ભાવનગરમાં ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી, 982 કાર્યકરોએ ચુંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની જાહેરાત બાદ રાજકીય પક્ષોએ ઉમેદવારી પસંદગી માટે કવાયત હાથ ધરી છે. જેમાં Bhavnagar  મનપાની ચૂંટણી માટે ભાજપે સેન્સ લેવાની શરૂઆત કરી છે. જેમાં 13માંથી 12 વોર્ડમાં 982 લોકોએ ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી છે.

ભાવનગરમાં ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી, 982 કાર્યકરોએ ચુંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી
Bhavnagar - BJP
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 25, 2021 | 8:03 AM

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની જાહેરાત બાદ રાજકીય પક્ષોએ ઉમેદવારી પસંદગી માટે કવાયત હાથ ધરી છે. જેમાં Bhavnagar  મનપાની ચૂંટણી માટે ભાજપે સેન્સ લેવાની શરૂઆત કરી છે. જેમાં 13માંથી 12 વોર્ડમાં 982 લોકોએ ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી છે. જ્યારે વોર્ડ નંબર 5માં ભાજપમાંથી ચૂંટણી લડવા કોઈ પણ તૈયાર નહી હોવાનું સામે આવ્યું છે. Bhavnagar  માં  વોર્ડ નંબર 5માં ઉત્તર કૃષ્ણનગરમાં ભાજપમાંથી એકપણ વ્યક્તિ ઉમેદવારી કરવા તૈયાર નથી. નવા સીમાંકન પ્રમાણે આ વોર્ડમાં ભાજપને જીતવું અશકય  લાગે છે.  જેના લીધે આ વોર્ડમાંથી ભાજપમાંથી કોઇ ઉમેદવારી માટે તૈયાર ન હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.

સૌરાષ્ટ્રના ત્રણ મહાનગરમાં બે દિવસ માટે ભાજપે સેન્સ પ્રક્રિયાની શરુઆત કરી છે. જામનગર અને ભાવનગરમાં સેન્સ પ્રક્રિયા બાદ રાજકોટમા સેન્સ પ્રક્રિયા થશે. જણાવી દઈએ કે સૌરાષ્ટ્રની ત્રણેય મહાનગરપાલિકા પર ભાજપનો કબજો છે. રાજકોટમાં 18 વોર્ડ અને 72 બેઠક છે તો જામનગર મહાનગર પાલિકામાં 16 વોર્ડ અને 64 બેઠક છે. ભાવનગર મહાનગરપાલિકા 13 વોર્ડ 52 બેઠક માટે ઉમેદવારો નક્કી કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">