Maharashtra: કોરોનાથી ડરીને દીકરીઓએ ત્રણ દિવસ સુધી પિતાનો મૃતદેહ રાખ્યો ઘરમાં, એક દીકરીએ કરી આત્મહત્યા, જાણો સમગ્ર મામલો
કોરોનાવાયરસ તપાસના ડરને કારણે પુત્રીઓએ વૃદ્ધ પિતાનો મૃતદેહ ત્રણ દિવસ ઘરમાં રાખ્યો હતો. આ દરમિયાન એક પુત્રીએ આત્મહત્યા કરી, જ્યારે બીજી પુત્રી જેણે પોતાનો જીવ આપવાનો પ્રયત્ન કર્યો તે બચી ગઈ હતી.
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં પ્રકાશમાં આવેલી એક દુ: ખદ ઘટનામાં કોરોનાવાયરસ તપાસના ડરને કારણે (Coronavirus Fear) પુત્રીઓએ વૃદ્ધ પિતાનો મૃતદેહ ત્રણ દિવસ ઘરમાં રાખ્યો હતો. આ દરમિયાન એક પુત્રીએ આત્મહત્યા કરી, જ્યારે બીજી પુત્રી જેણે પોતાનો જીવ આપવાનો પ્રયત્ન કર્યો તે બચી ગઈ હતી. પોલીસે કહ્યું કે, દીકરીઓને ડર હતો કે, તેમના પિતાના મૃત્યુ બાદ તેમની તપાસ કરવામાં આવશે અને જો ચેપ લાગશે તો તેમને ક્વોરેન્ટાઇનમાં (Quarantine) રાખવામાં આવશે.
અરનાલા સાગરી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક રાજુ માનેએ જણાવ્યું હતું કે, નિવૃત્ત રાશન અધિકારી હરિદાસ સહરકરની વિકૃત લાશ બુધવારે વિરારના ગોકુલ શહેરમાં તેમના ઘરેથી મળી આવી હતી. આ બાબત ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સહારકરની નાની પુત્રી સ્વપ્નાલીએ વહેલી સવારે નવાપુરમાં દરિયામાં કૂદકો માર્યો અને સ્થાનિક લોકોએ તેને બચાવી લીધી હતી.
કોરોનાથી ચપેટમાં આવવાનો હતો ભય
તેમણે કહ્યું કે, તપાસમાં બહાર આવ્યું કે સહરકરનું રવિવારે ઘરે મૃત્યુ થયું હતું. ત્યારબાદ પરિવારે તેના મૃતદેહને ડરથી ઘરમાં રાખ્યો હતો કે, તે કોરોનાથી પકડાઈ જશે અને પછી તેને ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. તેમણે જણાવ્યું હતું કે, મૃતક વ્યક્તિની મોટી પુત્રીએ નવાપુરમાં દરિયામાં કૂદીને આત્મહત્યા કરી હતી અને મંગળવારે તેનો મૃતદેહ પોલીસને મળી આવ્યો હતો.
આવી રીતે થયો ખુલાસો
આ પછી નાની દીકરીએ આ જ રીતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો પણ તે બચી ગઈ. અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ શરૂઆતમાં આત્મહત્યાના પ્રયાસના કેસની તપાસ કરી રહી હતી અને હવે આકસ્મિક મૃત્યુના બે કેસ નોંધ્યા છે.
આ પણ વાંચો: Tokyo Olympics 2020 : ભારત-પાકિસ્તાનના ખેલાડી ઓલિમ્પિકમાં ટકરાશે, જાણો ક્યારે અને કઈ રમતમાં થશે ટક્કર