હરિયાણામાં JJP અને BJPના ગઠબંધનની સરકારઃ દિવાળીના દિવસે મનોહર ખટ્ટર લેશે શપથ

|

Oct 26, 2019 | 7:44 AM

હરિયાણામાં મનોહર લાલ ખટ્ટર સરકાર ફરી સત્તારૂઢ થવા જઈ રહી છે. આવતીકાલે દિવાળીના દિવસે મનોહરલાલ ખટ્ટર ચંદીગઢમાં શપથ ગ્રહણ કરશે. અને હરિયાણામાં જેજેપી સાથે મળીને ગઠબંધનની સરકાર બનાવશે. ચંદીગઢમાં મળેલી ભાજપની વિધાનસભા પક્ષની બેઠકમાં ખટ્ટરની વિધાયક દળના નેતા તરીકે પસંદગી કરવામાં આવી. તેઓ આવતીકાલે બપોરે 2 કલાકે શપથ ગ્રહણ કરશે. વિધાયક દળની બેઠકમાં સુપરવાઈઝર રવિશંકર […]

હરિયાણામાં JJP અને BJPના ગઠબંધનની સરકારઃ દિવાળીના દિવસે મનોહર ખટ્ટર લેશે શપથ

Follow us on

હરિયાણામાં મનોહર લાલ ખટ્ટર સરકાર ફરી સત્તારૂઢ થવા જઈ રહી છે. આવતીકાલે દિવાળીના દિવસે મનોહરલાલ ખટ્ટર ચંદીગઢમાં શપથ ગ્રહણ કરશે. અને હરિયાણામાં જેજેપી સાથે મળીને ગઠબંધનની સરકાર બનાવશે. ચંદીગઢમાં મળેલી ભાજપની વિધાનસભા પક્ષની બેઠકમાં ખટ્ટરની વિધાયક દળના નેતા તરીકે પસંદગી કરવામાં આવી. તેઓ આવતીકાલે બપોરે 2 કલાકે શપથ ગ્રહણ કરશે. વિધાયક દળની બેઠકમાં સુપરવાઈઝર રવિશંકર પ્રસાદ, અનિલ જૈન પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃ કોંગ્રેસે વડાપ્રધાન મોદીને પત્ર લખીને શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ‘ભારત રત્ન’ આપવાની કરી માગ

જેમાં મુખ્યપ્રધાન ભાજપના બનશે અને નાયબ મુખ્યપ્રધાન જેજેપીના હશે. તો બીજી તરફ ભાજપના સિનયર નેતાઓમાં પણ નાયબ મુખ્યપ્રધાન બનાવવાની માગણી ઉઠી છે. જેને લઈને હરિયાણાની સરકારમાં મંત્રી રહેલા અનિલ વીજને પણ નાયબ મુખ્ય પ્રધાન બનાવી શકે છે. જેની સાથે ખટ્ટર સરકારમાં બે નાયબ મુખ્યપ્રધાન શપથ લઈ શકે છે. આ સાથે એવી પણ માહિતી સામે આવી છે કે, દિવાળીના દિવસે જ શપથવિધિ કાર્યક્રમ યોજાઈ શકે છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

અમિત શાહે જણાવ્યું કે, ઘણા અપક્ષ ધારાસભ્યોએ પણ ભાજપને ટેકો આપ્યો છે. આજે ધારાસભ્ય પક્ષના નેતા ચૂંટાયા બાદ પ્રધાનોના નામ પર નિર્ણય લેવાઈ શકે છે. મહત્વનું છે કે અમિત શાહની જાહેરાત બાદ હવે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે, હરિયાણામાં ફરી મનોહરલાલ ખટ્ટર મુખ્યપ્રધાન પદના શપથ લેશે. તેમજ જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા નાયબ મુખ્યપ્રધાન બની શકે છે. તો દુષ્યંત ચૌટાલાની માતા નૈના ચૌટાલા પણ નાયબ મુખ્યપ્રધાન પદની રેસમાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આંકડાકીય સમીકરણની વાત કરીએ તો, ભાજપ જેજેપીની ગઠબંધનની સરકાર પાસે કુલ 59 બેઠકો થશે. ભાજપની 40 બેઠકો ઉપરાંત જેજેપીના 10 ધારાસભ્યોનો ટેકો છે. તો અપક્ષ સહિતના કુલ 9 ધારાસભ્યોએ પણ ભાજપને ટેકો આપવાની વાત કરી છે. જે મળી ગઠબંધન પાસે કુલ 59 બેઠક થાય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article