૂપિયા સુધીની આવક પર નહીં લાગે કોઈ TAX !
| Updated on: Feb 01, 2019 | 7:45 AM
Share

મોદી સરકારે ચૂંટણી વર્ષમાં રજૂ થયેલા પોતાના છેલ્લા વચગાળાના બજેટમાં મધ્યમ વર્ગ માટે સૌથી મોટી રાહત આપી છે.

મોદી સરકારના આ નિર્ણયથી દેશના 3 કરોડ ટૅક્સ પેયર્સને ફાયદો થશે. નાણા પ્રધાન પીયૂષ ગોયલે જાહેરાત કરી કે વર્તમાન આવકવેરા મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયા કરવામાં આવશે.

હાલમાં 2.50 લાખથી વધુ આવક ધરાવતા લોકોએ ટૅક્સ ચુકવવો પડતો હતો, પણ નવા પ્રસ્તાવ મુજબ હવે 5 લાખથી વધુ આવક ધરાવતા લોકોએ ટૅક્સ ચુકવવો પડશે. આ નિર્ણયથી મધ્યમ વર્ગને મોટી રાહત મળશે. જો તમે 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો 6.50 લાખ રૂપિયા સુધીની આવક ઇનકમ ટૅક્સ ફ્રી બની જશે. હોમ લોન, મેડિકલ ઇંશ્યોરન્સ અને અન્ય ડિડક્શન જોડી દેવામાં આવે, તો ટૅક્સ મુક્તિનો દાયરો ઓર વધી જશે. આનાથી સરકાર પર 18.5 હજાર કરોડનો બોજો પડશે.

નાણા પ્રધાનની આ જાહેરાતથી 3 કરોડ ટૅક્સ પેયર્સ હવે ટૅક્સની ચુકવણીના દાયરામાંથી બહાર આવી જશે.

નાણા પ્રધાનની આ જાહેરાતથી મધ્યમ વર્ગમાં ખુશીની લહેર દોડી ગઈ છે. હાલમાં 2.50 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકો ટૅક્સના દાયરામાં આવે છે અને જેવી કે આશા હતી, તેવું જ ચૂંટણી વર્ષમાં છેલ્લુ બજેટ હોવાથી મોદી સરકાર આવકવેરા મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી દિધી છે.

નાણા પ્રધાને જણાવ્યું કે 40 હજારની વ્યાજની આવક પર ટીડીએસ નહીં લાગે. 2.40 લાખની ભાડાની આવક પર ટીડીએસ નહીં લાગે.

નાણા પ્રધાને નોટબંધીનો પણ ઉલ્લેખ કર્યો, તો વિપક્ષે હોબાળો મચાવ્યો, પરંતુ પીયૂષ ગોયલે કહ્યું કે નોટબંધી બાદ 1 કરોડથી વધુ લોકો એવા સામે આવ્યા કે જેમણે પહેલી વાર આવકવેરો ચુકવ્યો. ટૅક્સ ચુકવનારાઓની સંખ્યામાં 80 ટકાનો વધારો થયો છે. નોટબંધીથી 1.36 લાખ કરોડ રૂપિયાનો ટૅક્સ મળ્યો.

તેમણે કહ્યું કે મોદી સરકાર કાળા નાણાને લઈને ગંભીર છે અને નોટબંધીથી કાળુ નાણુ બહાર આવ્યાનો પીયૂષ ગોયલે દાવો પણ કર્યો.

તેમણે કહ્યું કે બે વર્ષમાં સ્ક્રૂટિનીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. 99.54 ટકા ટૅક્સ રિટર્નની સ્ક્રૂટિની કરવામાં આવે. મધ્યમ વર્ગનો ટૅક્સ ઘટાડવાની સરકારની પ્રાથમિકતા.

 [yop_poll id=”962″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">