બિહારના લોકો કોઇ ભ્રમમાં રહેતા નથી, બિહારમાં ફરી એનડીએની સરકાર બનશે : PM

બિહારના સાસારામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભા સંબોધી હતી. અહીં, વડાપ્રધાને ભૂતકાળમાં બિહારના શાસન અને અત્યારના શાસનની તુલના કરી હતી. સાથે જ બિહારની પ્રજાની પ્રશંસા કરતા કહ્યું હતું કે, બિહારની પ્રજા એકદમ સ્પષ્ટ અભિગમ ધરાવે છે. અને, બિહારની પ્રજા ખોટા ભ્રમમાં રહેતી નથી. સાથે જ ઉમેર્યું કે ભ્રમ ફેલાવનાર લોકોથી મતદારોએ બચીને રહેવું જોઇએ. ભ્રમ […]

બિહારના લોકો કોઇ ભ્રમમાં રહેતા નથી, બિહારમાં ફરી એનડીએની સરકાર બનશે : PM
Utpal Patel

|

Oct 23, 2020 | 12:53 PM

બિહારના સાસારામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભા સંબોધી હતી. અહીં, વડાપ્રધાને ભૂતકાળમાં બિહારના શાસન અને અત્યારના શાસનની તુલના કરી હતી. સાથે જ બિહારની પ્રજાની પ્રશંસા કરતા કહ્યું હતું કે, બિહારની પ્રજા એકદમ સ્પષ્ટ અભિગમ ધરાવે છે. અને, બિહારની પ્રજા ખોટા ભ્રમમાં રહેતી નથી. સાથે જ ઉમેર્યું કે ભ્રમ ફેલાવનાર લોકોથી મતદારોએ બચીને રહેવું જોઇએ. ભ્રમ ફેલાવનાર લોકોને મતદારોએ જવાબ આપવાનો છે. તેમણે ચૂંટણી સર્વેને ટાંકીને બિહારમાં ફરી એનડીએની સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.

વડાપ્રધાને ચૂંટણીસભામાં ભૂતકાળમાં બિહારની શાસન વ્યવસ્થાને યાદ કરી હતી. અને, ભૂતકાળમાં બિહાર કેટલી ખરાબ સ્થિતિમાં હતું તેને યાદ કર્યું હતું. સાથે જ વર્તમાન બિહારની કેવી સ્થિતિ છે તેને પણ લોકો સમક્ષ ઉજાગર કર્યું હતું. મોદીએ કહ્યું કે પહેલા બિહારના લોકો રાત પડતા જ ઘરમાં પુરાઇ જતા હતા. કારણ કે, રાજયમાં વિજળી, રસ્તા કે પાણી જેવી કોઇ સુવિધાઓ હતી ન હતી. સાથે જ બિહારમાં અરાજકતાને કારણે લોકોમાં ભય રહેતો હતો. આજે લોકો બિહારમાં સુખ-શાંતિથી રહે છે.

નીતિશકુમારની સરકારમાં બિહારમાં મોટાપ્રમાણમાં વિકાસના કામો થયા છે. આજે રાજયમાં વિજળી, રસ્તા અને પાણી જેવી પાયાની સુવિધાઓ ઉભી થઇ છે. સાથે જ બિહારમાં ગુંડારાજનો અંત આવ્યો છે. જેથી લોકો ભય વગર શાંતિથી રહે છે. જે આજે સમગ્ર દેશની પ્રજા જાણે છે.

પહેલા કેન્દ્રની યુપીએ સરકાર બિહારના વિકાસ કામોમાં રોડા નાંખતી હોવાનો અને કેન્દ્રની યુપીએ સરકાર બિહારને લૂંટવાનું કામ કરતી હોવાનો વડાપ્રધાને આક્ષેપ કર્યો હતો. જયારે એનડીએની સરકારમાં બિહારનો વિકાસ પાંચગણો વધ્યો છે. હજું બિહારે ઘણો વિકાસ કરવાનો બાકી છે.બિહારને મુશ્કેલીમાં નાંખવાવાળાને પ્રજાએ ઓળખી લેવા જોઇએ. નીતિશ સરકારને કેન્દ્રની સરકારે 10 વર્ષ સુધી વિકાસ ન કરવા દીધો. પરંતુ, છેલ્લા 4 વર્ષમાં બિહારનો વિકાસ પાંચગણો વધ્યો છે.

આ સાથે વડાપ્રધાને કાશ્મીરમાં 370ની કલમ હટાવવાનો પણ ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે વિપક્ષીઓ કલમ હટાવવાનો વિરોધ કરતા હતા. પણ, આજે કાશ્મીરમાં શું પરિસ્થિતિ છે તે દેશની પ્રજા સારી રીતે જાણે છે. વડાપ્રધાને કોંગ્રેસ પર આડકતરો પ્રહાર કરતા કહ્યું કે દેશનો વિકાસ નહીં અટકે જેને જેની મદદ લઇ લેવી હોય તે લઇ લે.

વડાપ્રધાને પોતાની સભાના સંબોધનમાં સૌ-પ્રથમ બિહારના બે સપૂતોને યાદ કર્યા, સાથે જ બિહારના સ્થાનિક નેતા રામવિલાસ પાસવાન અને રઘુવંશ પ્રસાદને પણ યાદ કર્યા હતા. આ સાથે મોદીએ બિહારની ગૌરવશાળી ધરતીને પ્રણામ કર્યા હતા. વડાપ્રધાને જણાવ્યું કે બિહારમાં નીતિશકુમારની સરકારે કોરોનાકાળમાં સારુ કામ કર્યું છે. વધુમાં મોદી શું બોલ્યા જુઓ આ વીડિયો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati