દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણી જીતવા ભાજપની કવાયત, નેતાઓના સેલવાસમાં ધામા

આજે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે હતા. જ્યાં તેઓ સેલવાસમાં સૌ-પ્રથમ એક મહારાષ્ટ્રીયન સમાજના સંમેલનને સંબોધન કર્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 5:07 PM

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ,શિવસેના, કોંગ્રેસ અને એક અપક્ષ ઉમેદવાર ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે. જોકે ભાજપના ઉમેદવાર મહેશ ગાવીતના ચૂંટણી પ્રચાર માટે ગુજરાત ભાજપના અનેક અગ્રણીઓએ સેલવાસમાં ધામા નાખ્યા છે. ત્યારે આજે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે હતા. જ્યાં તેઓ સેલવાસમાં સૌ-પ્રથમ એક મહારાષ્ટ્રીયન સમાજના સંમેલનને સંબોધન કર્યું હતું. સંમેલનને સંબોધતા પાટીલે અનેક મુદ્દે શિવસેના પર પ્રહાર કર્યા હતા.

સી.આર.પાટીલે મહારાષ્ટ્રીયન સમાજ પાસે ભાજપના ઉમેદવાર મહેશ ગાંવિત માટે સમર્થન માંગ્યું હતું. મહત્વપૂર્ણ છેકે ગુજરાતમાં ભાજપ દ્વારા પેજ કમિટી બનાવીને ચૂંટણીમાં ભાજપ ધાર્યું પરિણામ લાવી રહી છે. પરંતુ રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં હજુ સુધી પેજ કમિટીનું અસ્તિત્વ નહીં હોવાથી આજે પાટીલે દાદરા નગર હવેલી ભાજપના આગેવાનોને ટકોર કરી હતી. અને જેમ બને તેમ વહેલી તકે પ્રદેશમાં પેજ કમિટી બનાવવામાં આવે અને તેના આધારે જ ચૂંટણી લડવામાં આવે તેવું સુચન કર્યું હતું.

વધુમાં તેઓએ શિવસેના પર આકરા પ્રહાર કરતાં આ વખતે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સંપૂર્ણ વિકાસ માટે ભાજપના ઉમેદવારોને જંગી લીડથી જીતાડવા માટે અપીલ કરી હતી. આમ, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી ભાજપના ઉમેદવારના પ્રચારમાં આવેલા સી.આર. પાટીલે ભાજપના ઉમેદવારની જંગી લીડથી જીત થશે તેવો દાવો પણ કર્યો હતો. તો ઉત્તરાખંડ ના પૂર સ્થિતિ પર રાજ્યના મુખ્યમંત્રી ઉત્તરાખંડ સરકાર સાથે સંપર્કમાં છે. અને તમામ ગુજરાતીઓને સલામત વતન લાવવાની ખાતરી સી.આર.પાટીલે આપી હતી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">