કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહની કથિત ઓડિયો કલીપને લઇને ભાજપનો હુમલો, કહ્યું પાકિસ્તાન આજ ઈચ્છે છે

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહની કથિત ઓડિયો કલીપને લઇને ભાજપનો હુમલો, કહ્યું પાકિસ્તાન આજ ઈચ્છે છે
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહની કથિત ઓડિયો કલીપને લઇને ભાજપનો હુમલો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહની એક કથિત  ઓડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે. આ ઓડિયો કલીપ ભાજપના આઇટી સેલના વડા અમિત માલવીયે ટ્વિટ કરી છે. જેમાં તે કહી રહ્યા છે કે જો કોંગ્રેસ સત્તામાં પરત ફરશે તો કાશ્મીરમાં કલમ 370 ફરીથી સ્થાપિત કરવામાં આવશે.

Chandrakant Kanoja

|

Jun 12, 2021 | 4:51 PM

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ( Digvijay Singh ) તેમના વિવાદિત નિવેદનો માટે જાણીતા છે. તેમના એક નિવેદનમાં ફરી વિવાદ ઉભો થયો છે. જેમાં તેમની એક કથિત  ઓડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે. જેમાં તે કહી રહ્યા છે કે જો કોંગ્રેસ સત્તામાં પરત ફરશે તો કાશ્મીરમાં કલમ 370(Article 370)  ફરીથી સ્થાપિત કરવામાં આવશે. જેને લઇને ભાજપે તેમની પર હુમલા તેજ કર્યા છે.

પાકિસ્તાની પત્રકાર દ્વારા પૂછેલા પ્રશ્નના જવાબમાં આ કથિત ટિપ્પણીઓ

દિગ્વિજય સિંહે( Digvijay Singh ) સોશિયલ મીડિયા એપ ક્લબહાઉસ પર ચર્ચા દરમિયાન પાકિસ્તાની પત્રકાર દ્વારા પૂછેલા પ્રશ્નના જવાબમાં આ કથિત ટિપ્પણીઓ કરી હતી. ભાજપના આઇટી સેલના વડા અમિત માલવીયાએ આ ચર્ચાના લીક થયેલી  ઓડિયોને ટ્વિટર પર શેર કર્યા છે.

અમિત માલવીયાએ દાવો કર્યો છે કે આ ચેટમાં પાકિસ્તાની પત્રકારો પણ હાજર હતા. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, “ક્લબહાઉસ ચેટમાં રાહુલ ગાંધીની નજીકના દિગ્વિજય સિંહ પાકિસ્તાની પત્રકારને જણાવી રહ્યા છે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો કલમ 370 હટાવવાના નિર્ણય પર પુનર્વિચાર કરવામાં આવશે. ખરેખર? પાકિસ્તાન આ જ ઇચ્છે છે …

દિગ્વિજય સિંહ વાતચીતમાં શું કહી રહ્યાં છે ?

આ વાતચીતમાં દિગ્વિજય સિંહને એમ કહેતા સાંભળવામાં આવે છે.જ્યારે કાશ્મીરમાંથી કલમ 370 હટાવી ત્યારે લોકશાહી નહોતી. કોઈ માનવતા નહોતી, કારણ કે દરેકને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. કાશ્મીરિયત ત્યાં ધર્મનિરપેક્ષતાનો ભાગ છે. કારણ કે મુસ્લિમ બહુમતી ધરાવતા રાજ્યના રાજા એક હિન્દુ હતા અને બંને સાથે કામ કરતા હતા.કાશ્મીરમાં પણ કાશ્મીરી પંડિતોને સરકારી નોકરીમાં અનામત આપવામાં આવી હતી. કલમ 370 હટાવવાનો નિર્ણય ખૂબ જ દુખદ હતો અને કોંગ્રેસ સત્તા પર આવશે ત્યારે કલમ 370 દૂર કરવાના નિર્ણય પર પુનર્વિચાર કરશે.

દિગ્વિજય સિંહે  આ મુદ્દે ખુલાસો કર્યો

આ મામલે વિવાદ વધતાં દિગ્વિજય સિંહની સ્પષ્ટતા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે ” shallઅને Considerવચ્ચે તફાવત છે. તેથી કેટલાક નેતાઓ સમજી શક્યા નથી. કોંગ્રેસ પાર્ટીએ સંસદમાં કલમ 370 પર વાંધો તેની અમલની પધ્ધતિને લઇને ઉઠાવ્યો હતો. તેમજ આ નિર્ણય ત્યાંના લોકોને શામેલ પણ કરવામાં આવ્યા ન હતા.

Disclaimer: Tv9Gujarati.com આ ઓડિયો ક્લિપની પ્રામાણિકતાની પૃષ્ટી  કરતું નથી. 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati