સામ પિત્રોડાના વિવાદીત નિવેદન પર ભાજપે કર્યો હુમલો
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકના સામ પિત્રોડા હવે એક નવા વિવાદીત નિવેદનને લીધે ફરી ચર્ચામાં આવ્યા છે. સામ પિત્રોડાએ કથિત રીતે ભારતીયોને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા પર ટિપ્પણી કરી છે. તેમને ‘વાંદરાના હાથમાં નવુ રમકડુ’ ગણાવ્યુ છે. સોશિયલ મીડિયા પર તેમના આ નિવેદનની ખુબ આલોચના થઈ રહી છે. TV9 Gujarati Web Stories View more આજનું […]
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકના સામ પિત્રોડા હવે એક નવા વિવાદીત નિવેદનને લીધે ફરી ચર્ચામાં આવ્યા છે.
સામ પિત્રોડાએ કથિત રીતે ભારતીયોને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા પર ટિપ્પણી કરી છે. તેમને ‘વાંદરાના હાથમાં નવુ રમકડુ’ ગણાવ્યુ છે. સોશિયલ મીડિયા પર તેમના આ નિવેદનની ખુબ આલોચના થઈ રહી છે.
વિમાનની ટાંકી કેટલા લિટરમાં થાય છે ફૂલ ? અમદાવાદ થી લંડન જતા વિમાનમાં હતું ફક્ત 1.25 લાખ લિટર ઈંધણ
અમદાવાદથી કેટલું દૂર છે લંડન ? જ્યાં જઈ રહ્યું હતું AIR India નું વિમાન
Vastu Tips: માં લક્ષ્મી જ્યારે નિરાશ થાય છે, ત્યારે ઘરમાં દેખાય છે આ '5 સંકેતો'
જો લેન્ડિંગ સમયે વિમાનના ટાયર ના ખુલે, તો મુસાફરો કેવી રીતે બચશે?
લિએન્ડર પેસના પરિવાર વિશે જાણો
સામ પિત્રોડાના આ નિવેદન પર ભાજપના નેતાઓએ વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસના ઓવરસીઝ વિંગના અધ્યક્ષ સામ પિત્રોડાએ કહ્યું કે ભારત કનેક્ટિવિટીનો અસરકારક રીતે ઉપયોગ કરી રહ્યું નથી, પણ તમે જાણો છો કે આજની દુનિયામાં આ એક નવું બિંદુ છે. તેથી અચાનક તમે બધા જ વાંદરાઓને એક નવું રમકડુ આપ્યુ છે. તે નથી જાણતા કે શું કરવાનું છે.
સામ પિત્રોડાએ કહ્યું કે તમને એ જાણવામાં 5-10 વર્ષ લાગશે કે તમે આજે જે કરી રહ્યા છો તેનાથી વધારે કરી શકો છો. આજે આ એક મનોરંજન છે. ખોટું સોશિયલ મીડિયા પર ખોટું ઝડપથી ફેલાય છે.
રેલવે મંત્રી પીયૂષ ગોયલે સામ પિત્રોડાની આ ટિપ્પણી પર આલોચના કરતા કહ્યું કે જો ગુરૂ આવુ વિચારે છે તો તેમના શિષ્ય પણ તેમના વિચાર પર ચાલશે. શું કોઈ એમ ઈચ્છે છે કે વંશવાદ આપણી પર શાસન કરે ? ભારતીયોને વાંદરા કહીને તેમને ભારતીયોનું અપમાન કર્યુ છે.