સાંસદો સામેની નારાજગીથી બચવા માટે ભાજપ તેમના કેટલાક સાંસદોની ટિકિટ કાપી શકે ?
સ્થાનિક મુદ્દાઓને લીધે ભાજપ સાંસદો સામેની નારાજગીથી બચવા માટે ભાજપ લગભગ તેના ત્રીજા ભાગના સાંસદોની ટિકિટ કાપી શકે છે. ભાજપે અત્યાર સુધી 2014માં જીતનારા લગભગ 71 સાંસદને ટિકિટ ના આપવાનો નિર્ણય કર્યો છે. તે સિવાય લગભગ 26 સીટ એવી છે, જ્યાં ટિકિટ આપવાનો નિર્ણય બાકી છે. TV9 Gujarati Web Stories View more ફેશનમાં પરફેક્શન લાવવા […]
ફેશનમાં પરફેક્શન લાવવા તમારા ડ્રેસ સાથે ટ્રાય કરો આ નેઈલ આર્ટ- જુઓ લેટેસ્ટ ટ્રેન્ડ્સ
પાઇલટ બનવા માટે કેટલો ખર્ચ થાય છે, કયો કોર્ષ કરવો પડે ? જાણો
જેન્ડર ડિસફોરિયા શું છે ? શું તેની સારવાર શક્ય છે ?
ABCD ની અભિનેત્રીના ઇટલીમાં લગ્ન, સફેદ ગાઉનમાં દેખાઇ ખૂબ જ સુંદર
ચેતવણી! વર્ષ 2025ની આવનારી '23 તારીખો' ભયથી ભરેલી છે
નીમ કરોલીએ કહ્યું, આ સંકેતો મળે તો સમજવું 'ગોલ્ડન પીરિયડ' શરૂ થયો
ભાજપ દેશમાં 400 સીટ પર ચૂંટણી લડશે અને બાકી સીટો સહયોગી પાર્ટી માટે રાખશે. 2014માં જીતવાવાળા જે સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે, તેમની જગ્યાએ જેને ટિકિટ મળી છે તે ભાજપ માટે 2014 જેવી જીત મેળવી શકે છે કે નહી તે કહેવુ મુશ્કેલ છે.
10 વર્ષથી વધારે સમય સુધી સત્તામાં રહેનારી પાર્ટીને સ્થાનીક સત્તાના વિરોધનો સામનો કરવો પડે છે. 2014માં કોંગ્રેસ પાર્ટીને તેનાથી મોટુ નુકસાન થયું હતુ પણ નરેન્દ્ર મોદીને હજી સત્તામાં 5 વર્ષ જ થયા છે. જે રાજ્યોમાં લાંબા સમયથી ભાજપની સરકાર છે, ત્યાં પણ તેની અસર જોવા મળી શકે છે.
જે સીટો પર વર્તમાન સાંસદની ટિકિટ કાપવામાં આવી છે, તે સિવાય ઘણી સીટો પર સત્તા વિરોધી તરંગની વાતો ઉઠી રહી હતી પણ ભાજપ અધ્યક્ષ અમિત શાહે નક્કી કર્યુ કે વડાપ્રધાન મોદીના સમુહ અને સંગઠનાત્મક પકડથી તેના પર કાબૂ કરી શકાય છે. જે સાંસદોનું રિપોર્ટ કાર્ડ સારૂ નથી, તેમને લઈને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ વડાપ્રધાન મોદીના નામ પર લડશે. વડાપ્રધાન મોદીએ ઉત્તરપ્રદેશની રેલીમાં કહ્યું હતુ કે તમારો એક-એક મત સીધો જ મને મજબૂત બનાવશે.