ભાજપે ગણતરીના કલાકોમાં ફેરવી તોળ્યુ, કેરળમાં સીએમ પદનો ચહેરો નથી મેટ્રોમેન શ્રીધરન

Matroman તરીકે પ્રખ્યાત વી.શ્રીધરનનું નામ ભાજપ તરફથી કેરળના મુખ્યમંત્રી પદ તરીકે ચર્ચાયું હતું. પરંતુ મળેલા અહેવાલ મુજબ તેઓના નામની કોઈ ઓફિસિયલ જાહેરાત નથી થઇ.

ભાજપે ગણતરીના કલાકોમાં ફેરવી તોળ્યુ, કેરળમાં સીએમ પદનો ચહેરો નથી મેટ્રોમેન શ્રીધરન
મેટ્રોમેન શ્રીધરન
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 05, 2021 | 12:44 PM

ભારતીય જનતા પાર્ટી (BJP) એ ​​કેરળ વિધાનસભાની ચૂંટણી માટે મેટ્રોમેન શ્રીધરનના ( V. Sreedharan) નામની ઘોષણા કરી હતી. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે પાર્ટીએ તેમનું નામ પાછું ખેંચી લીધું છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં તેમણે ભાજપમાં સામેલ થઈને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 88 વર્ષિય શ્રીધરન (V. Sreedharan) ગયા અઠવાડિયે ભાજપમાં જોડાયા હતા.

વિજય યાત્રા દરમિયાન કેરળમાં ભાજપના વડા કે સુરેન્દ્રને શ્રીધરનને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવાની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, “પાર્ટી ટૂંક સમયમાં અન્ય ઉમેદવારોની સૂચિ પણ બહાર પાડશે.”

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

તમને જણાવી દઇએ કે અગાઉ કેન્દ્રીય પ્રધાન વી. મુરલીધરને ટ્વીટ કરીને કહ્યું હતું કે “કેરળમાં ભાજપ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે શ્રીધરન ચૂંટણી લડશે. કેરળની જનતા માટે ભ્રષ્ટાચાર મુક્ત, વિકાસલક્ષી શાસન પ્રદાન કરવા માટે અમે સીપીએમ અને કોંગ્રેસ બંનેને પરાજિત કરીશું.”

જોકે બાદમાં પ્રધાને સમાચાર એજન્સીને કહ્યું હતું કે, “હું કહેવા માંગતો હતો કે મીડિયા અહેવાલો દ્વારા મને ખબર પડી છે કે પાર્ટીએ ઘોષણા કરી છે. બાદમાં મેં પક્ષના વડા સાથે ક્રોસ ચેક કર્યું ત્યારે તેમણે કહ્યું કે આવી કોઈ જાહેરાત કરી નથી.’ મુરલીધરન કેન્દ્ર સરકારમાં રાજ્ય મંત્રી છે. અગાઉ તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે શ્રીધરન લોકસેવામાં રહ્યા છે. તેમના અનુભવથી ભાજપ વધુ પ્રગતિ કરશે. તેમણે કહ્યું હતું કે 85 વર્ષની ઉંમરે પણ તેઓ ફિટ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">