AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assam: ભાજપના ઉમેદવારની ગાડીમાંથી EVM મશીન મળવાના મામલે તપાસના આદેશ, 4 અધિકારી થઈ ચૂક્યા છે સસ્પેન્ડ

અસમ (Assam)માં ભાજપના ઉમેદવારની પત્નીની ગાડીમાંથી ઈવીએમ (EVM machine) મળ્યું હતું. આ સમાચાર બાદ જ ચૂંટણી થઈ રહી છે તે રાજ્યમાં વિવાદ ઉભો થયો છે. આ અંગે આસામની મતદાન પાર્ટીએ મેજિસ્ટ્રેટને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

Assam: ભાજપના ઉમેદવારની ગાડીમાંથી EVM મશીન મળવાના મામલે તપાસના આદેશ, 4 અધિકારી થઈ ચૂક્યા છે સસ્પેન્ડ
| Updated on: Apr 03, 2021 | 11:58 PM
Share

અસમ (Assam)માં ભાજપના ઉમેદવારની પત્નીની ગાડીમાંથી ઈવીએમ (EVM machine) મળ્યું હતું. આ સમાચાર બાદ જ ચૂંટણી થઈ રહી છે તે રાજ્યમાં વિવાદ ઉભો થયો છે. આ અંગે આસામની મતદાન પાર્ટીએ મેજિસ્ટ્રેટને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. અધિકારીઓએ આ વાતની જાણકારી આપી. આ મામલો અસમ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમિયાન સામે આવ્યો. આ મામલામાં હવે 4 ચૂંટણી અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવી ચૂક્યા છે.

કરીમગંજ જિલ્લા ઉપ અધિક્ષક અનબામુથન એમપીએ મામલાની તપાસ માટે શુક્રવારે રાત્રે તપાસના આદેશ આપ્યા છે. અસમમાં વિધાનસભા ચૂંટણીની વચ્ચે આ ઘટનાએ વિવાદ ઉભો કરી દીધો છે. મંગળવારે છેલ્લા તબક્કાનું મતદાન થશે. આ પહેલા આ સમાચારથી રાજકીય પાર્ટીઓમાં હલચલ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રાજેશ તેરંગને ત્રણ દિવસમાં તપાસ કરીને વિગતવાર રિપોર્ટ આપવા જણાવ્યું છે.

તપાસ બાદ સત્ય સામે આવશે

આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટનાથી મતદાનવાળા ઈવીએમની સલામતી સામે ખતરો ઉભો થયો છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર પ્રતિકૂળ અસર પડી છે. તપાસમાં તે પણ જાણી શકાશે કે કઈ પરિસ્થિતીઓમાં મતદાન પાર્ટીએ ખાનગી વાહનમાં મુસાફરી કરી અને તે વાત પણ જાણી શકાશે કે અધિકારીઓ તરફથી કોઈ ચૂક થઈ હતી કે કોઈ ષડયંત્ર.

શું છે સમગ્ર મામલો

ગુરૂવારે રાત્રે કરીમનગર કસ્બેના બહારના વિસ્તારમાં હિંસા ભડકી હતી, ત્યારબાદ પોલીસે સ્થિતિ નિયંત્રિત કરવા માટે હવામાં ફાયરિંગ કરવું પડ્યું. ઘણા લોકોએ જોયું કે ઈવીએમને સ્ટ્રોંગ રૂમ સુધી લઈ જવા માટે ભાજપના ઉમેદવારના વાહનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેનો તેમને વિરોધ કર્યો. ચૂંટણી પંચે 4 ચૂંટણી અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને કેન્દ્ર પર ફરી મતદાન કરાવવાનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ ચૂંટણી પંચને તપાસ કરવા માટે કહ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદની મેટ્રો કોર્ટમાં કોરોનાનો વિસ્ફોટ, ઘી કાંટા કોર્ટના બે જ્જ કોરોના પોઝિટીવ

g clip-path="url(#clip0_868_265)">